તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • As The Speed Of Vaccination Increases, So Does The Business Of Counterfeit Vaccines. Learn How To Identify Genuine And Counterfeit Vaccines.

ભાસ્કર એક્સપ્લેનર:વેક્સિનેશનની ઝડપ વધવા સાથે નકલી વેક્સિનેશનનો કારોબાર પણ વધ્યો, તમે કેવી રીતે અસલી અને નકલી વેક્સિનની ઓળખ કરી શકો છો એ જાણો

3 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

ભારતમાં વિશ્વનું સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. 21 જૂનથી સરકારે નવી વેક્સિનેશન પોલિસી લાગુ કરી છે. ત્યાર બાદ વેક્સિનેશન પ્રોગ્રામે ઝડપ પકડી છે. અત્યારસુધીમાં 32 કરોડથી વધારે ડોઝ આપી દેવામાં આવ્યા છે, જોકે આ સાથે દેશમાં નકલી વેક્સિનનો બિઝનેસ પણ વિકસી રહ્યો છે.

મહારાષ્ટ્ર બાદ પશ્ચિમ બંગાળમાં પણ નકલી વેક્સિન લગાવવાનો કેસ આવ્યો છે. આ રીતે એક વેક્સિનેશન કેમ્પમાં નકલી વેક્સિન લગાવવાથી TMC સાંસદ મિમી ચક્રવર્તી બીમાર થઈ ગયાં છે.

તમે કેવી અસલી અને નકલી વેક્સિનની ઓળખ કરી શકો છો? વેક્સિનેશન સર્ટિફિકેટની કેવી રીતે તપાસ કરાય છે? વેક્સિનેશનના નામ પર વિશ્વભરમાં કેવી રીતે નકલી વેક્સિનનો બિઝનેસ ચાલી રહ્યો છે? ચાલો, આ બધી વાત સમજીએ...

સૌથી પહેલા સમજીએ નકલી વેક્સિન લગાવવાના અત્યારસુધીમાં દેશમાં કેટલા કેસ સામે આવ્યા છે?
આ પ્રકારની પહેલી મોટી ઘટના મુંબઈમાં સામે આવી હતી. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં 30 મેના રોજ વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું. એમાં 390 લોકોને વેક્સિન લગાવવામાં આવી. આ નકલી વેક્સિનનો ઘટસ્ફોટ ત્યારે થયો, જ્યારે વેક્સિન લગાવ્યા બાદ કોઈને પોસ્ટ વેક્સિનેશન સિમ્પ્ટમ્સ દેખાયાં નહીં.

લોકોની આશંકા ત્યારે ઘેરી બની, જ્યારે વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપાયાં. સર્ટિફિકેટમાં જે હોસ્પિટલોનું નામ લખવામાં આવ્યું હતું ત્યાં જઈને જ્યારે સોસાયટીના લોકોએ પૂછપરછ કરે ત્યારે જાણવા મળ્યું કે હોસ્પિટલે સોસાયટીમાં આ પ્રકારનો કોઈ કેમ્પ લગાવ્યો નહોતો.

આ પ્રકારના કેસ પશ્ચિમ બંગાળમાં પણ સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ પોતાને IAS અધિકારી ગણાવી વિવિધ સ્થળો પર વેક્સિનેશન કેમ્પ લગાવ્યા હતા, જેમાં અનેક લોકોને વેક્સિન લગાવવામાં આવી. એમાં નકલી વેક્સિનનો શિકાર TMC સાંસદ અને એક્સ્ટ્રેસ મિમી ચક્રવર્તી પણ બન્યાં છે. મિમીની ફરિયાદ પર પોલીસે એક આરોપીની ધરપકડ કરવામાં આવી, જેથી પૂછપરછમાં આ ઘટસ્ફોટ થયો કે આ કેમ્પમાં કોરોનાની વેક્સિનની જગ્યાએ એન્ટી-બાયોટિકનો ડોઝ આપી દેવામાં આવ્યો હતો.

વિશ્વના અન્ય દેશોમાં પણ શું આ પ્રકારના કેસ સામે આવ્યા છે?
હા, વિશ્વની અનેક દેશોમાંથી નકલી વેક્સિનથી લઈ નકલી સર્ટિફિકેટ સુધી બનાવવાના કેસ સામે આવ્યા છે. અમેરિકામાં વેક્સિનેશન બાદ એક કાર્ડ આપવામાં આવે છે, જે આ વાતનો પુરાવો છે કે તમને વેક્સિન લાગી ચૂકી છે. ત્યારે આ પ્રકારના જ નકલી વેક્સિનેશન કાર્ડ ઈબે, શોપીફાય અને અન્ય ઈ-કોમર્સ સાઈટ પર વેચાવા લાગી.

એપ્રિલમાં મેક્સિકોમાં 80 લોકોને ફાઈઝરની નકલી વેક્સિન લગાવાના કેસ સામે આવ્યા હતા. આ અંગેનો ઘટસ્ફોટ વાયલના પેકિંગ અને બેંચ નંબર જોઈને આવી ગયો હતો. આ રીતે પોલેન્ડમાં ફાઈઝર વેક્સિન તૈયાર કરી લોકોને ઝુરિયાંની સારવાર માટે દવા લગાવી હતી.

કેવી રીતે ચાલી રહ્યો છે નકલી વેક્સિનનો ખેલ?
મુંબઈમાં જે સોસાયટીમાં લોકોને નકલી વેક્સિન લગાવાઈ હતી ત્યાં SP ઈવેન્ટ્સ નામની કંપની સાથે જોડાયેલા બે લોકોએ સોસાયટીના મેમ્બરનો સંપર્ક કરી ત્યાં જ વેક્સિનેશન કેમ્પ લગાવવાની વાત કહી. 30 મેના રોજ વેક્સિનેશન કેમ્પ લગાવવામાં આવ્યો, જેમાં 390 લોકોને વેક્સિન લગાવવામાં આવી અને એક ડોઝના 1260 રૂપિયા લીધા હતા. આ સમયે કોઈપણને વેક્સિનેશનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું.

કોલકાતામાં એક વ્યક્તિએ પોતાને IAS અધિકારી ગણાવી ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગ લોકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું. આ કેમ્પમાં લોકોને ફ્રી વેક્સિન આપવામાં આવી. આ વ્યક્તિએ TMC સાંસદ મિમી ચક્રવર્તીને કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું અને તેમને વેક્સિન લગાવી હતી.

મિમીના જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિએ કહ્યું હતું કે તમે કેમ્પમાં વેક્સિન લગાવશો તો તમને જોઈને અન્ય લોકો પણ વેક્સિનેશન માટે પ્રેરણા મેળવશે. વેક્સિન લગાવ્યા બાદ મિમી પાસે વેક્સિનેશન કન્ફર્મેશનનો કોઈ જ મેસેજ આવ્યો ન હતો, જે અંગે તેમણે પોલીસને ફરિયાદ કરી હતી.

ભાસ્કરે કેટલાક પ્રશ્નોના જવાબ જાણવા માટે ડોક્ટર પૂનમ ચંદાની સાથે વાતચીત કરી. ડોક્ટર પૂનમ ચંદાની અત્યારે ભોપાલની જવાહરલાલ નેહરુ હોસ્પિટલમાં કોરોના દર્દીના સેમ્પલિંગનું કામ જોઈ રહ્યાં છે...

વેક્સિન લગાવ્યા પછી મેસેજ અને સર્ટિફિકેટ ક્યાં સુધી આવશે?
વેક્સિન લગાવ્યા પછી 5 મિનિટમાં તમને કન્ફર્મેશન મેસેજ આવી જશે અને 1 કલાકમાં કોવિન પોર્ટલ પર સર્ટિફિકેટ પણ મળી જશે. એથી જો કોઈ તમને કહે કે સર્ટિફિકેટ પછી આપીશું તો તમે તેનું કારણ પૂછી શકે છો. મુંબઈમાં જે વેક્સિન સ્કેમ થયો એમાં કહેવામાં આવ્યું હતું કે તમને થોડાક સમય પછી એકસાથે સર્ટિફિકેટ આપીશું, પરંતુ સર્ટિફિકેટ તો એક કલાકમાં મળી જાય છે.

વેક્સિન રજિસ્ટ્રેશન સમયે આટલી સતર્કતા રાખજો
વેક્સિન રજિ સ્ટ્રેશનના નામે ઘણા અસામાજિક તત્ત્વો લોકોને ઠગી રહ્યા છે. વેક્સિન રજિસ્ટ્રેશનના નામે તેઓ સામે વાળી વ્યક્તિના ફોનમાં મેસેજ દ્વારા લિંક મોકલે છે, જેના પર ક્લિક કરવાથી એક એપ્લિકેશન આપમેળે તે વ્યક્તિના ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આ એપ દ્વારા ફોનની તમામ ગુપ્ત માહિતીઓની ચોરી કરી શકાય છે.

વેક્સિન રજિસ્ટ્રેશન સમયે ધ્યાનમાં રાખવાની વાતો
ફક્ત કોવિન એપ્લિકેશન અથવા પોર્ટલ દ્વારા વેક્સિનેશન માટે નોંધણી કરો. ભારત સરકારે કોવિન પર જ વેક્સિનેશ માટેની તમામ સુવિધાઓ આપી છે. કોઈપણ અન્ય એપ્લિકેશન અથવા વેબસાઇટ ખોલો નહીં અથવા તમારી કોઈપણ માહિતી શેર ના કરો.
કોવિન પોર્ટલની લિંક- https://www.cowin.gov.in/home
કોવિન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક- https://play.google.com/store/apps/details?id=com.cowinapp.app
નોંધણી સમયે તમારો મોબાઇલ નંબર દાખલ કરો. જો તમને કોવિન સંબંધિત કોઈ OTP મળે તો પછી એને કોઈની સાથે શેર ન કરો.
નોંધણી કર્યા પછી તમે સ્લોટ બુક કરશો પછી પણ તમને એક OTP મળશે. આ OTP વેક્સિન લેતા પહેલાં આરોગ્યકર્મીને આપવાનો રહેશે.
કોવિન પોર્ટલ પર તમે એક મોબાઇલ નંબરથી 4 લોકોના રજિસ્ટ્રેશન કરી શકશો. ધ્યાન રાખજો કે તમારા મોબાઇલ નંબરથી પરિવારના સભ્યો અથવા ઓળખીતાનું જ રજિસ્ટ્રેશન કરજો.

વેક્સિનેશ સર્ટિફિકેટ કેવી રીતે તપાસવું?
વેક્સિનના સર્ટિફિકેટના QR કોડને સ્કેન કરીને તમે તપાસ કરી શકો છો.
આ સાથે તમારું નામ, ઉંમર, તારીખ અને વેક્સિનેશનનો સમય, વેક્સિનેશન કેન્દ્રનું નામ અને આરોગ્ય કર્મચારી, જેણે તમને વેક્સિન આપી છે તેનું નામ પણ પ્રમાણપત્ર પર છે. જો આ માહિતીમાં કોઈ ભૂલ હોય તો તરત જ આ અંગે ફરિયાદ દાખલ કરો.

જો તમને નકલી વેક્સિન અપાઈ હશે તો એની શું આડઅસર થશે?
જો તમને નકલી વેક્સિન મળી છે, તો તમારામાં વેક્સિનેશન પછીના એકપણ લક્ષણો નહીં જણાય. જેમ કે હાથમાં દુખાવો, હળવો તાવ અથવા થાક. સામાન્ય રીતે આ લક્ષણો વેક્સિન લીધા પછી 80% લોકોમાં જોવા મળે છે. જોકે તે તમારી રોગપ્રતિકારક શક્તિ અને વેક્સિનના પ્રકાર પર આધારિત છે.

તો વેક્સિન વાસ્તવિક છે કે નકલી એની તપાસ કેવી રીતે કરીએ?
વેક્સિનેશન માટે માત્ર સરકારી વેક્સિન કેન્દ્ર પર જવું. જો કોઈ ખાનગી કેન્દ્રમાં જવું હોય તો પહેલા એ શોધી કાઢો કે આ કેન્દ્ર અધિકૃત છે કે નહીં. ખાનગી વેક્સિનેશન કેન્દ્રો પણ કોવિન પોર્ટલ પર છે. તમે કોવિન પોર્ટલ અથવા એપ્લિકેશનથી જ ખાનગી કેન્દ્રો પર સ્લોટ બુક કરી શકો છો.

વેક્સિન લીધાના એક મહિના પછી તમે એન્ટિબોડી ટેસ્ટ કરાવી શકો છો. આ ટેસ્ટ દ્વારા તમે શરીરમાં એન્ટિબોડી કેટલા બન્યા છે એની માહિતી પ્રાપ્ત થશે. જો તમને વાસ્તવિક વેક્સિનનો ડોઝ અપાયો હશે તો એન્ટિબોડી પણ બન્યા હશે.

શું કોઈ સામાન્ય વ્યક્તિ બેચ નંબરથી વાયલ ટ્રેસ કરી શકે છે?
ના. વાયલના બેચ નંબરથી તમે એને ટ્રેસ નહીં કરી શકો. શંકાસ્પદ કેસોમાં જ તમે સરકારી કર્મચારીની સહાયથી વેક્સિન કંપની પાસેથી બેચ નંબરની જાણકારી મેળવી શકશો.