કોવિડ-19 વેક્સિન ટ્રેકર:શું ચીનમાં લોકોને જબરદસ્તીથી વેક્સિન લગાવવામાં આવી રહી છે? ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટના ટ્વીટ બાદ રાહુલે પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા

2 વર્ષ પહેલા

વિશ્વભરમાં કોવિડ -19ના પોઝિટિવ કેસની સંખ્યા વધીને ત્રણ કરોડને પાર થઈ ગઈ છે અને 10 લાખથી વધારે લોકોનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં જ્યારે સમગ્ર વિશ્વ અસરકારક વેક્સિનની શોધ કરી રહી છે ત્યારે ચીને સરકારી કંપનીઓ, સરકારી અધિકારીઓ, વેક્સિન કંપનીના સ્ટાફ, ટીચર્સ, સુપરમાર્કેટના કર્મચારીઓ અને વિદેશ જઈ રહેલા લોકોને વેક્સિન આપવાનું શરૂ કર્યું છે તેમજ ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ભારત સરકારે વેક્સિન માટે 80 હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. આ અંગે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારની પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે.

ચીનઃ નોન- ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ પર લોકોની સહી લેવામાં આવી

  • ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ઈમર્જન્સી ઉપયોગ કહીને ચીનમાં સરકાર વધુ ને વધુ લોકોને વેક્સિન લગાવવાની તૈયારી કરી રહી છે. ઓસ્ટ્રેલિયામાં મર્ડોક ચિલ્ડ્રન્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં પુડિયાટ્રિશિયન ડો. કિમ મુલ્હોલેન્ડના જણાવ્યા પ્રમાણે, મને લાગે છે કે સરકારી કંપનીઓના કર્મચારીઓ માટે વેક્સિન લગાવવાનું મુશ્કેલ થઈ રહ્યું હશે. આટલા બધા લોકો અપ્રૂવલ વગરની વેક્સિન લગાવવા માટે જાતે સહમત નહીં થયા હોય. વેક્સિનનું ઈન્જેક્શન લગાવતાં પહેલાં લોકો પાસેથી નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ પર સહી લેવામાં આવી રહી છે જેથી તેઓ મીડિયાને કોઈ જાણકારી ન આપી શકે.
  • ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, અત્યારસુધીમાં સ્પષ્ટ નથી થયું કે કેટલા લોકોને વેક્સિનનો ડોઝ અપાયો છે. ચીનની સરકારી કંપની સિનોફાર્મએ જણાવ્યું હતું કે હજારો લોકોને વેક્સિન અપાઈ છે. સાથે જ કંપનીના આશરે 3,000 કર્મચારીને પણ વેક્સિનનો ડોઝ અપાયો છે. ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝન પર સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું હતું કે સરકાર માર્કેટ, ટ્રાન્સપોર્ટેશન અને સર્વિસ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકોને પણ ઈમર્જન્સી ઉપયોગમાં સામેલ કરવા પર વિચાર કરી રહી છે.

પૂનાવાલાએ પૂછ્યું- શું સરકાર પાસે 80 હજાર કરોડ રૂપિયા છે?

  • સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO આદર પૂનાવાલાએ બે દિવસ પહેલાં ટ્વીટ કર્યું હતું કે શું સરકાર પાસે 80 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ છે? દેશની વસતિને આવતા એક વર્ષમાં કોવિડની વેક્સિન ઉપલબ્ધ કરાવવા આ જરૂરી છે. આના માટે તેમણે એમ પણ કહ્યું હતું કે આપણે ભારત અને વિદેશી વેક્સિન મેન્યુફેક્ચરર્સ સાથે મળીને પ્લાન અને ગાઇડ કરવાં પડશે. જેથી, વેક્સિનની ખરીદી અને વિતરણ સુનિશ્ચિત કરી શકાય. આના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકોને રસી અપાવવાની સરકારની વ્યૂહરચના પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલે ટ્વીટ કરતાં કહ્યું, આ સવાલ વાજબી છે, પરંતુ ભારત સરકારના જવાબ માટે કેટલો સમય રાહ જોશે? કોવિડ એક્સેસ સ્ટ્રેટેજી જ મનની વાત હોત તો સારું થાત.

કેનેડામાં 20 મિલિયન ડોઝ ખરીદવાની ડીલ થઈ

  • કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 20 મિલિયન કોવિડ-19 વેક્સિન ડોઝ સુરક્ષિત કરવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા હોવાની જાહેરાત કરી છે. મીડિયાને સંબોધન કરતાં ટ્રુડોએ જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા સાથે કરાર કરવામાં આવ્યો છે, જે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સિન બનાવી રહી છે. આ ડીલની સાથે ટ્રુડો સરકારે 6 મુખ્ય વેક્સિન કેન્ડિડેન્ટસ્ મેળવવાની તૈયારી કરી લીધી છે. જોકે હજુ સુધી કોઈ કેન્ડિડેન્ટ ફેઝ-3ના ટ્રાયલ્સમાંથી પસાર થઇને અપ્રૂવલ સ્ટેજ સુધી પહોંચ્યું નથી.

J&J વેક્સિનના શરૂઆતનાં પરિણામો ઘણાં સારાં

  • જોન્સન એન્ડ જોન્સનની કોવિડ-19 વેક્સિનના શરૂઆતનાં પરિણામો ઘણાં સારાં છે. તેમણે સારો ઈમ્યુન રિસ્પોન્સ દેખાડ્યો છે. CNNના રિપોર્ટ પ્રમાણે, ફેઝ 1/2ના ક્લિનિકલ ટ્રાયલ્સમાં ખબર પડી કે એક ડોઝ આશરે 800 લોકોમાં મજબૂત ઈમ્યુન રિસ્પોન્સ દેખાડ્યો છે. આ ટ્રાયલમાં 18-55 વર્ષ અને 65 વર્ષથી વધારે ઉંમરવાળાના બે ગ્રુપ બનાવ્યા હતા. જેની મદદથી અલગ-અલગ ડોઝની સેફ્ટી અને સાઈડ ઈફેક્ટ પણ જોઈ. સંશોધકોએ જોયું કે વેક્સિન આપ્યાને 29 દિવસ પછી 99% કેન્ડિડેન્ટમાં એન્ટિબોડી ડેવલપ થઇ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...