ભાસ્કર એક્સપ્લેનર:બિહાર પછી હવે બંગાળ પર નજર; જાણો 10 વર્ષથી સીએમ દીદી માટે કઈ રીતે જોખમ બની રહી છે ભાજપા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બિહાર ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી હવે રાજકીય ચર્ચાનું કેન્દ્ર પશ્ચિમ બંગાળ બની ગયું છે, જ્યાં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ દસ વર્ષથી સત્તામાં છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાનો કાર્યકાળ મે-2021માં સમાપ્ત થઈ રહ્યો છે. નિશ્ચિત રીતે એ પહેલાં ચૂંટણી થઈ જશે. જો 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીની તુલના કરીએ તો એ નક્કી છે કે મુકાબલો ભાજપ અને તૃણમૂલની વચ્ચે રહેવાનો છે. કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓનો ત્યાં એટલો પ્રભાવ રહ્યો નથી, જે થોડાં વર્ષ અગાઉ ત્યાં જોવા મળતો હતો.

2016માં ભાજપા જીતી હતી માત્ર 3 વિધાનસભા સીટ

 • બંગાળમાં 2016ની વિધાનસભા ચૂંટણીમાં 294 સભ્યોવાળી બંગાળ વિધાનસભામાં તૃણમૂલને બે-તૃતિયાંશથી વધુ બહુમતી મળી હતી. તૃણમૂલ કોંગ્રેસે 44.91% વોટની સાથે 211 સીટો જીતી હતી. ભાજપાએ 291 સીટો પર ચૂંટણી લડીને માત્ર ત્રણ સીટો જીતી હતી. તેને 10.16% વોટ મળ્યા હતા. કોંગ્રેસે ભાજપા પાસેથી 2% અને લેફ્ટ પાર્ટીઓએ 8% વધુ વોટ મેળવ્યા હતા. લેફ્ટે 33 અને કોંગ્રેસે 44 સીટો જીતી હતી.

2019માં 128 વિધાનસભા સીટો પર ભાજપા અગ્રેસર હતી

 • ભાજપાએ 2014ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે સીટો હાંસલ કરી હતી. તેના મુકાબલે 2019ની ચૂંટણીમાં તેણે 18 સીટો મેળવી હતી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસની સીટો 34થી ઘટીને 22 રહી ગઈ હતી. તૃણમૂલ કોંગ્રેસે 44.91% વોટ મેળવ્યા હતા, જ્યારે ભાજપાએ 40.3% વોટ. ભાજપાને કુલ 2.30 કરોડ વોટ મળ્યા જ્યારે તૃણમૂલને 2.47 કરોડ વોટ.
 • ખાસ વાત એ રહી કે ભાજપાએ રાજ્યની 128 વિધાનસભા સીટો પર અગ્રિમતા મેળવી હતી, જ્યારે તૃણમૂલની અગ્રિમતા ઘટીને માત્ર 158 સીટો પર રહી ગઈ હતી. જો 2021નું વોટિંગ પણ લોકસભા ચૂંટણીની જેમ આ રીતે થયું તો તૃણમૂલને બહુમતીથી માત્ર 10 સીટો વધુ મળશે.

2019ના આંકડાઓમાં છુપાયો છે સંદેશો

 • 2014માં ભાજપાની અગ્રિમતા 28 વિધાનસભા ક્ષેત્રોમાં હતી, જ્યારે 2019માં એ વધીને 128 સીટો પર પહોંચી. તેનાથી એ પણ સ્પષ્ટ છે કે ભાજપા બંગાળમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બનીને ઉભરી છે. માત્ર બંગાળ જ નહીં પણ ભાજપાની લૂક ઈસ્ટ પોલિસીએ પૂર્વ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં મોટી સફળતા હાંસલ કરી છે.
 • અનેક રાજકીય પંડિતો માટે આ એક કેસ સ્ટડી પણ બની ચૂક્યો છે કે પાંચ વર્ષ અગાઉ જે પાર્ટી બંગાળની રાજનીતિમાં બેઅસર હતી, તે હવે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી છે. ભાજપાએ લોકસભા ચૂંટણીમાં બંગાળના ઉત્તરીય અને પશ્ચિમી હિસ્સામાં પોતાની મજબૂતી વધારી છે. જ્યારે, દક્ષિણ બંગાળ હજુ પણ તૃણમૂલનો ગઢ છે.
 • 2019ની લોકસભા ચૂંટણીમાં એક સીટ છોડીને રાજ્યની 40 સીટો પર ભાજપા અને તૃણમૂલ કોંગ્રેસમાં સીધો મુકાબલો હતો. આ સીટો પર તૃણમૂલ અને ભાજપા વોટના હિસાબે નંબર 1 કે નંબર 2 પાર્ટી રહી છે.
 • ભાજપાની જીતવાળી સાત સીટો એવી હતી જ્યાં જીત-હારનું અંતર 5% કે તેનાથી ઓછું રહ્યું. જ્યારે, તૃણમૂલની 22 સીટોમાં ત્રણ સીટો એવી હતી જ્યાં જીત-હારનું અંતર 5% કે તેનાથી ઓછું હતું. દક્ષિણ બંગાળની નવ લોકસબા સીટો તૃણમૂલે જીતી હતી.

બિહાર ચૂંટણીથી કઈ રીતે પ્રભાવિત થશે બંગાળની ચૂંટણી?

 • બિહારના કિશનગંજ પશ્ચિમ બંગાળની સીમા પર છે. ઈસ્લામપુર જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર કિશનગંજથી થોડા જ કલાકોના અંતરે છે. કિશનગંજ જેવી 70% મુસ્લિમ વસતીવાળી સીટ પર ભાજપાની હિન્દુ ઉમેદવારે કોંગ્રેસની જીત મુશ્કેલ કરી દીધી હતી.
 • બિહારમાં પ્રથમવાર સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીને પાંચ સીટો પર જીત હાંસલ કરીને આ સંકેત આપ્યો છે કે તે બંગાળના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં મત કાપનાર પાર્ટી બની શકે છે.
 • જો હિન્દુ વોટ કન્સોલિડેટ થયા, જેની કોશિશ ભાજપા છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળમાં કરી રહી છે તો તૃણમૂલની પરેશાની વધી શકે છે. આ રીતે ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનની હાજરીથી જ વોટર્સનું ધ્રુવીકરણ નક્કી છે.
 • માલદામાં 51%, મુર્શિદાબાદમા 66%, નાદિયામાં 30%, બીરભૂમમાં 40%, પુરુલિયામાં 30% અને ઈસ્ટ અને વેસ્ટ મિદનાપુરમાં 15% મુસ્લિમ વસતી છે. એવામાં ભાજપાની કોશિશો સફળ રહી તો મુસ્લિમ વોટ વહેંચાશે અને હિન્દુ વોટ કન્સોલિડેટ થશે.

ભાજપાનો ટાર્ગેટ 220થી વધુ સીટોનો

 • ભાજપાની નજર 2021ની વિધાનસભા ચૂંટણીમાં 220 સીટો પર છે. તેણે એ ધ્યાનમાં રાખીને બંગાળમાં બે ઈન્ટર્નલ સર્વે પણ કરાવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટના અનુસાર સર્વેના પરિણામો જણાવે છે કે સામાન્ય જનતા ભાજપાને તૃણમૂલના વિકલ્પ તરીકે સ્વીકાર કરી રહી છે.
 • ભાજપાએ બે અલગ-અલગ એજન્સીઓથી રાજ્યના 78 હજાર બૂથો પર સર્વે કરાવ્યા. તેમાં તેણે પોતાની અને અન્ય પાર્ટીઓની તાકાત અને નબળાઈ જાણવાની કોશિશ કરી. સાથે જ પોતાના ઉમેદવારોની જીતની ક્ષમતા પણ ફંફોસી. ભાજપા આ પ્રકારનો સર્વે ડિસેમ્બરમાં કરાવી રહી છે. આ સર્વે રિપોર્ટ્સના આધારે જ પાર્ટી સ્ટ્રેટેજી બનાવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...