તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે જમ્મુ-કાશ્મીરના લોકો માટે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)ને વર્ચ્યુલી લોંચ કરી છે. આ યોજનામાં જમ્મુ-કાશ્મીરના દરેક પરિવારને પાંચ લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ મળશે. આ યોજના અનેક રાજ્યોમાં અગાઉથી જ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર એવુ પ્રથમ રાજ્ય છે જ્યાં દરેક પરિવારને આ સ્કીમનો લાભ મળશે.
AB-PMJAY યોજના શુ છે? અત્યાર સુધી કેટલા લોકોના આ યોજનાનો લાભ મળી ચુક્યો છે? જમ્મુ-કાશ્મીરમાં યોજના અન્ય રાજ્યોથી કેવી રીતે અલગ છે? સ્કીમનો લાભ મેળવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે? કયા આધાર પર મળશે કવર? જ્યાં ફક્ત ગરીબો માટે આ યોજના છે ત્યાં કયા લોકોના નામ નોંધાશે? તો ચાલો જાણીએ.....
AB-PMJAY સેહત યોજના શું છે?
23 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીથી AB-PMJAY સેહત યોજના લોંચ કરી હતી. યોજના અંતર્ગત આવતા પરિવારોને પ્રત્યેક વર્ષ 5 લાખ સુધી હેલ્થ ઈન્સ્યોરન્સ કવર મળે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ જે રાજ્યો આવતા હતા ત્યાંના 22 કરોડ 66 લાખથી વધારે પરિવારોમાંથી 13 કરોડ 4 લાખથી વધારે પરિવાર યોજના માટે યોગ્યતા ધરાવતા હતા. જમ્મુ-કાશ્મીરના આશરે 37 લાખથી વધારે પરિવારો આજથી આ સ્કીમમાં જોડાઈ ગયા છે.
અત્યાર સુધી કેટલા લોકો આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે?
21 સપ્ટેમ્બર 2020 સુધી કુલ 1 કરોડ 26 લાખ લોકોએ AB-PMJAY આરોગ્યને લગતી યોજના હેઠળ સારવાર કરાવી. આ પૈકી 5 લાખ 13 હજાર દર્દી એવા હતા કે જે કોરોનાને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દેશભરમાં 24 હજારથી વધારે હોસ્પિટલો એવી હતી જ્યાં આ કાર્ડથી દર્દીની સારવારની સુવિધા મળી શકે છે. દિલ્હી, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ સિવાય સમગ્ર દેશમાં યોજના લાગૂ થઈ ચુકી છે.
યોજનાનો લાભ લેવામાં ગુજરાત સૌથી આગળ છે. અહીંના છેલ્લા બે વર્ષમાં 19 લાખ 37 હજારથી વધારે લોકો યોજનાની મદદથી સારવાર કરાવી ચુક્યા છે. બીજા નંબર પર તમિલનાડુ અને ત્રીજા નંબર પર કેરળ છે.
દિલ્હી, ઓડિશા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં યોજના શાં માટે નહીં?
આ યોજના માટે નાણાં ક્યાંથી આવી રહ્યા છે?
ફંડ માટે કેટલાક રાજ્યોએ એક નોન-પ્રોફિટેબલ ટ્રસ્ટ બનાવ્યા છે, જ્યાં બજેટથી હેલ્થ કેર ફંડ કાઢવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર તેમા આશરે 60 ટકા યોગદાન કરે છે. કોઈ દર્દીના ઈલાજમાં ખર્ચ થતા પૈસા સીધા હોસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર થાય છે. બીજુ મોડેલ એ છે કે રાજ્ય સરકારે સ્વાસ્થ્ય વીમા કરવા માટે ખાનગી વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરી રહી છે. કેટલાક રાજ્યોએ એક મિશ્રિત મોડલની પસંદગી કરી છે, જ્યાં ખાનગી વીમા કંપનીઓ નાની ચુકવણીને કવર કરે છે અને અન્ય સરકારી ટ્રસ્ટ દ્વારા ફંડ આપવામાં આવે છે.
આ યોજનામાં કઈ-કઈ બીમારીઓને કવર કરવામાં આવી છે?
યોજનામાં જૂની બીમારીને પણ કવર કરવામાં આવે છે. કોઈ બીમારીમાં હોસ્પિટલમાં દાખલ થતા પહેલા અને બાદના ખર્ચ તેમા કવર થાય છે. ટ્રાન્સપોર્ટ પર થતા ખર્ચ તેમા કવર થાય છે. તમામ મેડિકલ તપાસ, ઓપરેશન, સારવાર જેવી બાબતોનો તેમા સમાવેશ થાય છે.
સ્કીમ માટે કયાં દસ્તાવેજોની જરૂર હોય છે?
ઓળખ માટે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ અથવા રાશન કાર્ડ વગેરે દેખાડી શકાય છે. NHAએ આરોગ્ય મિત્રોને હોસ્પિટલોમાં ગોઠવ્યા છે. તેમની પાસે દર્દીની ઓળખની ખરાઈ કરવા તથા તેમની સારવારમાં મદદ કરવાનું કામ છે. પૂછપરછ અને સમાધાન માટે પણ દર્દી આ લોકોનો સંપર્ક કરી શકે છે.
કયા આધાર પર કવર મળે છે?
જમ્મુ કાશ્મીરના દરેક નાગરિકને આ કાર્ડથી ઈલાજ મળી શકશે. દેશના અન્ય રાજ્યોમાં 2011ના સામાજીક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરીમાં ગરીબ તરીકે ચિન્હિત કરવામાં આવતા તમામ લોકોને લાભ મેળવવાની યોગ્યતા ધરાવે છે.
એટલે કે જો કોઈ વ્યક્તિ વર્ષ 2011 બાદ ગરીબ થઈ ગઈ છે તો તે કવરથી વંચિત થઈ જશે. વીમા કવર માટે ઉંમર, પરિવારના કદને લઈ મર્યાદા નથી. લાભાર્થી સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં પ્રત્યેક વર્ષ 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર કરાવી શકશે.
તમારું નામ કેવી રીતે તપાસ કરશો?
નેશનલ હેલ્થ એજન્સી (NHA)એ આ માટે વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર લોંચ કર્યા છે. જેના મારફતે કોઈ પણ વ્યક્તિ આ માટે તપાસ કરાવી શકે છે કે લાભાર્થીઓનું ફાઈલન લિસ્ટમાં નામ છે કે નહીં. આ માટે mera.pmjay.gov.in વેબસાઈટ જોઈ શકાય છે અથવા હેલ્પલાઈન નંબર 14555 પર કોલ કરી શકાય છે. રજિસ્ટ્રેશન બાદ મેસેજના માધ્યમથી મોબાઈલ પર આઈડી નંબર મળશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.