તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • Can NRIs From Abroad Also Vote In Bengal Elections? But How Will Voting Happen? In Which Countries Will The Service Start? Know Everything

ભાસ્કર એક્સપ્લેનર:શું બંગાળ ચૂંટણીમાં NRI પણ વિદેશથી આપી શકશે વોટ? પણ કઈ રીતે થશે વોટિંગ? કયા દેશોમાં શરૂ થશે સર્વિસ? જાણો બધું

5 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

વિદેશમાં રહેતા ભારતીયો દેશમાં યોજાનાર ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ દ્વારા વોટ આપી શકશે. તેનો પ્રસ્તાવ ચૂંટણી પંચે કાયદા મંત્રાલય સામે મૂક્યો છે. જો આ પ્રસ્તાવ પસાર થઈ જશે તો આ વર્ષે જ એપ્રિલ-મેમાં આસામ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં NRI પોસ્ટલ બેલેટથી વોટિંગ કરી શકશે.

પરંતુ આ વોટિંગ થશે કેવી રીતે? અને શું અત્યાર સુધી NRI વોટ આપી શકતા નથી? જો પ્રસ્તાવ પસાર થાય છએ તો કયા દેશોમાં રહેતા NRIને આ સર્વિસનો ફાયદો મળશે? આવો જાણીએ...

સૌ પ્રથમ વાત એ કે ચૂંટણી પંચનો પ્રસ્તાવ શું છે?

 • 27 નવેમ્બરે ચૂંટણી પંચે કાયદા મંત્રાલય સામે એ પ્રસ્તાવ રાખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશોમાં રહેતા ભારતીય વોટરો માટે પણ પોસ્ટલ બેલેટની સુવિધા હોય, જેથી તેઓ 2021માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં વિદેશથી જ વોટ આપી શકે. આ માટે કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલ્સ, 1961માં ફેરફારની જરૂર હશે.
 • અત્યારે પોસ્ટલ બેલેટની સુવિધા સર્વિસ વોટર્સને મળે છે. સર્વિસ વોટર એટલે કે ચૂંટણી ડ્યુટીમાં સામેલ કર્મચારી, સેનાના જવાન કે પછી વિદેશોમાં કામ કરનારા સરકારી અધિકારી હોય છે. આ લોકો ઈલેક્ટ્રોનિકલી કે પોસ્ટ દ્વારા વોટિંગ કરે છે.
 • ગત વર્ષે કોરોનાકાળમાં બિહારમાં ચૂંટણી યોજાઈ તો આ સુવિધા 80 વર્ષ કે તેનાથી વધુ વયના વૃદ્ધજનો, દિવ્યાંગો, કોરોના સંક્રમિતો અને ક્વોરેન્ટાઈન કરાયેલા લોકોને પણ મળી હતી.

તો NRI વોટર અત્યારે કઈ રીતે વોટ આપે છે?

 • 2010 અગાઉ વિદેશોમાં રહેતા ભારતીયોને વોટિંગનો અધિકાર નહોતો. એ સમય સુધી એવો નિયમ હતો કે જો કોઈ ભારતીય છ મહિનાથી વધુ સમયથી વિદેશમાં રહે છે તો તેનું નામ વોટર લિસ્ટમાંથી હટી જશે.
 • ત્યાર પછી 2020માં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું. તેના પછી NRIને પણ વોટિંગનો અધિકાર મળી ગયો, પરંતુ તેમાં પણ એક શરત હતી કે NRIને વોટ નાખવા માટે પોલિંગ સ્ટેશન પર આવવાનું રહેશે.
 • રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની કલમ-20A કહે છે કે વોટ આપવા માટે વ્યક્તિએ પોલિંગ સ્ટેશન જવું પડશે. 2017માં સરકાર આ જ અવરોધ હટાવવા માટે કાયદો લાવી હતી. 2018માં આ બિલ લોકસભામાં પાસ પણ થઈ ગયું. પરંતુ, 2019માં લોકસભાનો કાર્યકાળ ખતમ થઈ ગયો અને પ્રસ્તાવ અધ્ધરતાલ રહી ગયો.
 • સરકારના આ પ્રસ્તાવમાં હતું કે જો ભારતીય વિદેશમાં રહે છે, તેમના સ્થાને તેમના કોઈ સગા-સંબંધી ત્યાં મત આપી શકે. તેને પ્રોક્સી વોટિંગ નામ આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પંચનો પ્રસ્તાવ જો પસાર થઈ જાય છે, તો NRI વોટ કઈ રીતે આપશે?
ચૂંટણી પંચના નવા પ્રસ્તાવ અનુસાર જે રીતે અત્યારે સર્વિસ વોટર ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ એટલે કે ETPBS દ્વારા મત આપે છે, એ જ સિસ્ટમથી NRI પણ વોટ આપે. ભારતમાં 2016થી જ સર્વિસ વોટરને પોસ્ટલ બેલેટ દ્વારા વોટ આપવાની અનુમતિ મળી છે.

 • ETPBS દ્વારા સર્વિસ વોટરને અગાઉ પોસ્ટલ બેલેટ મોકલી દેવાય છે. તેના પછી સર્વિસ વોટર તેને ડાઉનલોડ કરીને પોતાનો મત આપે છે. તેના પછી તેને ઈમેલ દ્વારા કે પોસ્ટ દ્વારા રિટર્નિંગ ઓફિસરને મોકલી દેવાય છે. પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગવાળા દિવસે સવારે 8 વાગ્યા પહેલા મોકલી અપાય એ જરૂરી છે.
 • જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય છે. તો વિદેશમાં રહેતા ભારતીયોને ચૂંટણીનું નોટિફિકેશન જારી થવાના ઓછામાં ઓછા પાંચ દિવસની અંદર ETPBS દ્વારા વોટ આપવાની જાણકારી રિટર્નિંગ ઓફિસરને આપવાની રહેશે.
 • તેના પછી રિટર્નિંગ ઓફિસર ETPBS દ્વારા NRI વોટરોને બેલેટ મોકલશે. તેના પછી NRI વોટર બેલેટ પર પોતાનો મત આપશે અને સેલ્ફ એટેસ્ટેડ કરીને તેને ફરીવાર મોકલશે.

જો કે, આ મામલે NRIને ઈન્ડિયન એમ્બેસી કે કોન્સુલેટના કોઈ અધિકારીને પોસ્ટલ બેલેટ મોકલવાનું રહેશે. તેના પછી ત્યાંથી જ રિટર્નિંગ ઓફિસરની પાસે મોકલવામાં આવશે.

શું આ સુવિધા તમામ દેશોમાં શરૂ થશે?
જો ચૂંટણી પંચનો આ પ્રસ્તાવ પસાર થઈ જશે તો વિદેશમાં રહેનારા ભારતીયો ત્યાંથી બેઠા બેઠા વોટ આપી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણી પંચે વિદેશ મંત્રાલય સાથે આ મામલે વાત કરી છે. હાલમાં આ સર્વિસને પાયલટ પ્રોજેક્ટ તરીકે અમેરિકા, કેનેડા, જાપાન, ન્યુઝિલેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ અને સાઉથ આફ્રિકા સહિત અનેક દેશોમાં રહેતા ભારતીયો માટે શરૂ કરવામાં આવી શકે છે. જો કે, ખાડીના દેશોમાં રહેતા લોકોને આ સુવિધા અત્યારે નહીં મળે.

ખાડીના દેશોમાં રહેતા ભારતીયોએ શા માટે રાહ જોવી પડશે?
સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, કુવૈત અને કતાર જેવા ખાડીના દેશોમાં લોકતંત્ર નથી. એવામાં અહીં પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાવવી ચૂંટણી પંચ માટે પડકારરૂપ બની શકે છે. બીનલોકતાંત્રિક દેશોમાં વોટિંગની વ્યવસ્થા કરવા, વોટ આપવા અને ઈન્ડિયન એમ્બેસીસની બહાર લાંબી લાંબી લાઈન લગાવવા માટે ત્યાંની સરકારની મંજૂરી લેવી પડશે. એવી આશંકા છે કે બીનલોકતાંત્રિક દેશ તેના માટે અનુમતિ ન આપે. આથી અહીં રહેતા ભારતીયોને અત્યારે આ માટે લાંબી રાહ જોવી પડી શકે છે.

અત્યારે કેટલા ભારતીય વોટર વિદેશોમાં રહે છે?
2014ની ચૂંટણીના સમયે 11 હજાર 856 ભારતીય વોટર વિદેશમાં રહેતા હતા. 2019માં તેમની સંખ્યા વધીને લગભગ 1 લાખ થઈ ગઈ. તેમાં પણ સૌથી વધુ 87 હજાર 651 વોટર કેરળના હતા. તેના પછી પાંચ હજાર વોટર આંધ્રપ્રદેશના રહેવાસી હતા. જો કે, પોસ્ટલ બેલેટની સુવિધા ન હોવાથી તેમાંથી અડધા પણ ચૂંટણીમાં મત આપી શકતા નહોતા. જે રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં વિદેશમાં રહેતા કેરળના 25 હજાર વોટરોએ જ મત આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...