તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:બાઇડનના રેસ્ક્યૂ મિશન પછી જે અફઘાનિસ્તાનમાં રહી જશે તેમની સાથે શું થશે? શું તાલિબાન તેમને કાબુલથી નીકળવા દેશે?

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનથી વિદેશી નાગરિકોને કાઢવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને ચેતવણી આપી છે કે 31 ઓગસ્ટ સુધીની ડેડલાઈન કાયમ છે. આ તારીખ સુધી અમેરિકા સહિત નાટોની સેનાઓએ અફઘાનિસ્તાન છોડવું પડશે. અફઘાન લોકોને કાબુલ એરપોર્ટ જતા રોકવામાં આવી શકે છે.

આ દરમિયાન બાઈડને પણ મંગળવારે પોતાના રેસ્ક્યૂ મિશનમાં ઝડપ લાવવાની વાત કહી છે. તેમણે એમ પણ કહ્યું કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ-પેન્ટાગન મળીને કામ કરી રહ્યા છે. જો મિશન-31 ઓગસ્ટ પછી પણ ચાલુ રહે તો તેનું ટાઈમ-ટેબલ બનાવાનું કહેવામાં આવ્યું છે. તેમને ડર છે કે 31 ઓગસ્ટ પછી જો અમેરિકા અને નાટો સૈનિક અફઘાનિસ્તાનમાં રહી જાય તો તેમના પર આતંકી હુમલાઓ થઈ શકે છે.

હવે અલગ-અલગ એજન્સીઓ અનુમાન લગાવી રહી છે કે કેટલા લોકો અફઘાનિસ્તાનમાં ફસાયા છે. એમાં તે અફઘાનિસ્તાનીઓ પણ સામેલ છે, જેઓ અમેરિકાના સમર્થનવાળી સરકારનો સાથ આપી રહ્યા હતા તેવા લોકોને જીવનું જોખમ પણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં આ સમયે કેટલા લોકો ફસાયેલા છે?

 • પ્રેસિડન્ટ બાઈડને ગયા મંગળવારે ઘોષિત કર્યું છે, જેમાં તેમણે 6,000 સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી 31 ઓગસ્ટ સુધી કાઢવાની ઘોષણા કરી છે. તે સૈનિક અમેરિકી અધિકારીઓ અને તેમના અફઘાન સહયોગીઓને કાઢવા માટે જ કાબુલ પરત ફર્યા છે. હવે તેમાં તાલિબાન મદદ કરશે કે નહિ એ સાફ નથી થઈ રહ્યું.
 • બાઈડને એપ્રિલમાં કહ્યું હતું કે 2,500 અમેરિકી સૈનિક અફઘાનિસ્તાનમાં છે અને 20 વર્ષ ચાલેલા યુદ્ધ પછી તેમને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવશે. જ્યારે તાલિબાને ઝડપથી અફઘાનિસ્તાનની પ્રાંતીય રાજધાનીઓની સાથે-સાથે 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યો તો અમેરિકાને પોતાના લોકોને કાઢવા માટે વધુ સૈનિક મોકલવા પડ્યા.
 • અત્યારે દર 45 મિનિટમાં એક યુએસ ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. મંગળવારે સાંજ સુધી 70,700 લોકોને અફઘાનિસ્તાનમાંથી રેસ્ક્યૂ કરાયા છે. 4 હજારથી વધુ અમેરિકી નાગરિકો અને તેમના પરિવારને કાઢવામાં આવ્યા છે. હજી પણ હજારો લોકો ફસાયેલા છે. કોંગ્રેસના અધિકારીઓ પ્રમાણે 10 હજારની આસપાસ અમેરિકી નાગરિક અફઘાનિસ્તાનમાં હતા. એ સ્પષ્ટ નથી કે જે 4 હજાર લોકોને કાઢવામાં આવ્યા છે, તેઓ યાદીમાં સામેલ છે કે નહિ.
 • ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં રેફ્યુજી અને રિસેટલમેન્ટ એક્સપર્ટ પ્રમાણે, 3 લાખ અફઘાન લોકોને જોખમ હોવાનું કહેવાઈ રહ્યું છે. અમેરિકી સૈનિકોના પરત ફર્યા પછી તેમના જીવ જોખમમાં મુકાઈ શકે છે.
કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ બની ગયો છે. હજારોની સંખ્યામાં અફઘાન નાગરિક તાલિબાનથી જીવ બચાવવા માટે વિદેશ જવા ઈચ્છે છે. કાબુલ એરપોર્ટની સુરક્ષા અમેરિકી સેનાએ પોતાના હાથમાં લઈ લીધી છે.
કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ બની ગયો છે. હજારોની સંખ્યામાં અફઘાન નાગરિક તાલિબાનથી જીવ બચાવવા માટે વિદેશ જવા ઈચ્છે છે. કાબુલ એરપોર્ટની સુરક્ષા અમેરિકી સેનાએ પોતાના હાથમાં લઈ લીધી છે.

ડેડલાઈન સુધી કેટલા લોકોને કાઢવામાં આવી શકે છે?

 • અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે 31 ઓગસ્ટ સુધીમાં સૈનિકો પાછા ખેંચવા મુશ્કેલ છે. કાબુલમાં સૈનિકોમાં મરીન્સ અને પેરાટ્રુપર્સનો સમાવેશ થાય છે. તેઓ તેમની ગતિ વધારી રહ્યા છે, પરંતુ એમ છતાં ગતિ ખૂબ ધીમી છે.
 • બાઈડનના જણાવ્યા અનુસાર, 14થી 24 ઓગસ્ટ દરમિયાન 70,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આમાં અમેરિકાના નાગરિકો, નાટો સૈનિકો અને અફઘાનોનો સમાવેશ થાય છે, જેઓ જોખમમાં હતા. બાઈડને કહ્યું હતું કે અમેરિકન સૈનિકોને બહાર કાઢવામાં આવશે, પરંતુ તેમના અધિકારીઓ કહી રહ્યા છે કે જોખમમાં રહેલા અફઘાન નાગરિકોને પણ બહાર કાઢવામાં આવશે.
 • પેન્ટાગનના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું હતું કે પેન્ટાગનનું માનવું છે કે તે 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકનોને કાઢી લેશે. પેન્ટાગને કાબુલ એરપોર્ટને સુરક્ષિત રાખવામાં મદદ કરી રહેલા 500 અફઘાન સૈનિકોને બહાર કાઢવાની ખાતરી પણ આપી છે. આ સપ્તાહે બચાવ અભિયાનની ગતિ વધારવામાં આવી છે. કાબુલમાંથી દરરોજ 20,000 લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમ છતાં 31 ઓગસ્ટ સુધીમાં બધાને બહાર કાઢવા મુશ્કેલ છે.
અમેરિકી એરફોર્સે આ તસવીર શેર કરી છે. એમાં અમેરિકી એરફોર્સના જવાન કાબુલના હામિદ કરઝઈ એરપોર્ટથી અફઘાન નાગરિકોને ગ્લોબમાસ્ટર 3માં રેસ્ક્યૂ કરતા જોવા મળે છે.
અમેરિકી એરફોર્સે આ તસવીર શેર કરી છે. એમાં અમેરિકી એરફોર્સના જવાન કાબુલના હામિદ કરઝઈ એરપોર્ટથી અફઘાન નાગરિકોને ગ્લોબમાસ્ટર 3માં રેસ્ક્યૂ કરતા જોવા મળે છે.

જેઓ છૂટી જશે તેમની સાથે શું થશે?

 • રેફ્યુજી સેટલમેન્ટ ગ્રુપ એસોસિયેશન ઓફ વોરટાઇમ અલાયન્ઝને લાગે છે કે લગભગ 2.5 મિલિયન અફઘાન નાગરિકોએ અમેરિકાના પ્રયાસોમાં સહકાર આપ્યો હતો. એમાંથી માત્ર 62,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
 • તાલિબાન કહી રહ્યું છે કે તે અફઘાન લોકો સામે બદલો લેશે નહીં. તેમ છતાં ડર એ છે કે અમેરિકા સમર્થિત સરકારને મદદ કરનારા લોકો પર હુમલા થશે. તેમનું જીવન જોખમમાં હોવાનું કહેવાય રહ્યું છે. એમાં અનુવાદકો સહિત સૈનિકો અને અધિકારીઓનો સમાવેશ થાય છે.
 • સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇઝે સોમવારે કહ્યું હતું કે અમેરિકન સૈનિકોને પાછા ખેંચ્યા પછી પણ તાલિબાન પર દબાણ લાવીને જોખમનો સામનો કરી રહેલા અફઘાનોને બહાર કાઢવાની પ્રક્રિયા અમેરિકા ચાલુ રાખશે.
કાબુલના હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાણીમાં ઊભા રહીને લોકો અંદર જવાની રાહ જોઈ રહ્યા છે. ભલે તાલિબાને કહ્યું કે બદલાની ભાવનાથી કાર્યવાહી નહિ કરે, તોપણ લોકો ડરેલા છે, લોકો અફઘાનિસ્તાનથી બહાર જવા ઈચ્છે છે.
કાબુલના હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાણીમાં ઊભા રહીને લોકો અંદર જવાની રાહ જોઈ રહ્યા છે. ભલે તાલિબાને કહ્યું કે બદલાની ભાવનાથી કાર્યવાહી નહિ કરે, તોપણ લોકો ડરેલા છે, લોકો અફઘાનિસ્તાનથી બહાર જવા ઈચ્છે છે.

શું તાલિબાન પર અમેરિકા કોઈ પ્રકારનું દબાણ બનાવી શકે છે?

 • હા. બાઈડન પ્રશાસન અને તેમના જેવા વિચાર રાખનારી સરકારોની સામે સૌથી મોટો સવાલ એ છે કે તાલિબાન શાસનને માન્યતા આપવી કે નહિ? આ સવાલના જવાબ સાથે ઘણાં પરિણામો મળશે, જેવા કે તાલિબાન અફઘાનની જૂની સરકારોની જેમ વિદેશી એજન્સીઓને કામ કરવા દેશે કે નહિ.
 • તાલિબાન અને અમેરિકી સરકાર વચ્ચે 2020માં થયેલા એગ્રીમેન્ટમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે અમેરિકા તાલિબાનને એક દેશના દરજ્જે માન્યતા નહિ આપે. એ પછી પણ વોશિગ્ટને ઈસ્લામિક મિલિટેન્ટ ગ્રુપ સાથે કેટલાક મુદ્દાઓ પર વાત કરી, જેવા કે કાઉન્ટર ટેરરીઝમ.
 • સીઆઈએ ડાયરેક્ટર વિલિયમ બર્ન્સે ગયા સોમવારે કાબુલમાં તાલિબાનના લીડર અબ્દુલ ગની બરાદર સાથે મુલાકાત કરી. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે તાલિબાન ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકી સમૂહોને સપોર્ટ નહિ કરે. રેસ્ક્યૂ મિશન માટે અમેરિકી ડિપ્લોમેટ અને કમાન્ડર તાલિબાન અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
અન્ય સમાચારો પણ છે...