ભાસ્કર એક્સપ્લેનર:બાળકોના વેક્સિનેશનમાં શા માટે થઈ રહ્યો છે વિલંબ? અત્યારે વેક્સિનેશન થાય તો એક વર્ષમાં 25% બાળકો જ થશે વેક્સિનેટ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશમાં બાળકોના વેક્સિનેશનની પ્રતીક્ષા લંબાતી જાય છે. કેડિલાની ઝોઈકોવ-ડી બાળકો માટે પ્રથમ વેક્સિન હતી, જેને ઓગસ્ટ મહિનામાં મંજૂરી મળી છે. અલબત્ત, હજુ સુધી ખાનગી કે પછી સરકારી લેવલે લગાવવાની શરૂઆત થઈ નથી. કોવેક્સિનને પણ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ ઈમર્જન્સી મંજૂરી આપી છે, જોકે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)થી મંજૂરી મળવાની બાકી છે.

ચાલો, સમજીએ કઈ વેક્સિન કઈ ઉંમરનાં બાળકોને આપવામાં આવશે? મંજૂરી મળ્યાના 2 મહિના બાદ પણ ઝોઈકોવ-ડી માર્કેટમાં શા માટે આવી શકી શકતી નથી?બે વેક્સિનની ઉત્પાદનક્ષમતા કેટલી છે? ડિસેમ્બર સુધી બન્ને માર્કેટમાં આવી જશે તો પ્રોડક્શન કેપિસિટીની ઝડપને જોતાં આગામી વર્ષ સુધી કેટલાં બાળકો વેક્સિનેટ થઈ શકે છે.

બાળકો માટે કઈ વેક્સિનને મળી છે મંજૂરી?

 • સરકારે ઝોયકોવ-ડીને બાળકોના વેક્સિનેશન માટે મંજૂર કરી છે. ઝોઈકોવ-ડીને ઝાઈડસ કેડિલાએ બનાવી છે. DGCIએ ઓગસ્ટમાં કેડિલાને મંજૂરી આપી હતી. વેક્સિનને 12 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકો માટે ઈમર્જન્સી યુઝ ઓથોરાઈઝેશન (EUI)ની મંજૂરી મળી છે.
 • ઓક્ટોબરમાં નેશનલ ડ્રગ્સ રેગ્યુલેટરની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)એ કોવેક્સિનને તમામ બાળકો માટે ઈમર્જન્સી યુઝની ભલામણ કરી. આ વેક્સિનને ક્યાં સુધી DGCIની મંજૂરી મળવા બાકી છે. એને 2-18 વર્ષનાં બાળકોને લગાવી શકાશે.

ઝોઈકોવ-ડીને ઓગસ્ટમાં મંજૂરી મળી, અત્યારસુધી માર્કેટમાં શા માટે આવી શકી નથી?

 • અહેવાલ પ્રમાણે કંપની વેક્સિનની કિંમત 1900 રૂપિયા રાખવા ઈચ્છે છે. જ્યારે સરકાર વેક્સિનની કિંમતને ઓછી કરવા માગે છે. આ માટે સરકાર અને કંપની વચ્ચે વાતચીત પણ ચલાવી રહી હતી અને હવે કોઈ નિશ્ચિત કિંમતને લઈ સહમતી બની ગઈ છે.
 • ત્રીજા ફેઝના ટ્રાયલમાં વેક્સિનની એફિકેસી 66% હતી. અગાઉની 2 ટ્રાલયમાં પણ કોઈપણ પ્રકારની આડઅસર દેખાઈ ન હતી. જોકે કંપનીએ અત્યારસુધી ફેઝ ટ્રાયલ્સ ડેટા રિલીઝ કર્યા નથી. વેક્સિન આવવામાં થઈ રહેલા વિલંબનું કારણ પણ છે.
 • વેક્સિનની ઉપલબ્ધતા પણ એક સીમાચિહન છે. અત્યારે કંપની પ્રત્યેક મહિને વેક્સિનના આશરે 1 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાની વાત કરી રહી છે. આ સંજોગોમાં શરૂઆતમાં માગ પ્રમાણે પુરવઠો નહીં હોવાના સંજોગોમાં પણ પડકાર જોવા મળે છે.

ઝોઈકોવ-ડીના ઉત્પાદન કેપિસિટી કેટલી છે?

 • ઝોઈડસ કેડિલા એક વર્ષમાં 24 કરોડ ડોઝના ઉત્પાદનની વાત કરી રહ્યા છે. કંપની પ્રથમ મહિનામાં આશરે એક કરોડ ડોઝ બનાવશે. ત્યાર બાદ આગામી મહિનાથી ઉત્પાદનને બમણા કરવામાં આવશે. આ સાથે જ પ્રોડક્શન વધારવા માટે બીજા મેન્યુફેક્ચરર્સથી પણ વાત ચાલી રહી છે.

કોવેક્સિનની શી સ્થિતિ છે?

 • વેક્સિનેશન એક્સપર્ટ પેનલે કોવેક્સિનને પણ બાળકોને લગાવવા માટે ભલામણ કરી છે, જોકે DCGI અત્યારે કોવેક્સિનેશનની બાળકો પર અસરને લગતા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ કોવેક્સિનને ઈમર્જન્સી યુઝ ઓથોરાઈઝેશન મળશે.

કોવેક્સિનનું ઉત્પાદન પણ ધીમું

 • કોવેક્સિનને અત્યારસુધી જેટલા ઉત્પાદનને લગતો દાવો કરવામાં આવ્યો છે એને પૂરો કરી શકાયો નથી. સપ્ટેમ્બર સુધીમાં કોવેક્સિન પ્રત્યેક મહિને આશરે 3.5 કરોડ ડોઝનું ઉત્પાદન કરી રહ્યા છે. જોકે કંપનીએ કહ્યું છે કે ઓક્ટોબરથી તેઓ પ્રત્યેક મહિને 5.5 કરોડ ડોઝ ઉત્પાદન કરશે.
 • મેમાં કંપનીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ઓગસ્ટથી સપ્ટેમ્બર સમયે પ્રત્યેક મહિને આશરે 10 કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકે છે. ત્યાર બાદ આ આંકડાને ઓછું કરી 8 કરોડ કરવામાં આવ્યું. ત્યાર બાદ પણ પ્રોડક્શનના આંકડા પૂરા થઈ શકતા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેક્સિનના રો-મટીરિયલની તંગી તથા ફિલિંગ કેપિસિટીની અછતને લીધે પ્રોડક્શન ધીમી થઈ રહી છે.

આ સંજોગોમાં બાળકોના વેક્સિનેશનની મંજૂરી મળ્યા બાદ પણ કોવેક્સિન માટે એનું ઉત્પાદન એક મોટા પડકાર બની શકે છે.

તો શું બાળકોને લાગનારી કોવેક્સિન મોટા લોકોથી અલગ હશે?

 • બાળકોને લાગનારી કોવેક્સિન એ જ હશે કે જે મોટા લોકોને લાગી રહી છે. વેક્સિન તૈયાર કરનારી કંપની ભારત બાયોટેકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીએ મે મહિનામાં ટ્રાયલની મંજૂરી મળી છે. ત્યાર બાદ તેમણે મોટા લોકોને લગાવવામાં આવી રહેલી કોવેક્સિનને 525 બાળકો પર ટ્રાયલ કરવામાં આવી છે. 28 દિવસના અંતરે એના બન્ને ડોઝ આપવામાં આવ્યા. ટ્રાયલના વચગાળાના ડેટા ઓક્ટોબરમાં સબ્મિટ કરવામાં આવ્યા. ટ્રાયલમાં આ વેક્સિન બાળકો પર પણ ઈફેક્ટિવ અને સલામત જોવા મળી છે.

તો પછી ડિસેમ્બર,2022 સુધી કેટલાં બાળકોને વેક્સિન લાગશે?

જો ત્રણ ડોઝવાળી ઝોઈકોવ-ડી આગામી એક વર્ષમાં 24 કરોડ ડોઝના ઉત્પાદન કરે છે તો પણ તેનાથી 8 કરોડ બાળકોને જ સંપૂર્ણપણે વેક્સિનેટ કરી શકાશે. આ રીતે કોવેક્સિન છેલ્લા 9 મહિનામાં 11.88 કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકે છે. જો આ રીતે આ ઝડપી કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે તો આગામી 1 વર્ષમાં આશરે 16 કરોડ ડોઝનું ઉત્પાદન થઈ શકે છે. ધારો કે તમામ 16 કરોડ ડોઝ બાળકોને આપવામાં આવે છે તો તેનાથી 8 કરોડ બાળકોને વેક્સિનેટ થઈ જશે. એટલે કે જો જલ્દીથી બાળકોનું વેક્સિનેશન શરૂ થાય છે તો એક વર્ષમાં બન્ને વેક્સિનના કુલ ડોઝ પણ 16 કરોડ બાળકોનું વેક્સિનેટ કરી શકશે.

જોકે, દેશની કુલ વસ્તીના 40 ટકા વસ્તી 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. એટલે કે આશરે 55થી 60 કરોડની વસ્તીમાં ફક્ત 25થી 30 ટકા વસ્તીને જ વેક્સિન લાગી શકશે.

તો ક્યાં સુધી શરૂ થઈ શકે છે બાળકોનું વેક્સિનેશન?

આ સાથે એવું માનવામાં આવે છે કે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં બાળકોનું વેક્સિનેશન શરૂ થઈ શકે છે. સરકાર ઈચ્છે છે કે કમોર્બિડિટીવાળા બાળકોને પહેલા વેક્સિનેટ કરવામાં આવે. જોકે કઈ બીમારીઓને કઈ શ્રેણીમાં જોડવામાં આવે અને તે માટે કયા દસ્તાવેજની જરૂર પડશે, આ અંગે વિચારણા ચાલી રહી છે. એપ્રિલમાં જ્યારે ભારતે ગંભીર બીમારીવાળા લોકોના વેક્સિનેશનની શરૂઆત કરી હતી ત્યારે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન/મેડિકલ અહેવાલના આધારે વેક્સિન લગાવવામાં આવી હતી.

કેટલી સલામત છે બાળકોની વેક્સિન

ઝાઈકોવ-ડી

કંપનીએ કહ્યું છે કે તેણે 50 સેન્ટર પર 28 હજારથી વધારે કેન્ડિડેટ પર વેક્સિનનો ટ્રાયલ કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સૌથી મોટું વેક્સિન ટ્રાલયલ છે. જે 28 હજાર કેન્ડિકેટને ટ્રાયલમાં સામેલ કરવામાં આવ્યા હતા તેમાંથી 1 હજારની ઉંમર 12થી 18 વર્ષ વચ્ચે હતી. કંપનીએ કહ્યું કે ટ્રાયલ આ એજ ગ્રુપમાં પણ સંપૂર્ણપણે સફળ રહી છે.

કોવેક્સિન

ભારત બાયોટેકે બાળકો પર ફેઝ-2 અને 3ના ટ્રાયલ સપ્ટેમ્બરમાં જ પૂરા કરવામાં આવેલ છે. AIIMSના પ્રોફેસર ડોક્ટર સંજય રાય કહે છે કે કોવેક્સિન બાળકો પર પણ એટલી ઈફેક્વિટ છે કે જેટલી ઉંમરલાયક લોકો પર છે. કોવેક્સિનના 2-6,6-12 અને 12-18 વર્ષ સુધીનાં બાળકો પર અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવે છે.

શું બાળકોમાં વેક્સિનને લીધે ગંભીર આડઅસર જોવા મળી શકશે?
નહીં, જેટલા પણ દેશ બાળકોને વેક્સિનેટ કરી રહ્યા છે તે પૈકી કોઈને વેક્સિનેશનની ગંભીર આડઅસર જોવા મળી નથી. બાળકોમાં પણ વેક્સિનેશન બાદ ઉંમરલાયક લોકોની માફક આડઅસર જોવા મળે છે, જેમ કે તાવ આવવો, માથું દુખવું વગેરેનો સમાવેશ થાય છે.