તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:35 દિવસમાં આજે 7મી વખત ખેડૂત અને સરકાર વચ્ચે બેઠક; શા માટે ઉકેલ આવતો નથી? ક્યાં અટકી છે વાત? જાણો આ તમામ માહિતી

2 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક

ખેતી સાથે સંકળાયેલા ત્રણ કાયદા સામે ખેડૂત આંદોલનને આજે 35મો દિવસ છે. સરકાર અને ખેડૂતો વચ્ચે પણ 21 દિવસ બાદ આજે 7માં તબક્કાની વાતચીત થશે. આ અગાઉ 6 તબક્કાની વાતચીતમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. ખેડૂતો ત્રણેય કાયદાને રદ્દ કરવાની માંગ પર અડગ છે. બીજી બાજુ સરકાર લેખિતમાં ખેડૂતોને જવાબ આપવા તૈયાર છે. જોકે છેવટે શુ કારણ છે કે આટલા દિવસ અને આટલી વાતચીત બાદ પણ કોઈ ઉકેલ આવી શક્યો નથી. અગાઉની વાતચીતમાં શુ થયું? ખેડૂત કઈ માંગોને લઈ અડગ છે?

સૌથી પહેલા ખેડૂત અને સરકાર વચ્ચે અત્યાર સુધી થયેલી વાતચીતમાં શું પરિણામ આવ્યું?
પ્રથમ તબક્કોઃ 14 ઓક્ટોબર

શુ થયુંઃ બેઠકમાં કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરને બદલે કૃષિ સચિવ આવ્યા. ખેડૂત સંગઠનોએ બેઠકનો બોયકોટ કર્યો. તેઓ કૃષિ મંત્રી સાથે વાત કરવા તૈયાર હતા.

બીજો તબક્કોઃ 13 નવેમ્બર
શુ થયુંઃ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પીયૂષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે બેઠક યોજી. 7 કલાક વાતચીત થઈ, જોકે તેનું કોઈ પરિણામ ન આવ્યું.

ત્રણ તબક્કાઃ 1 ડિસેમ્બર
શુ થયુંઃ ત્રણ કલાક વાતચીત થઈ. સરકારે નિષ્ણાતોની સમિતિની રચના કરવા સૂચન કર્યું. જોકે ખેડૂત સંગઠનો ત્રણ કાયદા રદ્દ કરવાની માંગ પર અડગ રહ્યા.

ચોથો તબક્કોઃ 3 ડિસેમ્બર
શુ થયુંઃ સાડા 7 કલાક સુધી વાતચીત ચાલી. સરકારે દાવો કર્યો કે MSP સાથે કોઈ જ છેડછાડ થશે નહીં. ખેડૂતોનું કહેવું હતું કે સરકાર MSP પર ગેરંટી આપવા સાથે ત્રણેય કાયદા રદ્દ કરે.

5મો તબક્કોઃ 5 ડિસેમ્બર
શુ થયું : સરકાર MSP અંગે ખાતરી આપવા પણ તૈયાર છે. પણ ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું કે કાયદા રદ્દ કરવા અંગે સરકાર હા અથવા ના માં જવાબ આપે.

6ઠ્ઠો તબક્કોઃ 8 ડિસેમ્બર
શુ થયુંઃ ભારત બંધના દિવસે જ ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજી. ત્યારપછી સરકારે 22 પેજનો પ્રસ્તાવ આપ્યો છે. જોકે, ખેડૂત સંગઠનોએ તેને તેને નકારી કાઢ્યો.

સરકારના પ્રસ્તાવમાં શુ હતુ?
9 ડિસેમ્બરના રોજ સરકારના 22 પેજના પ્રસ્તાવમાં આ 5 મુદ્દા હતા-
1. MSPની ખરીદી ચાલુ રાખશે, સરકાર લેખિતમાં આપવા તૈયાર છે
2. ખેડૂત અને કંપની વચ્ચે કોન્ટ્રેક્ટની રજિસ્ટ્રી 30 દિવસમાં થશે. કોન્ટ્રેક્ટના કાયદામાં સ્પષ્ટ કરવામાં આવ્યુ કે ખેડૂતોની જમીન પર લોન અથવા ગીરવે રાખી શકાશે નહીં.
3. રાજ્ય સરકારો ઈચ્છે તો પ્રાઈવેટ મંડીઓ પર પણ ફી લગાવી શકે છે. આ ઉપરાંત સરકાર ઈચ્છે તો મંડીના વ્યાપારીઓનું રજિસ્ટ્રેશન ફરજીયાત કરી શકે છે.
4. ખેડૂતોની જમીનની જપ્તિ કે દાવેદારી થઈ શકશે નહીં. ખેડૂતોને સિવિલ કોર્ટ જવાનો વિકલ્પ પણ મળશે.
5. વીજળી બિલ અત્યારે ડ્રાફ્ટ છે, તેને લાવવામાં નહીં આવે અને જૂની વ્યવસ્થા જ લાગૂ રહેશે.

તો ખેડૂતો તેને શા માટે નકારી રહ્યા છે?
ખેડૂત નેતાઓનું કહેવું છે કે 22 પૈકી 12 પેજ પર તેની ભૂમિકા, પૃષ્ઠભૂમિ, તેના ફાયદા અને આંદોલન ખતમ કરવાની અપીલ તથા ધન્યવાદ છે. કાયદામાં કયા-કયા સુધારા કરશું, તેને બદલે દરેક મુદ્દા પર લખ્યુ છે કે આમ કરવા વિચારણા કરી શકે છે. ત્રણેય કાદયા રદ્દ કરવાના જવાબ હા અથવા ના માં જવાબ આપવાની જગ્યાએ લખ્યુ છે કે ખેડૂતો તરફથી જે સૂચન મળશે તે અંગે વિચાર કરી શકાય છે.
ખેડૂતની માંગ શુ છે?

  • ખેડૂત ખેતી સાથે જોડાયેલ ત્રણ કાયદાને રદ્દ કરવાની માંગ કરે છે. તેમનું કહેવું છે કે કાયદાથી કોર્પોરેટ ગૃહોને લાભ થશે
  • ખેડૂત MSP અંગે સરકાર તરફથી લેખિત ખાતરી ઈચ્છે છે.
  • વીજળી વિધેયકનો પણ વિરોધ છે. સરકાર 2003ના વીજળી વિધેયકમાં સુધારા કરી નવો કાયદો લાવવાની તૈયારી કરતી હતી. ખેડૂતોનું કહેવું છે કે તેનાથી ખેડૂતોને વીજળી પર મળતી સબસિડી ખતમ થઈ જશે.
  • ખેડૂતોની એક માંગ પરાલી સળગાવવા અંગે દંડની જોગવાઈ છે. તે હેઠળ પરાલી સળગાવવાથી ખેડૂતોને 5 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.

શુ વાતચીતનો કોઈ ઉકેલ નહીં મેળવવો તેની પાછળ કોઈ જીદ છે?
ખેડૂતની જીદઃ
ત્રણેય કાયદા રદ્દ કરવાની માંગ પર અડગ. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર કાયદા રદ્દ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલતુ રહેશે.

સરકારની જીદઃ કાયદો પાછો લઈ શકાય કે રદ્દ કરી શકાય તેમ નથી. ખેડૂતોના જે પણ સૂચન છે તે પ્રમાણે સુધારા કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો