ભાસ્કર એક્સપ્લેનર:આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને ડ્રોનથી ખતમ કરે છે અમેરિકા; આ પ્રકારના ડ્રોન વૉર માટે કેવી છે ભારતની તૈયારી? જાણો બધુ

2 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

અમેરિકાએ શનિવારે દાવો કર્યો કે કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ કરનારા ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાનના મુખ્ય ભેજાબાજનો ડ્રોન હુમલામાં સફાયો કરી દેવાયો છે. આ જ ગ્રૂપે કાબુલ એરપોર્ટ પર હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત 170 લોકોની હત્યા કરી હતી. રૉયટર્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર અમેરિકાનું રીપર ડ્રોન મિડલ ઈસ્ટના કોઈ ગુપ્ત સ્થળેથી લોન્ચ થયું અને તેણે અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં એક કારને નિશાન બનાવી. આ કારમાં જ ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાન ગ્રૂપના ષડયંત્રકારીઓ હતા.

આવું પ્રથમવાર બન્યું નથી જ્યારે અમેરિકી ડ્રોને આતંકી સ્થળોને તબાહ કર્યા હોય. આ પહેલા પણ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક, સિરિયા સહિત અનેક વિસ્તારોમાં ડ્રોનથી આતંકીઓને નિશાન બનાવાયા છે. અમેરિકા જ નહીં પણ તુર્કી, ચીન અને ઈઝરાયેલ પણ મોટી સંખ્યામાં એવા ડ્રોન બનાવી રહ્યા છે જેઓ અનેક કિમી દૂરથી દુશ્મનને ઠેકાણે પાડી શકે છે.

આવો જાણીએ કે આ ડ્રોન શું છે? દુશ્મનને ઠેકાણે પાડવા માટે મિલિટરી તેનો ઉપયોગ કેવી રીતે કરે છે? શું ભારત પાસે પણ આવા જ ડ્રોન છે? ડ્રોન વૉર માટે ભારતની શું તૈયારી છે?

ડ્રોન શું છે?

 • ચાલકરહિત વિમાન એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ (યુએવી)ને જ આસાન શબ્દોમાં ડ્રોન કહે છે. ગત 30 વર્ષથી ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર મિલિટરી સર્વેલન્સ માટે નહીં પણ ફિલ્મ બનાવવા, કોઈ વિસ્તારના મેપિંગ અને હવે તો ચીજવસ્તુની ડિલિવરીમાં પણ. જ્યાં સુધી મિલિટરી સર્વેલન્સનો સવાલ છે તો તેની શરૂઆત 1990ના દાયકામાં અમેરિકાએ જ કરી હતી.
 • મિલિટરી ટેકનોલોજીના એડવાન્સમેન્ટની સાથે જ ડ્રોનનો ઉપયોગ દુશ્મનને નષ્ટ કરવામાં પણ થવા લાગ્યો. 1999ના કોસોવો વૉરમાં સર્બિયાના સૈનિકોના ગુપ્ત સ્થળોની ભાળ મેળવવા માટે પ્રથમવાર સર્વેલન્સ ડ્રોનનો ઉપયોગ થયો હતો. 2001માં અમેરિકા 9/11ના હુમલા પછી ડ્રોન હથિયારોથી સજ્જ થયું છે. તેના પછી તો એ જાણે સૌથી એડવાન્સ હથિયાર તરીકે વિકસિત થઈ જ રહ્યા છે.

મિલિટરી ડ્રોનથી હુમલા ક્યારથી શરૂ થયા?

 • 2001માં. અમેરિકાએ ડ્રોનથી પ્રથમ હુમલો ઓક્ટોબર 2001માં કર્યો, જ્યારે તેણે તાલિબાનના મુલ્લા ઉમરને નિશાન બનાવ્યો હતો. મુલ્લાના કમ્પાઉન્ડની બહાર કાર પર ડ્રોનથી હુમલામાં મુલ્લા તો ન મર્યો, પરંતુ તેના બોડીગાર્ડ્સ માર્યા ગયા હતા. પ્રથમ જ મિશનમાં નિષ્ફળતા પછી પણ અમેરિકા પાછળ ન હટ્યું. તેણે આ ટેકનોલોજીને વધુ મજબૂતી આપી.
 • અમેરિકાએ ‘વૉર ઓન ટેરર’ દરમિયાન પ્રિડેટર અને રીપર ડ્રોન અફઘાનિસ્તાનની સાથે જ પાકિસ્તાનના ઉત્તરી કબીલા વિસ્તારોમાં પણ તહેનાત કર્યા હતા. અમેરિકાના જ ડ્રોન ઈરાક, સોમાલિયા, યમન, લીબિયા અને સિરિયામાં પણ તહેનાત છે. રીપર ડ્રોન જ હતું, જેનાથી યુએસએ અલકાયદાના ઓસામા બિન લાદેન પર નજર રાખી હતી. જેના પછી નેવી સીલ્સે 2 મે 2011ના રોજ પાકિસ્તાનના એબટાબાદમાં લાદેનનો ખાતમો કર્યો હતો.
 • અમેરિકાએ આજ સુધી ક્યારેય પણ ડ્રોન હુમલાના આંકડા જારી કર્યા નથી. ડ્રોન હુમલાની દેખરેખ રાખનારા એક ગ્રૂપ જેન્સનો દાવો છે કે 2014-2018 વચ્ચે ચાર વર્ષમાં ઈરાક અને સિરિયામાં અમેરિકાએ રીપર ડ્રોનથી ઓછામાં ઓછા 2400 મિશનને અંજામ આપ્યો એટલે કે દરરોજ બે હુમલા કર્યા.

દુનિયાભરમાં કેટલા મિલિટરી ડ્રોન ઉડી રહ્યા છે?

 • સર્વેલન્સ માટે દુનિયાભરમાં હજારો મિલિટરી ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. ગાર્જિયને ઈન્ફોર્મેશન ગ્રૂપ જેનના એનેલિસ્ટના હવાલાથી દાવો કર્યો કે 2028 સુધી 80 હજારથી વધુ સર્વેલન્સ અને 2000થી વધુ એટેક ડ્રોન ખરીદવામાં આવશે.
 • હથિયારોથી સજ્જ ડ્રોન સસ્તુ હોતું નથી. એક્સપર્ટ કહે છે કે એક ડ્રોનની કિંમત 110થી 150 કરોડ રૂપિયા સુધી થઈ શકે છે. તેમાં જેમ જેમ હથિયારો સામેલ થતા જશે, કિંમત પણ વધતી જશે. તેને ઉડાવનારા પાયલટ્સ અને ટેકનિશિયન્સની ટ્રેનિંગનો ખર્ચ અલગ છે.

કયા દેશ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે?

 • બ્રિટિશ ગ્રૂપ ડ્રોન વૉર્સ અનુસાર ડ્રોનના ત્રણ મોટા એક્સપોર્ટર છે - અમેરિકા, ચીન અને તુર્કી. ઈઝરાયેલી કંપનીઓ પણ મોટા ડ્રોન એક્સપોર્ટ કરે છે પરંતુ તેણે ક્યારેય સ્વીકાર કર્યો નથી કે તેના ડ્રોન મિલિટરી હથિયારોથી સજ્જ છે. ભારત સહિત અનેક દેશ પોતપોતાના ડ્રોન બનાવી રહ્યા છે.
 • અમેરિકાએ જ દુનિયાને દુશ્મનને ખતમ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું શિખવ્યું. આ ટેકનોલોજીમાં એ સૌથી આગળ છે. તેના પ્રિડેટર અને રીપર ડ્રોન ખૂબ ઘાતક છે અને તેમની ડિમાંડ પણ ખૂબ છે. યુકે, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, યુએઈ સહિત અનેક દેશોની પાસે અમેરિકન ડ્રોન છે.
 • પોતાના જિયોગ્રાફિક લોકેશનના કારણે તુર્કીની મજબૂરી હતી કે ડ્રોન સિસ્ટમ બનાવવામાં આવે. તેણે એવું કર્યુ પણ ખરૂં. તુર્કી પોતાના ડ્રોન બેરાક્ટાર (Bayraktar)થી સિરિયા અને ઈરાકમાં હુમલા કરે છે. અલ્બાનિયા, મોરોક્કો, પોલેન્ડ અને સાઉદી અરેબિયાને પણ ડ્રોન સપ્લાઈ કરી રહ્યા છે.
 • ચીને પાછળ રહેવા છતાં પણ આ દિશામાં ઝડપથી કામ કર્યુ છે. એ નવા અને વધુ ઘાતક ડ્રોન બનાવી રહ્યું છે. પાકિસ્તાન પોતાનું આર્મ્ડ ડ્રોન બુર્રાક બનાવી રહ્યું છે, જેને ચાઈનીઝ ડ્રોનનું ક્લોન ગણાવવામાં આવે છે. તેણે ચીનથી પ્રથમવાર ચાઈનીઝ CH-4 ડ્રોન ઈમ્પોર્ટ કર્યા છે, જેમાં પાંચ જાન્યુઆરીમાં ડિલિવર થયા છે. ઈન્ડોનેશિયા અને મ્યાંમાર (બર્મા) પણ ચાઈનીઝ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ડ્રોન સેટેલાઈટથી પણ ઓપરેટ થઈ શકે છે.
 • ઈઝરાયેલની એક કંપની હેરોન ડ્રોન બનાવે છે, જે તેણે જર્મની અને ભારતની સાથે સાથે કેટલાક દેશોને ડિલિવર પણ કર્યા છે. આ ઉપરાંત ઈરાન (કામરાન), રશિયા (ઓરાયન), જ્યોર્જિયા (પ્રોજેક્ટ T-31) જેવા દેશ પણ પોતાના ડ્રોન બનાવી રહ્યા છે.

ડ્રોન વૉર માટે ભારતની શું તૈયારી છે?

 • ભારતે પણ 2000ના દાયકામાં ડ્રોન પર કામ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં ડ્રોનનો ઉપયોગ સર્વેલન્સ માટે કરવાનું શરૂ કરી દીધું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ રૂસ્તમ ડ્રોન બનાવ્યા છે, જેનું ફેબ્રુઆરી 2021માં ટેસ્ટ ફ્લઆીટ સફળ રહ્યું હતું. ફેબ્રુઆરીમાં ભારતે ઈઝરાયેલી કંપની પાસેથી 4 ફાલ્કન ડ્રોન લીઝ પર લીધા છે, જેમને ચીનની તણાવગ્રસ્ત સરહદે તહેનાત કરાયા છે.
 • મિલિટરી ઈન્ફોર્મેશન ગ્રૂપ જેન્સના અનુસાર ભારત પાસે 90 ઈઝરાયેલી ડ્રોન છે, જેમાં 75નું ઓપરેશન એરફોર્સ પાસે અને 10નું ઈન્ડિયન નેવી પાસે છે. આર્મીએ નવા ડ્રોન લીઝ પર લીધા છે, જે 2020માં ચાઈનીઝ સરહદે થયેલા વિવાદ પછી તહેનાત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકન કંપની જનરલ એટોમિક્સ સાથે 30 ડ્રોન માટે 3 બિલિટન ડોલર (22 હજાર કરોડ રૂપિયા)ની ડીલ થઈ છે. તેના અંતર્ગત આર્મી, નેવી અને એરફોર્સને 10-10 MQ9 રીપર ડ્રોન મળશે
 • ઈન્ડિયન નેવી હથિયાર વિનાના 2 સી ગાર્જિયન ડ્રોન્સનો લીઝ પર ઉપયોગ કરી રહી છે. આ અમેરિકન ડ્રોન પ્રિડેટરનો જ વેરિએન્ટ છે. આ ઉપરાંત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે CATS (કમ્બાઈન્ડ એર ટીમિંગ સિસ્ટમ) વૉરિયર બનાવ્યું છે, જે તેજસ અને જેગુઆર ફાઈટર પ્લેનમાં લાગશે. એ ફાઈટર પ્લેનથી ઓપરેટ થશે અને રડારને થાપ આપી શકે છે.
 • ઈન્ડિયન નેવી પાસે સ્મેશ 2000 એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ છે. જુલાઈમાં જમ્મુમાં થયેલા ડ્રોન હુમલા પછી હવે આર્મી માટે પણ આ પ્રકારની એન્ટી-ડ્રોન સિસ્ટમની સંભાવનાઓ તપાસવામાં આવી રહી છે. જેથી ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપી શકાય. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એક ડ્રોન હેલિકોપ્ટર-રોટરી પણ બનાવી રહ્યું છે. એ 15 હજાર ફૂટની ઊંચાઈ પર ઓપરેટ થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...