તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:મધ્યપ્રદેશમાં 'લવ-જેહાદ' સામે નવો કાયદો; તો શું અન્ય ધર્મોમાં લગ્ન નહીં થઈ શકે? જાણો આ અંગેની હકીકત

2 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે 'લવ-જેહાદ'ની ઘટનાઓને અટકાવવા માટેનો કાયદો કોરોનાને લીધે અટકી પડ્યો છે. શિવરાજ સરકારે આજથી શરૂ થવા જઈ રહેલા વિધાનસભા સત્રમાં તે રજૂ કરવાની યોજના હતી. શનિવારે જ કેબિનેટે આ વિધેયકને મંજૂરી આપી દીધી હતી. જોકે, રવિવારે પાંચ ધારાસભ્યો અને વિધાનસભા સચિવાલયના 61 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રને મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે જોવાનું રહેશે કે શુ શિવરાજ સરકાર આ માટે વટહુકમ લાવશે કે નહીં.

આમ તો આ વિધેયક તો લવ-જેહાદને અટકાવવા માટે છે, પણ વિધેયકમાં ક્યાંય પણ આ શબ્દનો ઉલ્લેખ નથી. તેમા લગ્નના નામ પર બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અટકાવવાનો ઉલ્લેખ છે. જોકે મધ્યપ્રદેશમાં વર્ષ 1968થી જ આ કાયદો હતો, પણ તે એટલો મજબૂત ન હતો. નવો કાયદો જૂના કાયદા કરતાં વધારે કડક છે.

નવા કાયદામાં શુ છે? શુ આ કાયદા બાદ અન્ય ધર્મમાં લગ્ન નહીં થઈ શકે? જૂના કાયદામાં શુ હતું? શુ અન્ય રાજ્યમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનને અટકાવવા કાયદો છે? ચાલો જાણીએ આ અંગે કેટલાક પ્રશ્નોના જવાબ....

સૌથી પહેલા વાત નવો કાયદો શું છે?
નવા કાયદાનું નામ 'મધ્ય પ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2020' એટલે કે 'મધ્ય પ્રદેશ ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ 2020' છે. આ કાયદો પાસ થતા જ 1968નો કાયદો 'મધ્ય પ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય એક્ટ'નું સ્થાન લેશે. આ કાયદામાં ક્યાંય પણ 'લવ જેહાદ'નો ઉલ્લેખ નથી. આ કાયદો ફક્ત બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન સામે છે. નવો કાયદો લાલચ આપી, બળજબરીપૂર્વક, ફોસલાવી, ડરાવી-ધમકાવી, છેરપિંડી અથવા ખોટું બોલીને લગ્ન કરવા સામે છે.

નવા કાયદામાં કેટલી સજાની જોગવાઈ છે?

 • કાયદા સામે બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવા પર એકથી પાંચ વર્ષ સુધીની સજાની અને રૂપિયા 25 હજારની જોગવાઈ સજા છે.
 • સગીર અને SC-STના કિસ્સામાં 2 વર્ષથી લઈ 10 વર્ષ સુધીની સજા અને રૂપિયા 50 હજારના દંડની જોગવાઈ છે.
 • પોતાનો ધર્મ છુપાવી લગ્ન કરી તેને ધર્મપરિવર્તન માટે ઉશ્કેરવા બદલ 3 વર્ષથી લઈ 10 વર્ષની સજા તથા 50 હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.
 • સામૂહિક ધર્મપરિવર્તન (બે અથવા બેથી વધારેનું એક સમયમાં ધર્મ પરિવર્તન) કરાવવા 5 વર્ષથી લઈ 10 વર્ષની કેદ તથા રૂપિયા 1 લાખના દંડની જોગવાઈ છે.
 • એક કરતાં વધારે કાયદા સામે જઈ ગુનો કરનારા પર 5 વર્ષથી 10 વર્ષની કેદની સજાની જોગવાઈ છે.

તો શું નવા કાયદા હેઠળ અન્ય ધર્મમાં લગ્ન નહીં થઈ શકે?
નવા કાયદામાં લગ્ન કરવા અથવા ધર્મ પરિવર્તન પર નિયંત્રણ નથી. નવો કાયદો લાલચ આપી, બળજબરીપૂર્વક, ફોસલાવી-લલચાવી, ડરાવી-ધમકાવી, છેતરપિંડી અથવા ખોટું બોલી લગ્ન કરવા સામે છે. નવા કાયદા બાદ જો કોઈ પોતાની ઈચ્છાથી અન્ય ધર્મમાં લગ્ન કરવા ઈચ્છે છે તો તેને 60 દિવસ અગાઉ કલેક્ટરને જાણ કરવી જરૂરી છે. જો કલેક્ટરને જાણકારી આપ્યા વગર અન્ય ધર્મમાં લગ્ન કરે છે તો 3 થી 5 વર્ષ સુધી કેદ અને રૂપિયા 50 હજારનો દંડ થઈ શકે છે.

જો લગ્ન બાદ ધર્મપરિવર્તન માટે ધમકાવવામાં આવે છે તો શું થશે?
લગ્ન થયા બાદ જો કોઈ ધર્મપરિવર્તન કરાવવા માટે ધમકાવવામાં આવે છે અથવા બળજબરી કરવામાં આવે છે તો તેને લગ્નને નિરસ્ત કરી શકાય છે. નવા કાયદામાં પીડિત પક્ષના માતા-પિતા અથવા ભાઈ-બહેનને પણ FIR કરવાનો અધિકાર આપવામાં આવે છે.

છૂટાછેડા બાદ શું મેઇન્ટેનેન્સ મળશે?
હા, નવા કાયદામાં તેની જોગવાઈ કરવામાં આવેલ છે. આ કાયદા હેઠળ પીડિત મહિલા અને બાળકોના ભરણપોષણ માટે મેન્ટનેન્સ અથવા ગુજરાનનું ભથ્થું આપશે. આ ઉપરાંત જન્મેલાં બાળકોના પિતાની સંપત્તિ પર અધિકાર રહેશે.

શું આ ધર્મ વિશેષ પર લાગુ થશે કે તમામ એ હેઠળ આવશે?
નવો કાયદો વિશેષ રીતે ધર્મપરિવર્તન માટે લગ્ન કરનાર સામે કડક પગલાં ભરવા માટે છે. તેમાં લગ્ન માટે બળજબરીપૂર્વક ધર્મપરિવર્તનને અટકાવવા માટેની જોગવાઈ છે. તમામ ધર્મોના લોકો આ કાયદા હેઠળ આવશે.

જૂનો કાયદો હતો, તો નવા કાયદાની શું જરૂર પડી?

 • જૂના કાયદામાં ગુનેગારને જામીન મળી શકતા હતા. નવા કાયદામાં તે બિન-જામીનપાત્ર છે. નવા કાયદામાં જામીન કોર્ટમાં જ મળી શકશે, જ્યારે જૂના કાયદામાં પોલીસ સ્ટેશનમાંથી જામીન મળવાની જોગવાઈ હતી.
 • સજા પણ ઓછી હતી. જૂના કાયદામાં 3 વર્ષની જેલ અને 20 હજાર સુધીની સજા હતી. જ્યારે SC-STના કિસ્સામાં આ સજા 4 વર્ષ અને દંડની રકમ રૂપિયા 20 હજાર હતી.

દેશનાં કયાં-કયાં રાજ્યોમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અટકાવવા માટે કાયદો છે?

 • અત્યારે 8 રાજ્યમાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અટકાવવા માટે કાયદો છે. અગાઉ તામિલનાડુમાં હતો, પણ વર્ષ 2003માં તે રદ્દ કરવામાં આવ્યો.
 • અત્યારે તે ગુજરાત, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં તે માટે કાયદો છે.
 • તેમા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં 5 વર્ષ સુધી કેદની જોગવાઈ છે. SC-ST તથા સગીરના કિસ્સામાં સજા 7 વર્ષની છે.
 • ઉત્તરપ્રદેશમાં પણ આ માટે કાયદો બનાવવામાં આવ્યો છે. આ માટે વટહુકમ ગયા મહિને કેબિનેટમાં મંજૂરી આપી છે. આ કાયદામાં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષ સુધી સજાની જોગવાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો