તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
13મો એરો ઈન્ડિયા શો આજથી બેંગ્લુરુના યેલાહાંકા એરપોર્ટ સ્ટેશન પર શરૂ થઈ રહ્યો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ શોમાં ભારત ઉપરાંત 14 દેશ ભાગ લઈ રહ્યા છે. પ્રથમ વખત આ શો ફિઝીકલી સાથે જ વર્ચ્યુઅલી પણ થઈ રહ્યો છે. ત્રણ દિવસ ચાલનારા આ શોમાં અનેક વાત પ્રથમ વખત થશે.
પ્રશ્ન એ છે કે એરો ઈન્ડિયા શો છે શું?સામાન્ય નાગરિકો તેમાં જઈ શકે છે કે નહીં?આ શો દરમિયાન એર શોમાં કોરોનાને લીધે શું પરિવર્તન આવ્યું છે?ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબ.....
શું છે એરો ઈન્ડિયા શો?
એર ઈન્ડિયા શો એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટર માટે એશિયાની સૌથી મોટી અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી પ્રદર્શની છે. તેનાથી વિવિધ એરફોર્સના નવા વિમાનો, હથિયારો અને ટેકનોલોજીનું બેંગ્લુરુના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન પર પ્રદર્શન કરવામાં આવે છે. પ્રદર્શની સાથે જ પબ્લિક એર શો પણ થાય છે. તેમાં વિવિધ ફોર્મેશન પ્રસ્તુત કરવામાં આવે છે.
સરળ ભાષામાં કહીએ તો જે પ્રકારે ઓટો એક્સ્પોમાં કાર કંપનીઓ તેમની નવી આવનારી કારોનું પ્રદર્શન કરે છે બસ તેવી રીતે આ શોમાં એરોસ્પેસ તથા ડિફેન્સ સેક્ટરમાં આવી રહેલી ટેકનોલોજી ડેવપલમેન્ટને પ્રદર્શિત કરવામાં આવે છે.
એરો ઈન્ડિયા શોની શરૂઆત વર્ષ 1996માં થઈ હતી. ત્યારથી પ્રત્યેક બીજા વર્ષે આ એર શોનું આયોજન કરવામાં આવે છે. આજથી તેની 13મી એડિશન શરૂ થવા જઈ રહી છે.
એરો ઈન્ડિયા શો ક્યારથી ક્યાં સુધી છે?
આજથી શરૂ થવા જઈ રહેલો એર ઈન્ડિયા શો 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. 3 ફેબ્રુઆરીના બપોરે એક વાગ્યાથી તેની શરૂઆત થાય છે. 4 અને 5 ફેબ્રુઆરીના બન્ને સેશન થશે.
સવારે 9 વાગ્યાથી અને બીજો બપોરે 1.30 વાગ્યાથી. પ્રદર્શની સમયે કુલ પાંચ એર શો પણ થશે. પ્રથમ દિવસે ઈનોગરેશન સેરેમની બાદ. જ્યારે બીજા અને ત્રીજા દિવસે એક એર શો સવારે 9 વાગ્યા બાદ જ્યારે બીજો બપોરે 1.30 વાગ્યા બાદ થશે.
આ એર શો અને પ્રદર્શનીમાં જવા માટે શું કરવું પડશે?
એર શોમાં શું ખાસ હશે?
કેટલા દેશ આ શોમાં ભાગ લેશે?
એર ઈન્ડિયા 2021 (Aero India 2021)માં વિશ્વભરના 601 એક્ઝિબિટર્સનો સમાવેશ થાય છે. તેમાં 523 ભારતીય અને 78 વિદેશી છે. આ ઉપરાંત 248 વર્ચ્યુઅલ એક્ઝિબિટર્સ પણ તેમાં સામેલ થઈ રહ્યા છે. શોમાં ભાર સહિત 15 દેશના સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ કંપનીનો સમાવેશ થાય છે.
ભારત ઉપરાંત ફ્રાંસ, ઈઝરાયેલ, ઈટાલી, જાપાન, રશિયા, સાઉથ આફ્રિકા, તાઈવાન, યુક્રેન, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રુસેલ્સ, બુલ્ગારિયા અને ચેક રિપબ્લિકની કંપનીઓ તેમાં ભાગ લેશે.
કોરોનાની કોઈ અસર આ શો પર થઈ છે કે નહીં?
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.