તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ક્રિમિનલ કેસ થવા પર કોઈ વ્યક્તિ સરકારી નોકરી મેળવી શકે છે? શું તેને વિદેશયાત્રાએ જવાની અનુમતિ નથી?

25 દિવસ પહેલા

થોડા દિવસ અગાઉ કાશ્મીર પોલીસે એક સર્ક્યુલર જારી કર્યો છે. ફિલ્ડ ઈન્ટેલિજન્સ યુનિટ્સને કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ સરકારી નોકરી કે પાસપોર્ટ માટે અરજી કરે છે તો એ જોવામાં આવે કે તે પથ્થરબાજી કે સરકાર વિરુદ્ધ માર્ગો પર દેખાવોમાં સામેલ રહ્યો છે કે નહીં. જો કોઈ અરજદારનો પોલીસ રેકોર્ડ કે ક્રિમિનલ એક્ટિવિટીનો પુરાવો મળે છે તો તેને સિક્યોરિટી ક્લિયરન્સ નહીં દેવામાં આવે, એટલે કે કોઈ ક્રિમિનલ કેસ થવા પર ન તો પાસપોર્ટ બનશે અને ન તો સરકારી નોકરી મળી શકે.

કાશ્મીર પોલીસના આ આદેશનો શો અર્થ છે? શું ક્રિમિનલ કેસ થવા પર તેમને વિદેશ જવાની અનુમતિ નથી? શું ક્રિમિનલ કેસ તમને સરકારી નોકરી મેળવતા રોકી શકે છે? શું કહે છે આ સંબંધમાં કાયદો? આ જ સવાલોના જવાબ અમે અહીં આપવાની કોશિશ કરી રહ્યા છીએ-

પાસપોર્ટ ઓથોરિટી કંઈ પરિસ્થિતિઓમાં પાસપોર્ટ આપવાથી ઈનકાર કરી શકે છે?

 • ઈન્ડિયન પાસપોર્ટ એક્ટ 1967ની કલમ 6(2) અનુસાર, પાસપોર્ટ અધિકારી પાસે અધિકાર છે કે તે પાસપોર્ટ જારી કરવાની મનાઈ કરી શકે છે. 1. જો અરજદાર ભારતનો નાગરિક નથી. 2. અરજદાર ભારતની બહાર, દેશનું સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ ગતિવિધિઓમાં સામેલ થઈ રહ્યો હોય કે અરજદારનું વિદેશ જવું દેશની સુરક્ષા માટે ખતરનાક બની શકે. 3. એ વ્યક્તિના વિદેશમાં જવાથી ભારતના કોઈ અન્ય દેશ સાથેના મૈત્રી સંબંધો પર ખરાબ અસર પડતી હોય.
 • જો પાંચ વર્ષમાં ઓછામાં ઓછી બે વર્ષની સજા થઈ છે તો પાસપોર્ટ અધિકારી તેને પાસપોર્ટ આપવાનો ઈનકાર કરી શકે છે. પાંચ વર્ષમાં ઓછામાં ઓછા બે વર્ષની સજાવાળો કોઈ અપરાધ સાબિત થયો હોય તો પાસપોર્ટ જારી નહીં થાય. જો અરજદાર વિરુદ્ધ કોઈ ક્રિમિનલ કોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ છે તોપણ પાસપોર્ટની અરજી નકારી દેવાય છે.
 • જો કોઈની વિરુદ્ધ ધરપકડ વોરંટ કે પેશગી માટે સમન પેન્ડિંગ છે તોપણ પાસપોર્ટ અધિકારી પાસપોર્ટ અરજી રદ કરી શકે છે. જો કેન્દ્ર સરકારને લાગે છે કે કોઈ વ્યક્તિને પાસપોર્ટ જારી કરવો જનહિતમાં નથી તો તેને પાસપોર્ટ આપવાનો ઈનકાર થઈ શકે છે.

ક્રિમિનલ કેસના આધારે અરજી રિજેક્ટ થાય છે તો કાયદાકીય માર્ગ બચે છે?

 • પાસપોર્ટ એક્ટના સેક્શન 22ના મામલે 1993માં કેન્દ્ર સરકારે નોટિફિકેશન જારી કર્યું હતું. આ કોઈપણ વ્યક્તિ કે કોઈ ગ્રુપને નિશ્ચિત અવધિ માટે પાસપોર્ટ જારી કરવાની અનુમતિ આપે છે.
 • વિદેશ મંત્રાલયનું આ નોટિફિકેશન એ લોકોને રાહત આપે છે, જેની વિરુદ્ધ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. આ નોટિફિકેશન અંતર્ગત જો કોર્ટ પાસેથી અનુમતિ મળે છે તો અરજદાર પાસપોર્ટ કે યાત્રા દસ્તાવેજ હાંસલ કરી શકે છે. આ મામલે અદાલતે પાસપોર્ટને નિશ્ચિત અવધિ માટે જારી કરે છે. જો આદેશમાં કોઈ અવધિ ન લખી હોય તો આ પાસપોર્ટ એક વર્ષ માટે જારી થાય છે.

ક્રિમિનલ્સને પાસપોર્ટ સાથે સંકળાયેલા નોટિફિકેશન પર કોર્ટનું શું વલણ છે?

 • 1993ના નોટિફિકેશનને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જાન્યુઆરી 2016માં હાઈકોર્ટે નોટિફિકેશનને યથાવત્ રાખ્યું. આ સાથે જ એક્ટની સેક્શન 6(2)(f)ને યથાવત્ રાખી અને ક્રિમિનલ કેસ પેન્ડિંગ થવા પર પાસપોર્ટનો ઈનકાર કરવાના પાસપોર્ટ અધિકારીના અધિકારને યથાવત્ રાખ્યો.
 • આ મામલે અરજદાર સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની વિરુદ્ધ અપીલ કરી હતી. તેમને તર્ક છે કે આ સેક્શન ગંભીર અને બિનગંભીર અપરાધો કે જામીન કે બિનજામીન અપરાધોમાં કોઈ અંતર રાખતી નથી. આ આધારે એ અનુચિત છે. અપીલમાં 1993ના નોટિફિકેશનમાં એક વર્ષની અવધિ માટે પાસપોર્ટ જારી કરવાના નિયમને પણ પડકારે છે.

કોઈની વિરુદ્ધ કોઈ કેસ નોંધાયેલો છે તો શું તેને સરકારી નોકરી નહીં મળે?

 • ના. આ તો એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ જ છે કે સરકારી નોકરીની ભરતીપ્રક્રિયામાં કેરેક્ટર સર્ટિફિકેટ લેવામાં આવે છે. એ જોવામાં આવે છે કે જો વ્યક્તિ સરકારી નોકરી કરનારો છે, તેનું કેરેક્ટર કેવું છે.
 • સામાન્ય રીતે અરજદારોને જ કેરેક્ટર સર્ટિફિકેટ આપવાનું હોય છે. એનાથી ફોર્મ ભરાવવામાં આવે છે અને તેમને પૂછવામાં આવે છે કે શું તેમની ભૂતકાળમાં ધરપકડ થઈ હતી? શું તેમને કસ્ટડીમાં લેવાયા હતા? શું તેમને કોઈ અપરાધ માટે દોષિત ઠેરવામાં આવ્યા હતા? શું તેમની વિરુદ્ધ કોઈ કેસ પેન્ડિંગ છે?
 • જો કોઈ વ્યક્તિનો ક્રિમિનલ રેકોર્ડ છે તો આ આધારે અરજી આપોઆપ રદ થતી નથી. એનો ઉપયોગ અરજદારની ઉમેદવારી રદ કરવામાં થઈ શકે છે. હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટના આદેશોથી બનેલા કાયદા જણાવે છે કે કોઈને પણ ગુનાહિત રેકોર્ડવાળા અરજદારને ભરતી કરવા માટે બાધ્ય કરી શકાય નહીં.
 • અરજદાર પર લાગેલા આરોપો અને પેન્ડિંગ કેસના આધારે એમ્પ્લોયર પોતાના વિવેકના આધારે નિર્ણય લઈ શકે છે.

કોઈ ક્રિમિનલ કેસની જાણકારી છુપાવીને નોકરી મેળવે તો શું થાય?

 • કોઈએ સરકારી નોકરીની અરજીમાં ક્રિમિનલ રેકોર્ડ અંગેની જાણકારી છુપાવી છે તો તેને ગંભીરતાથી લેવામાં આવે છે. એ વ્યક્તિની વિરુદ્ધ કેસ પણ ચાલી શકે છે. ઉમેદવારી રદ થઈ શકે છે. જો નોકરી પર કામ કરી રહ્યો છે તો તેની સેવા સમાપ્ત થઈ શકે છે.
 • જો કોઈ વ્યક્તિની નિયુક્તિ અને નોંધાયેલા કેસ અંગેની હકીકત સામે આવવામાં લાંબો સમય લાગી શકે છે તો એ સાબિત કરવા માટે તપાસની જરૂર પડી શકે છે. એનાથી સાબિત થાય છે કે કર્મચારીએ તથ્યોને છુપાવ્યાં અને એ આધારે તેની સેવા સમાપ્ત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે અનેક દાયકાઓમાં આપેલા અનેક પ્રકારના નિર્ણયોને એકસાથે સંક્ષેપમાં રાખીને અવતારસિંહ વિ. ભારત સંઘ (2016)માં ગાઈડલાઈન નક્કી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...