તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:બ્રેન્સન અને બેજોસ જઈ રહ્યા છે અંતરિક્ષની સફરે; પરંતુ આખરે અંતરિક્ષ શરૂ ક્યાંથી થાય છે? કેવું રહેશે આ સ્પેસ ટ્રાવેલ?

એક મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

આ મહિનો સ્પેસ ટૂરિઝમની દુનિયામાં નવી છલાંગનો છે. આ મહિને ત્રણ મોટી વાતો બનવાની છે, પ્રથમઃ બ્રિટિશ બિઝનેસમેન અને વર્જિન ગ્રૂપના ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સન 11 જુલાઈએ મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે સ્પેસશિપ-2 યુનિટી પર સવાર થઈને સ્પેસની સફર કરશે.

બીજીઃ નવ દિવસ પછી, એટલે કે 20 જુલાઈએ એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ ‘એજ ઓફ સ્પેસ’ એટલે કે અંતરિક્ષના છેડાની સફર માટે ઉડ્ડયન કરશે.

ત્રીજીઃ મહિનાના અંતમાં બોઈંગ પોતાના સ્કાયલાઈનરની ટેસ્ટ ફ્લાઈટ ઉડાવવાની છે.

બ્રેન્સનનું વર્જિન સ્પેસ શિપ (VSS) યુનિટી સ્પેસપ્લેનની સફળ ફ્લાઈટ પૃથ્વીની કક્ષાની અંદર એટલે કે સબઓર્ટિબલ ટૂરિઝમના નવા માર્ગ ખોલશે. બેજોસ અને બોઈંગની ફ્લાઈટ્સ સફળ રહેશે તો એજ ઓફ સ્પેસ એટલે કે અંતરિક્ષના છેડા સુધી પ્રાઈવેટ કમર્શિયલ સ્પેસ ટ્રાવેલનું માર્કેટ પણ ઝડપથી વધશે. અત્યાર સુધી ક્રૂ વિના મિશન સફળ રહ્યા છે. બ્રેન્સનની વર્જિન ગેલેક્ટિક, બેજોસની બ્લુ ઓરિજિન સાથે જ એલન મસ્કની સ્પેસએક્સ અને બોઈંગ પણ સ્પેસ ટૂરિઝમના ક્ષેત્રમાં આગળ ડગ માંડી રહી છે. બ્રેન્સનના મિશનમાં ભારતની પુત્રી સિરિશા ભારતમાં જન્મી અને અંતિરક્ષમાં જનારી કલ્પના ચાવલા પછી બીજી મહિલા બની જશે.

બ્રેન્સન અને બેજોસની કંપનીઓને ક્રૂની સાથે મિશનની અનુમતિ મળી ચૂકી છે. આ કારણથી બ્રેન્સન 11 જુલાઈ અને બેઝોસ 20 જુલાઈએ પોતાની કંપનીઓના પ્રથમ મેન્ડ-મિશનમાં સાથે જઈને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. બ્રેન્સનની કંપનીની તૈયારી 2022થી દર સપ્તાહે સ્પેસ સુધી લઈ જવાની છે. આ માટે તે 2.50 લાખ ડોલર એટલે કે લગભગ 1.90 કરોડ રૂપિયા વસૂલવાની તૈયારીમાં છે. આ જ આધારે રોઇટર્સના એક રિપોર્ટના પ્રમાણે 2030 સુધીમાં સ્પેસ ટૂરિઝમ માર્કેટ 3 બિલિયન ડોલર, એટલે કે 26 હજાર કરોડ રૂપિયા થવા જઈ રહ્યા છે.

આવો સમજીએ કે આ એજ ઓફ સ્પેસની ફ્લાઈટ્સ શું છે? આ સાથે જ બ્રેન્સન અને બેઝોસનું સ્પેસ ટ્રાવેલ કેવું થવાનું છે...

પરંતુ સૌથી પહેલો સવાલ કે આખરે સ્પેસ શરૂ ક્યાંથી થાય છે?

 • આપને લાગતું હશે કે જ્યાં વાયુમંડળ ખતમ, ત્યાંથી સ્પેસ શરૂ થઈ જાય છે. પરંતુ એવું નથી. વાયુમંડળ તો ધરતીથી લગભગ 10 હજાર કિમી ઉપર છે. પરંતુ આ પણ અંતિમ સત્ય નથી. જેમ જેમ આપ ઉપર જશો, હવા ઓછી થતી જશે. ક્યાં ખતમ થઈ ગઈ, એ નિશ્ચિતપણે જાણવું મુશ્કેલ છે.
 • એ તો ઠીક, સ્પેસ શરૂ થવા અંગે અલગ-અલગ એજન્સીઓની પોતાની પરિભાષાઓ છે. નાસા અને આંતરરાષ્ટ્રીય સ્તરે એરોનોટિકલ અને એસ્ટ્રોનોટિકલ રેકોર્ડ રાખનાર સંગઠન ફેડરેશન એરોનોટિક ઈન્ટરનેશનલ માને છે કે કારમન લાઈનથી અંતરિક્ષ શરૂ થઈ જાય છે તો પછી કારમન લાઈન શું છે? આ એક કાલ્પનિક લાઈન છે, જે સમુદ્રની સપાટીથી 100 કિમી ઉપર છે. તેનાથી ઉપર જનારને એસ્ટ્રોનોટ માનવામાં આવે છે. હવે બ્રેન્સન અને બેજોસ સ્પેસ સુધી જઈ રહ્યા છે તો તેમને 100 કિમી ઉપર જવાનું રહેશે, ત્યારે તેમને આપણે એસ્ટ્રોનોટ કહી શકીશું.

આવો હવે જાણીએ કે રિચર્ડ બ્રેન્સન અને જેફ બેઝોસનું મિશન કેવું રહેવાનું છે-

રિચર્ડ બ્રેન્સનઃ એરપ્લેનમાં ઉપર જશે અને પછી તેમાંથી રોકેટ અલગ થશે

 • ક્યારેઃ 11 જુલાઈ, રવિવાર
 • સમયઃ સાંજે 6 વાગ્યે (ભારતીય સમયાનુસાર)
 • ક્યાંથીઃ સ્પેસપોર્ટ અમેરિકા, ન્યુ મેક્સિકો
 • ફ્લાઈટની અવધિઃ 2.5 કલાક
 • કેટલી ઉપર જશેઃ 90-100 કિમી
 • અહીં દેખાશે લાઈવઃ VirginGalactic.com, Twitter, YouTube અને Facebook

રિચર્ડ બ્રેન્સનની પોતાની કંપની છે વર્જિન ગેલેક્ટિક. તેણે અત્યાર સુધીમાં ત્રણ વખત એજ ઓફ સ્પેસ સુધીની સફર કરી છે. પરંતુ આ અત્યાર સુધી ટેસ્ટ ફ્લાઈટ્સ જ હતી. 25 જૂને કંપનીને ઔપચારિક રીતે લાઇસન્સ મળ્યું છે. એટલે કે હવે કંપની સામાન્ય લોકોને બેઝિક ટ્રેનિંગ પછી સ્પેસ સુધી લઈ જઈ શકે છે.

રિચર્ડ બ્રેન્સ, સિરિશા અને આ ફ્લાઈટમાં ઉડ્ડયન ભરનારા તમામ છ સભ્યો.
રિચર્ડ બ્રેન્સ, સિરિશા અને આ ફ્લાઈટમાં ઉડ્ડયન ભરનારા તમામ છ સભ્યો.

બ્રેન્સન ખુદ ફ્લાઈટમાં જઈ રહ્યા છે જેથી એ ખ્યાલ આવી શકે કે કેટલો સમય લાગશે, ટૂરિસ્ટને વેઈટલેસનેસનો અનુભવ કેવો રહેશે, તેને વધુ ઉત્તમ કેવી રીતે બનાવવામાં આવી શકે. આ કારણથી તેમને મિશન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચાલક દળના સભ્ય કહેવામાં આવે છે. કંપનીનું પ્લાનિંગ 2022થી દર સપ્તાહે ટુરિસ્ટને સ્પેસ સુધી લઈ જવાનું છે. બ્રેન્સનના ઉડ્ડયનને તેની ટ્રાયલ કહી શકાય છે.

રસપ્રદ બાબત છે કે બ્રેન્સનનો કોઈ પ્લાન હતો જ નહીં. બધે બેજોસના સ્પેસ ટ્રાવેલની જ ચર્ચા હતી. પરંતુ જ્યારે વર્જિન ગેલેક્ટિકને 25 જૂનના રોજ લાઇસન્સ મળી ગયું તો કંપનીએ 11 જુલાઈના પોતાના મિશનની ઘોષણા કરી દીધી. સ્પષ્ટ છે કે બ્રેન્સન સ્પેસ ટૂરિઝમની આ હોડમાં બેજોસને પછાડવા માગે છે.

આ કેવી રીતે ઉડશેઃ VSS યુનિટીની આ 22મી ફ્લાઈટ છે. પરંતુ તે કોઈ રોકેટનો હિસ્સો નથી પરંતુ કંપનીના પ્લેન વીએમએસ ઈવ (VMS Eve) પર સવાર થઈને સ્પેસપોર્ટ અમેરિકાથી ઉડ્ડયન કરશે. લગભગ 15 કિમી ઉપર ગયા પછી યુનિટી સ્પેસક્રાફ્ટ અલગ થશે અને તેનું રોકેટ એન્જિન મેક-3 (એટલે કે 3704.4 કિમી/કલાક)ની ઝડપ પકડશે.

મધરશિપ સાથે જોડાયેલ VSS યુનિટી સ્પેસક્રાફ્ટ લગભગ 15 કિમી સુધી આમ જ ઉડ્ડયન ભરશે
મધરશિપ સાથે જોડાયેલ VSS યુનિટી સ્પેસક્રાફ્ટ લગભગ 15 કિમી સુધી આમ જ ઉડ્ડયન ભરશે
હવામાં જ આ રીતે મધરશિપથી અલગ થશે VSS યુનિટી. ત્યાંથી તે પેસેન્જર્સને લઈને એજ ઓફ સ્પેસ સુધી જશે.
હવામાં જ આ રીતે મધરશિપથી અલગ થશે VSS યુનિટી. ત્યાંથી તે પેસેન્જર્સને લઈને એજ ઓફ સ્પેસ સુધી જશે.

તેના પછી VSS યુનિટી પોતાના રોકેટથી લગભગ 90-100 કિમીની ઊંચાઈ સુધી જશે. એ સમયે બ્રેન્સન સહિત અન્ય પેસેન્જર્સને લગભગ 4 મિનિટ વેઈટલેસનેસનો અનુભવ થશે. અહીંથી પૃથ્વી ગોળ નજરે પડશે. એટલે કે તેનું કર્વેચર દેખાશે. તેના પછી એ પૃથ્વી પર પરત આવશે અને સ્પેસપોર્ટના રનવે પર ઉતરશે.

તેમાં વધુ શું ખાસ છે...
બ્રેન્સન સાથે વર્જિન ગેલેક્ટિકના ચીફ એસ્ટ્રોનોટ ઈન્સ્ટ્રક્ટર બેથ મોજેજ, કંપનીના લીડ ઓપરેશન્સ એન્જિનિયર કોલિન બેનેટ અને સરકારી મામલાઓ અને રિસર્ચના વાઈસ પ્રેસિડન્ટ સિરિશા બાંડલા પણ રહેશે. સિરિશા આંધ્રપ્રદેશના ગુંટુરમાં પેદા થઈ અને હ્યુસ્ટન (અમેરિકા)માં ઉછરેલી એક ભારતીય મૂળની મહિલા છે. સિરિશા આ ફ્લાઈટ પછી કલ્પના ચાવલા પછીની ભારતમાં જન્મેલી બીજી મહિલા એસ્ટ્રોનોટ બની જશે.

સિરિશા બાંડલા આ ફ્લાઈટથી કલ્પના ચાવલા પછી અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા એસ્ટ્રોનોટ બની જશે.
સિરિશા બાંડલા આ ફ્લાઈટથી કલ્પના ચાવલા પછી અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા એસ્ટ્રોનોટ બની જશે.

જેફ બેજોસઃ જે દિવસે આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો, એ જ દિવસે સ્પેસની સફર
ક્યારેઃ 20 જુલાઈ, મંગળવાર
સમયઃ અત્યારસુધી નક્કી નથી
ક્યાંથીઃ વેસ્ટ ટેક્સાસ, અમેરિકા
ફ્લાઈટની અવધિઃ 11 મિનિટ
કેટલી ઉપર જશેઃ 100 કિમી
અહીં દેખાશે લાઈવઃ બ્લુઓરિજિન.કોમ અને યુટ્યુબ

જ્યાં સુધી અમેઝોન ફાઉન્ડર જેફ બેજોસના સ્પેસ ટ્રાવેલનો સવાલ છે, તેના અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમની પોતાની કંપની બ્લુ ઓરિજિનની આ પ્રથમ સમાનવ કે ક્રૂ ફ્લાઈટ હશે. ખાસ વાત એ છે કે 20 જુલાઈનો દિવસ નક્કી કરવાનું ખાસ કારણ છે. અમેરિકાના અપોલો 11 મૂન લેન્ડિંગ મિશનનની 52મી વર્ષગાંઠ આ જ દિવસે છે. આ દિવસે 52 વર્ષ અગાઉ નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

આ કેવી રીતે ઊડશેઃ બેજોસની ફ્લાઈટ બ્રેન્સનથી ઘણી અલગ રહેવાની છે. બ્રેન્સન પ્રથમ કેરિયર વિમાનમાં અને પછી સ્પેસક્રાફ્ટમાં જશે. પરંતુ બેઝોસ એક કેપ્સ્યૂલમાં બેસશે અને તેમની કંપનીના રિયુઝેબલ ન્યુ શેપર્ડ રોકેટના પેલોડ તરીકે ઉડ્ડયન કરશે. રોકેટનું નામ ન્યૂ શેપર્ડ રાખવાની પણ એક કહાની છે. 5 મે 1961ના રોજ ફ્રીડમ 7 સ્પેસક્રાફ્ટ સાથે સ્પેસ મિશન પર જનારા પ્રથમ અમેરિકન એલન શેપર્ડના નામ પર રોકેટનું નામ રાખવામાં આવ્યું છે.

આ ફાઈલ ફોટો છે, જેમાં જેફ બેજોસ બ્લુ ઓરિજિનની સ્પેસ કેપ્સ્યૂલ સાથે નજરે પડે છે. આ કેપ્સ્યૂલ જ રોકેટની સાથે સ્પેસ સુધી જશે, જેમાં બેઝોસ સહિત અન્ય યાત્રી સવાર થશે.
આ ફાઈલ ફોટો છે, જેમાં જેફ બેજોસ બ્લુ ઓરિજિનની સ્પેસ કેપ્સ્યૂલ સાથે નજરે પડે છે. આ કેપ્સ્યૂલ જ રોકેટની સાથે સ્પેસ સુધી જશે, જેમાં બેઝોસ સહિત અન્ય યાત્રી સવાર થશે.

બેજોસની કેપ્સુલ રોકેટથી અલગ થશે. રોકેટ તો પૃથ્વી પર પરત આવશે પરંતુ કેપ્સ્યૂલ અલગ થઈને એજ ઓફ સ્પેસ પાસે રહી જશે. આ કેપ્સ્યૂલને ઓટોનોમસ બનાવાઈ છે. જેથી તેને અંદરથી કંટ્રોલ કરી શકાય. પછી ત્રણ મિનિટ વેઈટલેસનેસનો અનુભવ કરીને આ કેપ્સુલ પેરેશૂટની મદદથી જમીન પર ઉતરશે.

કેપ્સુલની અંદર આ રીતે બેસીને બહારનો નજારો જોઈ શકશે બેજોસ.
કેપ્સુલની અંદર આ રીતે બેસીને બહારનો નજારો જોઈ શકશે બેજોસ.

તેમાં વધુ શું ખાસ છે...
બેજોસની સાથે ત્રણ લોકો જશે. બેજોસના ભાઈ માર્ક બેજોસ, 82 વર્ષીય એવિએટર વેલી ફંક અને 28 મિલિયન ડોલર (207 કરોડ રૂપિયા)માં ઓક્શનના વિજેતા, જેમનું નામ જણાવાયું નથી, તેમને સ્પેસ ટ્રાવેલનો મોકો મળી રહ્યો છે. ફંક આ મિશનની સાથે અંતરિક્ષની મુલાકાત લેનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ બની જશે.

82 વર્ષીય ફંક આ ઉડ્ડયન પછી સૌથી વૃદ્ધ એસ્ટ્રોનોટ બની જશે.
82 વર્ષીય ફંક આ ઉડ્ડયન પછી સૌથી વૃદ્ધ એસ્ટ્રોનોટ બની જશે.

કોણ વધુ ઉપર જશે-બેઝોસ કે બ્રેન્સન?

 • વીએસએસ યુનિટીમાં બેઠેલા બ્રેન્સન 90 કિમી (2.95 લાખ ફીટ)ની ઊંચાઈ સુધી જશે, ત્યારે બેજોસ 100 કિમી (3.30 લાખ ફીટ) સુધી. વાસ્તવમાં, બ્લુ ઓરિજિનના સીઈઓ બોબ સ્મિથે દાવો કર્યો છે કે બ્રેન્સન એ ઊંચાઈ પર નહીં જઈ શકે, જ્યાં બેજોસ પહોંચશે. બ્રેન્સન કારમન લાઈન સુધી નહીં જાય અને બેઝોસ માટે આ ઘણો અલગ અનુભવ રહેવાનો છે.
 • બ્રેન્સનની વર્જિન ગેલેક્ટિકે એ ન જણાવ્યું કે તેમની ફ્લાઈટની ઊંચાઈ કેટલી રહેવાની છે. પરંતુ અંતિમ ટેસ્ટ ફ્લાઈટમાં સ્પેસશિપ-2 સ્પેસ પ્લેને સમુદ્રની સપાટીથી 55 માઈલ (લગભગ 90 કિમી) ઉપર સુધી ઉડ્ડયન કર્યુ હતું. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં દાવો કરાયો છે કે બ્રેન્સન અને તેમના સાથી યાત્રીઓને ચાર મિનિટ સુધી વેઈટલેસનેસનો અનુભવ થશે.
 • આ તરફ, બ્લુ ઓરિજિનના સ્મિથે એ નહીં જણાવ્યું કે બ્રેન્સન અને બેઝોસનો અનુભવ કેવી રીતે અલગ હશે. પરંતુ બંને ફ્લાઈટ સબ ઓર્બિટલમાં રહેશે. એટલે કે પૃથ્વીની કક્ષામાં પ્રવેશ નહીં કરે. જો બેજોસનું ન્યુ શેપર્ડ 100 કિમીની ઊંચાઈ સુધી પહોંચશે તો તેમને લગભગ ત્રણ મિનિટ વેઈટલેસનેસનો અનુભવ થશે.

તેના પછી બોઈંગના સ્ટારલાઈનરની પણ છે ઓર્બિટલ ફ્લાઈટ ટેસ્ટ 2 (OFT-2)

 • ક્યારેઃ 30 જુલાઈ, શુક્રવાર
 • સમયઃ રાતે લગભગ સાડા બાર વાગ્યે (ભારતીય સમય અનુસાર)
 • ક્યાંથીઃ SLC-41, કેપ કેનાવરલ એરફોર્સ સ્ટેશન, ફ્લોરિડા
 • ફ્લાઈટની અવધિઃ5-10 દિવસ
 • કેટલી ઉપર જશેઃ 400 કિમી
 • અહીં દેખાશે લાઈવઃ નાસા ટીવી અને યુટ્યૂબ

આ નાસાના કમર્શિયલ ક્રૂ પ્રોગ્રામનો હિસ્સો છે. જેથી પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ દ્વારા સ્પેસ ટ્રાવેલને સસ્તા અને કિફાયતી બનાવી શકાય. નાસાના પ્રોગ્રામના પ્રથમ હિસ્સા તરીકે મે-2020માં એલન મસ્કની સ્પેસએક્સે ડ્રેગન કેપ્સુલમાં નાસાના બે એસ્ટ્રોનોટ્સને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પહોંચાડ્યા હતા. આ એક મોટી કામયાબી હતી.

આના બીજા હિસ્સા તરીકે બોંઈગનું સીએસટી-100 સ્ટારલાઈનર 30 જુલાઈના રોજ ઉડ્ડયન કરવાનું છે. ટેસ્ટ ફ્લાઈટ છે, આ કારણથી તેમાં કોઈ માણસ નહીં હોય. આ દરમિયાન સ્ટારલાઈનર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી જશે અને ત્યાં થોડા સામાનની ડિલિવરી કરીને ત્યાં જ રોકાઈ જશે. 5-10 દિવસ પછી પરત આવશે.

આ કેવી રીતે ઉડશેઃ બોઈંગ પોતાની સ્ટારલાઈન કેપ્સુલને ટેસ્ટ કરી રહી છે. તેને સીએસટી-100 નામ અપાયું છે. યુનાઈટેડ લોન્ચ એલાયન્સ એટલાસ-5 રોકેટ સાથે કેપ્સુલ લોન્ચ થશે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉતરશે. ત્યાં 5-10 દિવસ રહેશે અને પછી પૃથ્વી પર પરત આવશે. એ પણ બેઝોસના કેપ્સુલની જેમ પેરેશૂટની મદદથી ઉતરશે. જો સ્ટારલાઈનર પોતાની ટેસ્ટમાં સફળ રહ્યા તો આ જ વર્ષના અંતમાં નાસાના બે એસ્ટ્રોનોટ લઈને તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને જશે.

નાસાએ બોઈંગના સ્ટારલાઈનરની આ ડિઝાઈન શેર કરી છે. આ રોકેટની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી જવાનું છે.
નાસાએ બોઈંગના સ્ટારલાઈનરની આ ડિઝાઈન શેર કરી છે. આ રોકેટની સાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સુધી જવાનું છે.