તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:કોરોનાથી સ્વસ્થ થયાના 2થી 6 સપ્તાહ પછી બાળકોને થઈ રહી છે દર્દનાક બીમારી, શું આ ત્રીજી લહેર અગાઉના જોખમના સંકેત છે?

3 મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેર નબળી પડતા જ હવે ત્રીજી લહેર આવવાનું અનુમાન છે. એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે ત્રીજી લહેર આવી શકે છે. ત્યાં સુધી બાળકોને વેક્સિન લાગી નહીં હોય, તેથી તેઓ જ સૌથી વધુ અનસેફ હશે અને જોખમમાં પણ. પરંતુ આ અગાઉ, કોરોનાથી રિકવર થઈ ચૂકેલા બાળકોમાં એક નવી બીમારી જોવા મળી રહી છે. આ એ બાળકોને થઈ રહી છે જેમાં કોરોનાના માઈલ્ડ સિમ્પ્ટમ્સ હતા.

આ બીમારીનું નામ મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS-C) છે. હાલમાં જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે તેઓ MIS-Cના કેસો પર નજર રાખો. તેનો સામનો કરવાની વ્યવસ્થા કરો. મેના અંતિમ બે સપ્તાહોમાં આ બીમારીના કેસ આવવા લાગ્યા હતા.

આખરે આ MISC-C શું છે? તેના લક્ષમ શું છે? તેનો ઈલાજ શું છે? શું આ કોઈ બીજી બીમારીને પણ મળતી આવે છે? શું આ માત્ર બાળકોને જ થાય છે? દેશમાં તેના મામલા કેટલા અને ક્યાં આવ્યા છે? આ તમામ સવાલોનાં જવાબ માટે અમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના એડવાઈઝર અને ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ ડાયેરિયા મોડ્યુલના નેશનલ કોઓર્ડિનેટર ડોક્ટર નીલમ મોહન, મુંબઈની જસલોક હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક્સના ડાયરેક્ટર ડોક્ટર ફૈઝલ નબી, નોઈડાની ફોર્ટિસ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક્સના હેડ ડોક્ટર આશુતોષ સિંહા સાથે વાત કરી...

શું છે MIS-C ?
MIS-C એક પ્રકારની પોસ્ટ કોવિડ બીમારી છે. આ માત્ર 19 વર્ષથી નાની વયના કિશોરો અને બાળકોમાં થાય છે. આ બીમારી સાથે સંકળાયેલા કોમ્પ્લિકેશન્સ કોરોના થવાના 2થી 6 સપ્તાહ દરમિયાન સામે આવે છે. તેનાથી પીડિત બાળકોને તાવની સાથે શરીરના અલગ-અલગ ભાગોમાં સોજો આવવાની ફરિયાદ જોવા મળે છે.

આ સાથે જ ફેફસાં, કિડની, હૃદય, આંતરડા, બ્લડની સિસ્ટમ, ત્વચા, આંખ અને મસ્તિષ્કમાં પણ સોજો આવી શકે છે. સામાન્ય રીતે MIS-Cના દર્દીને બે કે બેથી વધુ અંગોમાં સોજો આવવાની ફરિયાદ જોવા મળે છે. દેશમાં આવેલા મોટાભાગના કેસોમાં બાળકોને તાવની સાથે આંખ લાલ થવી અને તેમાં સોજાની ફરિયાદ જોવા મળે છે.

કેટલા % કોરોના સંક્રમિત બાળકોને MIS-C થવાનું જોખમ છે?
ભારતમાં આ પ્રકારનો કોઈ સેન્ટ્રલાઈઝ્ડ ડેટા નથી. જો કે અલગ-અલગ રાજ્યોમાં આ પ્રકારના કેસો સામે આવી રહ્યા છે. વિશાખાપટ્ટનમ, અર્નાકુલમ સહિત દેશના અનેક શહેરોમાં આ પ્રકારના કેસો આવ્યા છે. જ્યારે, દુનિયાભરમાં થયેલા સ્ટડીઝ દર્શાવે છે કે આ પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનથી 0.15થી 0.2% બાળકો પ્રભાવિત તયા છે. એટલે કે કોરોના સંક્રમિત 1000માંથી એક કે બે બાળકોમાં આ બીમારી થાય છે. આમ તો મોટાભાગના બાળકોમાં કોરોનાના ગંભીર લક્ષણો હોતા નથી, પરંતુ આ બીમારી એસિમ્પ્ટોમેટિક અને માઈલ્ડ લક્ષણ ધરાવતા બાળકોને પણ થઈ શકે છે.

શું MIS-Cના લક્ષણ બાળકોમાં થનારી બીમારી કાવાસી જેવા જ છે?
આ બીમારી શરીરના અનેક અંગોમાં સોજો પેદા કરે છે. તેની સૌથી વધુ અસર હાર્ટ કોરોનરી પર પડે છે. પાંચ વર્ષ કે તેનાથી નાની વયના બાળકોમાં થનારી કાવાસાકી બીમારી જેવા જ તેના પણ લક્ષણ હોય છે. જો કે બીમારી 19 વર્ષ સુધીના બાળકોમાં થઈ શકે છે.

આ બીમારીના લક્ષણ શું છે?
MIS-Cના લક્ષણ દરેક બાળક માટે એક જેવા હોતા નથી. સામાન્ય રીતે બાળકને ત્રણ દિવસથી વધુ સમય સુધી હાઈ ફિવરની ફરિયાદ રહે છે. તેની સાથે પેટમાં દુઃખાવો, ડાયેરિયા, ઉલટી થવી, શરીર પર ચકતા પડવા, આંખો લાલ થવી, હાથ-પગમાં સોજા, શ્વાસ લેવામાં તકલીફ, સુસ્તી, લૉ બ્લડ પ્રેશર જેવી સમસ્યા પણ થઈ શકે છે. WHOના અનુસાર જો કોઈ બાળકને ત્રણ દિવસથી વધુ તાવની સાથે તેમાંથી કોઈ બે લક્ષણ છે તો તેને MIS-C હોઈ શકે છે.

આખરે શા કારણથી થઈ રહી છે આ બીમારી?
ફ્રાંસ અને અમેરિકામાં થયેલા શરૂઆતના સ્ટડીમાં આનુવંશિક કારણોને સંભિવત કારણો માનવામાં આવ્યા છે. જો કે આ હજુ પ્રારંભિક અભ્યાસ છે. અંતિમ પરિણામો માટે હજુ વધુ ડેટાનો અભ્યાસ થઈ રહ્યો છે. એટલે સુધી કે અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતના લક્ષણો જોવા મળે છે. એટલું જ નહીં શરીરના કયા ભાગમાં સંક્રમણ છે, તેના હિસેબા પણ પરિણામો બદલે છે.

શું આ મોટા સંકટમાં બદલવાની આશંકા છે?
વાસ્તવમાં કોરોના થયાના 2થી 6 સપ્તાહ પછી આ બીમારી સામે આવે છે. ત્યાં સુધી બાળકનો RT-PCR રિપોર્ટ નેગેટિવ થઈ ચૂક્યો હોય છે. પરંતુ બાળકોની ઈમ્યુન સિસ્ટમ યોગ્ય રીતે રિસ્પોન્ડ કરતી નથી. MIS-C શરીરના દરેક હિસ્સા પર અસર કરે છે. પરંતુ સૌથી વધુ જોખમ હાર્ટનું હોય છે. એટલે સુધી કે તેમાં કાર્ડિયાક શૉકનું પણ જોખમ હોય છે.

તેનો ઈલાજ શું છે?
MIS-Cના મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવા પડે છે. તેમાંથી પણ મોટાભાગના બીમાર બાળકોને પીડિયાટ્રિક ICUની પણ જરૂર પડે છે. ડાયગ્નોસિસમાં MIS-C કન્ફર્મ થતા જ સ્ટેરોઈડ અને IVIGના કોમ્બિનેશનની સાથે ટ્રીટમેન્ટ શરૂ થાય છે. તેની સાથે જ બ્લડ થિનર એસ્પિરિન પણ આપવામાં આવે છે.

સપોર્ટિવ કેર માટે સલાઈન ચઢાવવામાં આવે છે. જે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તેમને ઓક્સિજન પણ લગાવવામાં આવે છે. મોટાભાગના કેસોમાં લક્ષણો માઈલ્ડ હોય છે. લગભગ તમામ કેસમાં આ ટ્રીટમેન્ટની દર્દી પર સારી અસર પડે છે. ઈલાજ પછી પણ કોઈ પ્રકારના કોમ્પ્લિકેશનથી બચવા માટે આગામી એક-બે મહિના સુધી ફોલોઅપ્સ પણ થાય છે. ખૂબ રેર કેસમાં સ્થિતિ ગંબીર થાય છે. એવું થવા એકસ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) લગાવાય છે. આ મશીન હાર્ટ અને ફેફસાંનું કામ કરે છે.