શ્રદ્ધા હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આફતાબ અમીન પૂનાવાલાના ધર્મ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. મોટી સંખ્યામાં લોકો તેને પારસી હોવાનો દાવો કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ તેમની અટક 'પૂનાવાલા' છે. સામાન્ય રીતે આવી અટકો પારસીઓની હોય છે. આફતાબે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પોતાનો ધર્મ 'માનવતા' લખ્યો હતો. આ બાબતે અટકળો વધુ છે.
આગળ, અમે ત્રણ નક્કર પુરાવા આપી રહ્યા છીએ, જે સ્પષ્ટ કરશે કે આફતાબ માત્ર મુસ્લિમ છે...
1. આફતાબની ઇન્સ્ટાગ્રામ પર 'thehungrychokro' નામની પ્રોફાઇલ છે. આમાં, લગભગ 422 અઠવાડિયા જૂની પોસ્ટમાં, આફતાબે પોતે લખ્યું છે કે હું મુસ્લિમ છું.
2. દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં લખવામાં આવ્યું છે કે આફતાબ અમીન પૂનાવાલા મુસ્લિમ છે અને મૃતક શ્રદ્ધા વોકર હિન્દુ ધર્મની કોળી જાતિની હતી.
3. આફતાબનો પરિવાર મુંબઈના વસઈમાં રહે છે. તેના પડોશીઓએ અલગ-અલગ મીડિયા રિપોર્ટમાં પુષ્ટિ કરી છે કે તે મુસ્લિમ છે અને ખોજા સમુદાયનો છે.
હવે પ્રશ્ન એ થાય છે કે આ ખોજા સમુદાય શું છે? શું તેઓ ભારતના સામાન્ય મુસ્લિમોથી અલગ છે?
શિયા ઈસ્માઈલી કાયદાનું પાલન કરતા મુસ્લિમોનો સમુદાય પોતાને ખોજા કહે છે. કેટલાક ખોજા સુન્ની ઈસ્લામનું પણ પાલન કરે છે. આ સમુદાયનો એક મોટો વર્ગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં રહે છે. ભારતની બહાર પૂર્વ આફ્રિકા, યુરોપ અને ઉત્તર અમેરિકાના કેટલાક દેશોમાં પણ સ્થાયી થયા છે.
ખોજાઓ 14મી સદીમાં હિંદુ ધર્મમાંથી ઇસ્લામમાં પરિવર્તન કર્યું હતું
બ્રિટાનિકા વેબસાઈટ અનુસાર ખોજા એક હિંદુ જાતિ હતી. 14મી સદીમાં, પર્સિયન પીર સદર-અલ-દીને ઘણા ભારતીયોને ઈસ્લામ ધર્મામાં સામેલ કરાયા હતા. કેટલાકને ડરાવવામાં આવ્યા હતા અને કેટલાકને જબરદસ્તી પણ કરવામાં આવ્યા હતા. ખોજા જ્ઞાતિના હિંદુઓ પણ તેમાં સામેલ હતા. આ લોકો ઈસ્લામના શિયા ઈસ્માઈલી સંપ્રદાયમાં જોડાયા હતા. તેથી જ તેઓ આગા ખાનના અનુયાયીઓ માનવામાં આવે છે.
19મી સદીમાં ભારતમાં ઈસ્માઈલી ઈમામતની સ્થાપના કરવામાં આવી હતી. તેનો હેતુ સમુદાયને એકજુથ અને સંગઠીત કરવાનો હતો. તેના આ કારણે ખોજા મુસ્લિમોનો એક ભાગ વિખેરાઈ ગયો. આમાંથી કેટલાક ઈસ્ના અશઅરી બન્યા અને કેટલાકે સુન્ની અપનાવ્યું હતો.
ખોજા સમુદાયની ઘણી ધાર્મિક વિધિઓ હિંદુઓ સાથે મેળ ખાય છે. સન્ડે ગાર્ડિયનમાં એક અહેવાલ જણાવે છે કે બોમ્બે હાઈકોર્ટે 1866માં તેમના એક નિર્ણયમાં ઈસ્માઈલી ખોજા સમુદાયને અડધો મુસ્લિમ અને અડધો હિંદુ માનવામાં આવ્યો હતો. આ સમુદાયની કેટલીક મહિલાઓ હજુ પણ સ્વામી નારાયણની પૂજા કરે છે. બાળકોના જન્મ પછી છઠ્ઠા દિવસે છઠ્ઠીની વિધિ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે મુસ્લિમોમાં કરવામાં આવતી નથી.
મુસ્લિમોમાં ખોજાને એક પ્રગતિશીલ સમુદાય માનવામાં આવે છે. દુનિયામાં તેમની સંખ્યા લગભગ 6.5 લાખ હોવાનું જણાવાય છે. તેમાંથી લગભગ 5 લાક લોકો બારતમાં રહે છે. તેઓ વિવિધ પ્રકારના વ્યવસાયમાં તે આગળ છે જ, આ સાથે જ મોટી સંખ્યામાં ડોકટરો, એન્જિનિયરો અને વકીલો પણ છે.
શ્રદ્ધાના પિતા ઈચ્છતા નહોતા કે દીકરી મુસલમાન સાથે રહે
દિલ્હીના છતરપુરમાં એક ફ્લેટમાં રહેતા આફતાબ નામના યુવક પર આરોપ છે કે તેણે તેની શ્રદ્ધા નામની લિવ-ઈન પાર્ટનરની માત્ર હત્યા જ નહીં પરંતુ મૃતદેહના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા. તેણે મૃતદેહને બાથરૂમમાં કાપી નાખ્યો, કપાયેલું માથું ઘરના રેફ્રિજરેટરમાં રાખ્યું હતુ.
ભાસ્કર સાથે વાત કરતાં શ્રદ્ધાના પિતા વિકાસ કહે છે કે, 'તેણે તેની પુત્રી સાથે જે કર્યું, તેને પણ એવી જ સજા મળવી જોઈએ. હું ઈચ્છતો નહોતો કે દીકરી મુસલમાન સાથે રહે. મેં તેને શરૂઆતથી જ આફતાબના સંબંધ બાબતે ના પડી દીધી હતી, પરંતુ તે માની નહોતી. હું પહેલા આફતાબને ક્યારેય મળ્યો નહોતો, પણ જ્યારે મારી પત્નીનું અવસાન થયું ત્યારે તે આવતો-જતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.