દેશમાં ઓમિક્રોનના કેસનો આંકડો 200ને પાર કરી ગયો છે. કેન્દ્ર સરકારે આને કેસ વધવાનો પ્રારંભિક સંકેત માનીને રાજ્યોને ગાઈડલાઈન જારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે ઓમિક્રોન કોરોનાના જૂના વેરિએન્ટ ડેલ્ટાના મુકાબલે 3 ગણો ઝડપથી ફેલાય છે, તેથી રાજ્ય જરૂરી ઉપાય અપનાવવાનું શરૂ કરી દે.
સમજીએ, સમગ્ર ગાઈડલાઈન શું છે? કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માટે શું નિયમ છે? ક્યારે લાગુ કરાશે નાઈટ કર્ફ્યુ? અને અત્યારે કયા રાજ્યોમાં શું નિયમ લાગુ છે?
પ્રથમ ગાઈડલાઈન સમજીએ
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે જો કોઈ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ટેસ્ટ પોઝિટિવિટી રેટ 10%થી વધુ છે કે ઓક્સિજન બેડની ઓક્યુપન્સી 40%થી વધુ છે, તો જિલ્લામાં પ્રતિબંધ લગાવી શકાય છે. પ્રતિબંધોમાં નાઈટ કર્ફ્યુ, ટેસ્ટિંગ અને કન્ટેનમેન્ટ ઝોન જેવા ઉપાય સામેલ છે. તેમાં ડેટા એનેલિસિસ પર ભાર આપતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી પોતાની હદમાં આવતા પહેલા જ સંક્રમણ રોકવાના ઉપાય કરવા માટે કહ્યું છે.
શું 10%થી ઓછો પોઝિટિવિટી રેટ હોવા પર પણ પ્રતિબંધ લગાવાઈ શકે છે?
હા. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે બાકીની પરિસ્થિતિઓને જોતા 10%થી ઓછા પોઝિટિવિટી રેટ હોય પછી પણ પ્રતિબંધો લગાવી શકાય છે. જનસંખ્યા ઘનત્વ અને ઓમિક્રોનની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને પણ નિર્ણય લઈ શકાય છે.
કન્ટેનમેન્ટને લઈને શું ગાઈડલાઈન જારી કરવામાં આવી છે?
ગાઈડલાઈનમાં નાઈટ કર્ફ્યુ, મોટા સમારંભો પર પ્રતિબંધ, લગ્નો અને અંતિમ સંસ્કારોમાં લોકોની સંખ્યા ઓછી કરવી, ઓફિસ અને ઈન્ડસ્ટ્રીમાં વર્કરની સંખ્યા ઓછી કરવા જેવા સૂચનો આપવામાં આવ્યા છે. હોસ્પિટલમાં બેડ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન ઈક્વિપમેન્ટ અને દવાઓ માટે ઈમર્જન્સી ફંડ ઉપયોગ કરવાના સૂચન પણ આપવામાં આવ્યા છે.
જો કોઈ સ્થળે એક સાથે મોટી સંખ્યામાં નવા કેસો આવી રહ્યા છે તો તમામ સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલવાના રહેશે.
બાકી ગાઈડલાઈન શું છે એ પણ જાણી લઈએ
ટેસ્ટિંગ અને સર્વેલન્સને લઈને જિલ્લાઓમાંથી ડોર-ટૂ-ડોર કેસ સર્ચ કરવા કહેવાયું છે. કોમોર્બિડિટીવાળા લોકોના ટેસ્ટ, તમામ પોઝિટિવ કેસોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ડેઈલી ટેસ્ટમાંRT-PCR ટેસ્ટ વધારવા માટે કહેવાયું છે.
કેન્દ્રએ રાજ્યોને આ નિર્દેશ કેમ આપ્યા છે?
કેન્દ્રએ કહ્યું છે કે હાલના આંકડાઓનાં હિસાબે ઓમિક્રોન ડેલ્ટાથી 3 ગણો વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનનો સામનો કરવા માટે વૉર રૂમ એક્ટિવ કરી દેવો જોઈએ. ઓમિક્રોન અને ડેલ્ટા બંને વેરિએન્ટ હજુ પણ દેશભરમાં છે. આથી લોકલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર વધુ દૂરદર્શિતા દર્શાવવાની અને ત્વરિત કાર્યવાહીની આવશ્યકતા છે.
કયા રાજ્યોમાં મળ્યા છે ઓમિક્રોનના કેસો?
ભારતમાં ઓમિક્રોનના પ્રથમ 2 કેસ 2 ડિસેમ્બરે કર્ણાટકમાં મળ્યા હતા. તેના પછી માત્ર 20 દિવસમાં જ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 200થી વધુ થઈ ગઈ છે. 22 ડિસેમ્બર સુધી દેશના 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દી મળ્યા છે. મોટાભાગના કેસો મહારાષ્ટ્ર, દિલ્હી, તેલંગણા, કર્ણાટક અને રાજસ્થાનમાં છે.
અત્યારે કયા રાજ્યોમાં કેવા પ્રતિબંધો છે?
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં આવનારા તમામ લોકો માટે ફુલી વેક્સિનેટેડ હોવું કે 72 કલાક અગાઉ જ RT-PCR નેગેટિવ રિપોર્ટ દર્શાવવો જરૂરી છે. 16થી 31 ડિસેમ્બર સુધી મુંબઈ શહેરમાં
કલમ-144 લગાવાઈ છે. લોકોને એક સ્થળે એકત્ર થવા અને જાહેર આયોજનો પર પ્રતિબંધ છે. આ સાથે જ કોઈપણ ઈવેન્ટમાં વેન્યુની ક્ષમતાના 50% લોકોને જ એટેન્ડ કરવાની
અનુમતિ છે. પ્રોગ્રામના આયોજનોનું ફુલી વેક્સિનેટેડ હોવું જરૂરી છે.
ગુજરાતઃ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં 31 ડિસેમ્બર સુધી નાઈટ કર્ફ્યુ લગાવાયો છે. આ દરમિયાન રાતે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ક્યાંય પણ અવરજવર પર પ્રતિબંધ છે. જિમ અને રેસ્ટોરાં 75% કેપેસિટી સાથે જ ઓપરેટ કરી શકાશે.
કર્ણાટકઃ રાજ્યમાં 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ન્યુ યર પાર્ટી પર પ્રતિબંધ લગાવાયો છે. આ સતત બીજું વર્ષ છે જ્યારે અહીં કોઈ હોટેલ, પબ અને રેસ્ટોરાંમાં કે કોઈ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ખાનગી પાર્ટીમાં સેલિબ્રેશન માટે લોકો જમા નહીં થઈ શકે. હોટેલ, પબ અને રેસ્ટોરાંમાં ડીજે બોલાવીને ડાન્સ કરવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે.
દિલ્હીઃ ઓમિક્રોનના વધતા કેસોને જોઈને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ ક્રિસમસ અને ન્યુયર સેલિબ્રેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવા પ્રતિબંધો અનુસાર, હવે દિલ્હીમાં કોઈ રીતનો સમારંભ નહીં કરી શકાય. લગ્ન અને અન્ય સમારંભમાં 200 લોકોને સામેલ થવાની છૂટ આપવામાં આવી છે.
ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશના લખનઉ અને નોઈડામાં 31 ડિસેમ્બર સુધી કલમ-144 લાગુ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.