તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

EXPLAINER વીડિયો:CBSE ધો. 12ની માર્ક્સશીટ આ રીતે તૈયાર થશે, ડૉ. કિરીટ જોશીએ 6 આસાન સ્ટેપમાં સમજાવી ફૉર્મ્યૂલા

3 મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

CBSEનું ધો. 12નું રિઝલ્ટ તૈયાર કરવા 13 સભ્યની બનાવવામાં આવેલી કમિટીએ તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. જેમાં બોર્ડે રિઝલ્ટ જાહેર કરવા વિશેની 30:30:40ની ફોર્મ્યૂલા જણાવી છે. જે અંતર્ગત ધો. 10 અને 11નાં ફાઈનલ રિઝલ્ટ અને ધો.12ના પ્રી-બોર્ડના રિઝલ્ટને ફાઈનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. જો કે, આ ફોર્મ્યૂલા શું છે તે સમજવું ખુબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ, વાલીઓ દરેકને સવાલ છે કે, હવે માર્ક્સશીટ કેવી રીતે બનશે? જો કે સવાલ એ પણ છે કે, આ ફૉર્મ્યૂલા માન્ય રહે તો સૌથી મોટી અસર શું થશે? આ ફૉર્મ્યૂલાથી કેવી નેગેટિવ અસર થશે? રિઝલ્ટ પછી સૌથી મોટો પડકાર શું હશે? આ ફૉર્મ્યૂલા બાદ અન્ય રાજ્યો હવે શું નિર્ણય લેશે? આ તમામ સવાલોના જવાબ જાણો શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્તકર્તા ડૉ. કિરીટ જોશી પાસેથી.

અન્ય સમાચારો પણ છે...