ભાસ્કર એક્સપ્લેનર:વર્ષ 2017થી સતત નબળાં પડી રહેલાં ભાજપ માટે બિહારની ચૂંટણી ઇમ્યુનિટી બૂસ્ટર, રાજ્યસભા પર તેની શું અસર થશે જાણો

રવિન્દ્ર ભજનીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2017 પછી ભાજપે ચાર મોટાં રાજ્યો ગુમાવ્યાં, માત્ર ત્રણમાં જ સત્તા બચાવવામાં સફળ રહ્યું છે
  • કર્ણાટક-મધ્યપ્રદેશમાં વિરોધી પક્ષમાં અસંતોષનો લાભ ઉઠાવીને સત્તામાં આવ્યું

બિહાર અને મધ્યપ્રદેશની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ઇમ્યુનિટી બૂસ્ટર સાબિત થઈ રહ્યાં છે. વર્ષ 2018થી જ રાજ્યની વિધાનસભાઓમાં ભાજપ નબળું પડી રહ્યું હતું. ક્યાંક તેણે માર્જિન ગુમાવ્યું તો ક્યાંક પહેલાં કરતાં ઓછી બેઠકો મેળવીને જેમ-તેમ સરકાર બનાવી. કર્ણાટક અને મધ્યપ્રદેશ એવા ઉદાહરણો છે જ્યાં તેણે સરકાર ઉથલાવીને પોતાની સરકાર બનાવી છે.

પ્રથમ વખત કોઈ રાજ્યમાં ભાજપની બેઠકો વધી
બિહારમાં 50% મતોની ગણતરી પછી ભાજપને વર્ષ 2015ની તુલનામાં 25 બેઠકોનો ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2018 પછી પહેલીવાર આવી સ્થિતિ બની છે જ્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બેઠકો વધારી છે.

વર્ષ 2018માં ત્રણ રાજ્યો ગુમાવ્યા, નવું કંઈ ન મળ્યું
લોકસભાની ચૂંટણીના પહેલાં નવેમ્બર 2018માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન રાજ્યો હાર્યાં હતાં. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તો 15 વર્ષ બાદ ભાજપે તેની સત્તા ગુમાવી હતી. મધ્યપ્રદેશમાં બે વર્ષની અંદર જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેના સમર્થક નેતાઓ સાથે આવવા પર ભાજપે 2020ના પહેલા ત્રણ મહિનામાં ફરીથી સરકાર બનાવી લીધી. પેટાચૂંટણીના પરિણામો બાદ શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રીની બેઠક પર પોતાની પકડ મજબૂત કરી છે. જો કે, છત્તીસગઢમાં પરિણામો એવાં હતાં કે ભાજપને ફરીથી પોતાની સરકાર બનાવવામાં સમય લાગી શકે છે. તેલંગાણામાં પણ ભાજપને ખાસ લાભ નથી મળ્યો.

લોકસભામાં જીત્યાં, રાજ્યોમાં હાર્યાં
ત્યારબાદ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં દેશે ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તે સ્પષ્ટ છે કે લોકોએ વડાપ્રધાન મોદીને દિલ્હીની ખુરશી પર તો બેસાડી દીધા પરંતુ રાજ્યોએ ભાજપ પર વિશ્વાસ નથી કર્યો. લોકસભા સાથે યોજાયેલી ઓરિસ્સા અને આંધ્રપ્રદેશની ચૂંટણીમાં ભાજપ કોઈ ચમત્કાર કરી શક્યું નથી.

મહારાષ્ટ્રમાં સરકાર ગુમાવી, હરિયાણામાં બહુમત ન મેળવી શક્યું
વર્ષ 2019માં જ ભાજપને મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ બેઠકો ગુમાવી પડી હતી. વર્ષ 2014માં ભાજપે શિવસેના સાથે અલગ થઇને ચૂંટણી લડી હતી અને રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને સત્તામાં આવ્યું હતું. વર્ષ 2019માં ભાજપ-શિવસેનાએ મળીને ચૂંટણી લડી તો 104 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો. પરંતુ તેની બેઠકોની સંખ્યા 40થી પણ ઘટી ગઈ. ચૂંટણી બાદ શિવસેનાએ મુખ્યમંત્રીની ખુરશીની શોધમાં કોંગ્રેસ-NCP સાથે હાથ મિલાવી લીધા. હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરે ભાજપની સરકાર ભલે બનાવી પરંતુ તેમણે પોતાના દમ પર મેળવેલી બહુમતી ગુમાવી હતી. ત્યાં તેમને દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે હાથ મિલાવવા પડ્યા.

ઝારખંડ અને દિલ્હીમાં પણ પ્રભુત્વ વધારવામાં નિષ્ફળ
ઝારખંડમાં ભાજપની રઘુવર દાસ સરકારને એન્ટિ ઇન્કમબન્સી ફેક્ટરનો સામનો કરવો પડ્યો અને હેમંત સોરેનના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની. 81 સભ્યોવાળી વિધાનસભામાં ગઠબંધનની 46 સીટો પર હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ને 30 સીટો મળી હતી. દિલ્હીમાં પણ સાતેસાત લોકસભા સીટો જીત્યા પછીયે ભાજપને વિધાનસભા સીટોમાં મોટી સફળતા નહોતી મળી. અલબત્ત, 70 સીટોવાળી વિધાનસભામાં સીટોની સંખ્યા 3થી વધીને 8 થઈ હતી ખરી.

કર્ણાટકમાં ઑપરેશન લોટસથી સત્તા મળી
આ પહેલાં 2017માં કર્ણાટકમાં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હોવા છતાં સત્તા મેળવી શક્યું નહોતું. જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસે સરકાર બનાવી લીધી હતી, જેમાં પ્રવર્તતા અસંતોષનો ફાયદો ઉઠાવીને ભાજપે ફરીથી સત્તા મેળવી લીધી. એ જ રીતે ગોવામાં પાર્ટીએ બહુમત ગુમાવી દીધું હતું અને જેમ તેમ કરીને સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી. મનોહર પારિકરને ડિફેન્સ મિનિસ્ટરનું પદ છોડીને રાજ્યમાં પાછા ફરવું પડ્યું હતું. 2017માં ગુજરાતમાં પણ પાર્ટીએ 182 સીટોવાળી વિધાનસભામાં 99 સીટ પર જીત હાંસલ કરી હતી. કોંગ્રેસ 1995 પછી પહેલીવાર 77 સીટો મેળવવામાં સફળ રહી હતી.

રાજ્યસભામાં બહુમતી ન મળી
વિધાનસભા ચૂંટણીઓમાં નબળા પર્ફોર્મન્સની અસર એ થઈ કે પાર્ટી રાજ્યસભામાં બહુમત મેળવી શકી નહીં. છ વર્ષથી કેન્દ્રમાં પૂર્ણ બહુમતવાળી સરકાર ચલાવવા છતાં ભાજપ પાસે 243 સીટોવાળી રાજ્યસભામાં અત્યારે માત્ર 92 સીટ જ છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સભ્યોની સંખ્યા વધીને 104 થઈ છે ખરી, પણ બહુમતનો આંકડો હજી ખાસ્સો દૂર છે. જરૂર પડ્યે તેમને અન્નાદ્રમુક (AIADMK)ના નવ, બીજુ જનતા દળ (BJD)ના નવ, તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના સાત YRS કોંગ્રેસ (YRSC)ના છ સભ્યોની મદદ લેવી પડે છે.

રાજ્યસભામાં ગઠબંધન પાર્ટીઓની સ્થિતિ
એ વાત અલગ છે કે, લાંબા સમય સુધી રાજ્યસભામાં પોતાનો દબદબો જાળવી રાખનારી કોંગ્રેસના સભ્યોની સંખ્યા હવે માત્ર 38 જ રહી ગઈ છે. રાજ્યસભામાં કોંગ્રેસનો આ અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો છે. જ્યારે ભાજપના સહયોગી જનતા દળ (યુનાઇટેડ)ની પાસે 5, RPI-આઠવલે, આસામ ગણ પરિષદ, મિઝો નેશનલ ફ્રન્ટ, નેશનલ પીપલ્સ પાર્ટી, નાગા પીપલ્સ ફ્રન્ટ, પટ્ટાલી મક્કળ કાચી (PMK) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના એક-એક સભ્ય છે.

બિહારની રાજ્યસભા સીટો પર શું અસર પડશે?
બિહાર વિધાનસભા ચૂંટણીનું જે કંઈ પરિણામ આવે તેની રાજ્યસભાનાં સમીકરણમાં ખાસ અસર નહીં પડે. માર્ચમાં બિહારની પાંચ રાજ્યસભા સીટો પર નિર્વિરોધ ચૂંટણી યોજાઈ હતી. જનતા દળ (યુનાઇટેડ) અને રાષ્ટ્રીય જનતા દળને બબ્બે સીટો મળી હતી, જ્યારે ભાજપને માત્ર એક જ સીટ મળેલી. બિહારની 16માંથી બે સીટ હજીયે ખાલી છે. 2022માં જે ચાર સીટો પર ચૂંટણી થશે, તેમાં ત્રણ સીટ NDAની છે અને એક સીટ RJDની છે. યાને કે બહુ મોટો ફેરફાર તો ત્યારે પણ નહીં થાય.