તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:2664 કરોડ રૂપિયાની સંપત્તિ, 18 ભાગીદાર; જાણો શું હતો રામપુરના શાહી પરિવારની વચ્ચે સંપત્તિનો વિવાદ?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તરપ્રદેશમાં આ સમયે રામનું નામ બે કારણથી ચર્ચામાં છે. પ્રથમ તો એ કે અયોધ્યામાં રામનું મંદિર બનવાનું કામ શરૂ થઈ ગયું છે અને બીજું એ કે રામપુરના શાહી પરિવારની સંપત્તિનું વેલ્યુએશન થઈ ચૂક્યું છે. રામપુર શાહી પરિવારની સમગ્ર સંપત્તિ 2 હજાર 664 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ સંપત્તિ 16 ભાગમાં બરાબર વહેંચાશે, પરંતુ આ વિવાદ શું હતો? રામપુર શાહી પરિવારનો ઈતિહાસ શું છે? આવો જાણીએ...

રામપુરનો ઈતિહાસ શું છે?

 • રામપુર ઉત્તરપ્રદેશના રુહેલખંડનું એક શહેર છે. એની સ્થાપના નવાબ અલી મોહમ્મદ ખાને કરી હતી. નવાબ અલી મોહમ્મદ ખાન સરદાર દાઉદ ખાનના દત્તક લીધેલા પુત્ર હતા, જે રોહિલ્લાના સરદાર હતા. રોહિલ્લા અફઘાની હતા, જેઓ 18મી સદીમાં એ સમયે ભારત આવ્યા હતા, જ્યારે અહીં મુગલ સામ્રાજ્ય સમાપ્ત થઈ રહ્યું હતું. અહીં આવતાં જ દાઉદ ખાને રુહેલખંડ પર કબજો કરી લીધો, જેને એ સમયે કટેહરના નામથી ઓળખવામાં આવતા હતા.
 • 1737માં નવાબ મોહમ્મદ અલી ખાને કટેહરનું સામ્રાજ્ય મોહમ્મદ શાહ પાસેથી જીતી લીધું હતું, પરંતુ 1746માં અવધના રાજા નવાબ વજીર સામે હાર્યા પછી બધું ગુમાવી દીધું હતું. બે વર્ષ પછી 1748માં અહમદ શાહ દુર્રાનીની મદદથી ફરીથી કટેહર પર કબજો કરી લેવાયો. અહમદ શાહ દુર્રાની અફઘાનિસ્તાનના રાજા હતા.
 • શરૂઆતમાં રામપુર રાજપરિવાર એક કબીલા જેવો હતો, પરંતુ એ પછીની બે સદીમાં અંગ્રેજોની મદદથી ભારતનો સૌથી અમીર રાજપરિવાર બની ગયો. એ પછી 1774થી 1949 સુધી નવાબોએ રામપુર પર રાજ કર્યું.
રામપુરના નવાબનો તાજ. એમાં હીરા જડેલા હતા.
રામપુરના નવાબનો તાજ. એમાં હીરા જડેલા હતા.

આઝાદી પછી શરૂ થયો સંપત્તિનો વિવાદ

 • આઝાદી પછી 1949માં રામપુર રજવાડાનો વિલય ભારતમાં થયો. એ સમયે અહીંના નવાબ રઝા અલી હતા, જેઓ 1930માં નવાબ બન્યા હતા. વિલયની સમજૂતી અંતર્ગત નવાબે રામપુર કિલ્લો કે જે 1775માં બનાવ્યો હતો, એને સરકારને સોંપી દીધો. એની સાથે અન્ય અનેક સંપત્તિઓ જેમાં રોયલ કોમ્પ્લેક્સ પણ સરકારે આપી દીધું, જેમાં આજે કલેક્ટોરેટ બનેલું છે.
 • બદલામાં સરકારે નવાબને બે અધિકાર આપ્યા. પ્રથમ એ કે તમામ સંપત્તિ પર તેમનો માલિકી હક રહેશે અને બીજો એ કે શાહી પરિવારના ગાદી કાયદા અનુસાર તમામ સંપત્તિઓનો અધિકાર તેમના મોટા પુત્રને મળશે.
 • 1966માં રઝા અલીનું મોત થયું. તેમની ત્રણ પત્ની હતી, ત્રણ પુત્ર અને 6 પુત્રી હતાં. કાયદા પ્રમાણે, તેમના સૌથી મોટા પુત્ર મુર્તજા અલી તેમના ઉત્તરાધિકારી બન્યા, સાથે જ તેમના પિતાની તમામ અંગત સંપત્તિનો માલિકી હક પણ મુર્તજા અલીને મળી ગયો, પરંતુ 1972માં તેમના ભાઈઓએ તેને સિવિલ કોર્ટમાં પડકાર્યો.
 • રઝા અલી પાસે એ સમયે 5 સંપત્તિ બચી હતી, જેમાં ખાસબાગ પેલેસ, બેનઝીર કોઠી અને બાગ, શાહબાદ કોઠી, કુંડા બાગ અને એક અંગત રેલવે સ્ટેશન, જેને શાહી પરિવારના ઉપયોગ માટે બનાવ્યું હતું.

અદાલતોમાં 48 વર્ષ સુધી ચાલતો રહ્યો કેસ

 • 1972માં મામલો સિવિલ કોર્ટમાં ગયો. ત્યાં પરિવાર અદાલતોનાં ચક્કર કાપતો રહ્યો અને આ દરમિયાન મુર્તજા અલીના મોટા પુત્ર મુરાદ મિયાં કાબિજ થઈ ગયા. 23 વર્ષ સુધી પણ કોઈ નિર્ણય ન આવ્યા પછી 1995માં અલાહાબાદ હાઈકોર્ટે મામલો સિવિલ કોર્ટથી પોતાને ત્યાં ટ્રાન્સફર કર્યો. 2002માં અલાહાબાદ હાઈકોર્ટે મુર્તજા અલીની તરફેણમાં નિર્ણય આપ્યો અને તમામ સંપત્તિનો માલિકી હક મુર્તજા અલી અને તેના પરિવારને જ આપ્યો.
 • ત્યાર બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. ત્યાં 17 વર્ષ સુધી ચક્કર કાપ્યા પછી 31 જુલાઈ, 2019ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય પલટી નાખ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું, સંપત્તિઓની વહેંચણી શાહી પરિવારના ગાદી કાયદા અનુસાર નહીં, પરંતુ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના નિયમોના પ્રમાણે થશે.
 • આ સાથે જ સુપ્રીમ કોર્ટે શાહી પરિવારની સંપત્તિઓનું વેલ્યુએશન કરવાનો આદેશ આપ્યો. આ માટે 31 ડિસેમ્બર 2020 સુધીનો સમય પણ નક્કી કરી દીધો.
ખાસબાગ પેલેસ 350 એકર જમીન પર બનેલો છે. એની ખાસ વાત એ છે કે તેની ચોતરફ બાગ છે.
ખાસબાગ પેલેસ 350 એકર જમીન પર બનેલો છે. એની ખાસ વાત એ છે કે તેની ચોતરફ બાગ છે.

તો શું સંપત્તિની વેલ્યુએશન થઈ ગઈ?

 • હા. રામપુરની કોર્ટની દેખરેખમાં આ વેલ્યુએશન થયું હતું. એનો રિપોર્ટ 22 નવેમ્બરના જ સોંપવામાં આવ્યો છે. એના પ્રમાણે, શાહી પરિવારની સંપત્તિની વેલ્યુ 2 હજાર 664 કરોડ રૂપિયા છે.
 • ખાસબાગ પેલેસ 350 એકર જમીન પર છે, બેનઝીર કોઠી અને બાગ 100 એકર જમીન પર છે, શાહબાદ કોઠી 250 એકર, કુંડા બાગ 12000 સ્ક્વેર મીટર અને નવાબનું અંગત રેલવે સ્ટેશન 19000 સ્ક્વેર મીટર જમીન પર બનેલું છે.
 • શાહી પરિવારની સ્થાવર મિલકતની કિંમત 2600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, જેમાં સૌથી મોંઘો 1435 કરોડ રૂપિયાનો ખાસબાગ પેલેસ છે, જે 1930માં બનાવાયો હતો. આ પેલેસને મિર્જા ગાલિબ, બેગમ અખ્તર અને ફિદા હુસૈન ખાનની યજમાની માટે બનાવાયો હતો.
 • તેમની સ્થાવર મિલકતોમાં અનેક મોંઘાં પેઈન્ટિંગ્સ છે. આ ઉપરાંત અનેક વિન્ટેજ કારો, તલવારો, ગોલ્ડ સિગરેટ કેસ, ક્રોકરી, સ્ટેચ્યૂ, અરીસા, કાર્પેટ વગેરે છે. તેની કિંમત 64 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

કેટલા લોકોમાં વહેંચાશે આ સંપત્તિ?

 • નવાબ રઝા અલીના ત્રણ પુત્ર અને 6 પુત્રીના પરિવારોને મેળીને કુલ 18 ભાગીદાર છે. એમાં કોંગ્રેસનાં પૂર્વ સાંસદ બેગમ નૂર બાનો અને પૂર્વ ધારાસભ્ય કાઝિમ અલી પણ સામેલ છે.
ખાસબાગ પેલેસનો સ્ટ્રોંગરૂમ, જેનો દરવાજો 15 દિવસ પછી ગેસ કટરની મદદથી ખોલી શકાયો હતો.
ખાસબાગ પેલેસનો સ્ટ્રોંગરૂમ, જેનો દરવાજો 15 દિવસ પછી ગેસ કટરની મદદથી ખોલી શકાયો હતો.

મિલકત હજુ પણ વધુ હોત, જો હીરા-ઝવેરાત ચોરી ન થયા હોત

 • 1930માં બનાવાયેલા ખાસબાગ પેલેસમાં એક સ્ટ્રોંગ રૂમ પણ હતો, જેને તોડી શકાય એમ ન હતો. આ સ્ટ્રોંગ રૂમની અંદર અનેક અતિમૂલ્યવાન હીરા-ઝવેરાત અને અનેક કીમતી ચીજો હોવાનો અંદાજ હતો.
 • આ સ્ટ્રોંગ રૂમને 1980માં બંધ કરી દેવાયો હતો. એને આ જ વર્ષે માર્ચમાં ડઝનબંધ કારીગરોએ 15 દિવસની મથામણ બાદ ખોલ્યો હતો. એનો દરવાજો 6 ટનનો હતો અને એની ચાવીઓ ગુમ થઈ ગઈ હતી.
 • એ પછી ગેસ-કટર અને અનેક મશીનોની મદદથી એને ખોલી શકાયો, પરંતુ જ્યારે એને ખોલવામાં આવ્યો તો અહીંની તિજોરીઓમાં થોડો-ઘણો સામાન છોડીને બધું જ ગાયબ હતું.
 • વાસ્તવમાં 1980માં આ સ્ટ્રોંગ રૂમમાંથી 60 કિલો સોનું અને અત્યંત કીમતી હીરા-ઝવેરાતની ચોરી થઈ ગઈ હતી. આ કેસની તપાસ સીબીઆઈએ પણ કરી, પરંતુ હજુ સુધી એનું સ્પષ્ટીકરણ થઈ શક્યું નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો