તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:કોવિશીલ્ડનું ઉત્પાદન કરતી વિશ્વની સૌથી મોટી વેક્સિન કંપની સીરમ પર સંકટના વાદળો ઘેરાયા; UKમાં રોકાણ કરવું એ આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાનો ભાગ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અદાર પૂનાવાલાની ફાઈલ તસવીર - Divya Bhaskar
અદાર પૂનાવાલાની ફાઈલ તસવીર

ભારતમાં કોરોનાની વેક્સિનનું નિર્માણ કરી રહેલી દિગ્ગજ કંપની અત્યારે જોખમમાં છે. મોડર્ના જેવી કંપનીઓ એને વૈશ્વિક સ્તર પર પડકારી રહી છે. વેક્સિન રાષ્ટ્રવાદ, ઈન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી કાયદાઓ આને અડચણ રૂપ બની ગયા છે. ભારતમાં પણ વેક્સિનના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવતા કંપનીને નફો મળી રહ્યો નથી. તેથીજ અદાર પૂનાવાલાએ યૂકેમાં 2460 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.

આ જાહેરાતને પૂનાવાલાએ લંડનમાં આપેલા નિવેદન સાથે જોડવામાં આવ્યું હતું. ભારતમાં એમની કંપની પર વેક્સિન સપ્લાઈ માટે ઘણું દબાણ કરવામાં આવે છે. દિગ્ગજ નેતાઓ અને અન્ય અધિકારીઓ એમને ધમકી આપી રહ્યા છે. આ અંગે ઘણા સવાલો પણ ઉદ્ભવ્યા હતા, જેનો એક સ્વતંત્ર મીડિયાગૃહે ઈન્વેસ્ટિગેટિવ સ્ટોરીના માધ્યમથી ખુલાસો કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે અદારની કંપનીએ સમજી વિચારીને, યૂકેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.

સ્વતંત્ર મીડિયા હાઉલ 'ધ કેન'ની રિપોર્ટના આધારે કોરોના મહામારી એ ડોકટરો અને અન્ય આરોગ્યલક્ષી સેવા પૂરી પાડતા લોકો માટે ઘણી ફાયદાકારક રહી છે. જેમાં ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટને ઘણો ફાયદો થયો હતો, આ કંપની 2020 પહેલા 40 ટકાની ખોટ ખાઈ રહી હતી. કોરોનાની વેક્સિન બનાવ્યા પછી આ કંપનીને ઘણો ફાયદો થયો છે, પરંતુ આ દરમિયાન કંપનીની ફેક્ટરીમાં આગ લાગવી અને અન્ય કારણોસર અદાર પૂનાવાલાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પંરતુ આ વેક્સિન ગરીબ દેશો માટે એક આશાનું કિરણ બનીને આવી ગઈ છે.

ધ કેનની રિપોર્ટમાં સીમા સિંહ અને આનંદ કલ્યાણરમને જણાવ્યું હતું કે આ સમયે એની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ શું છે? યૂકેમાં કેમ રોકાણ કર્યું? આગામી વર્ષમાં શું એમની વ્યૂહરચના હશે? ચલો તો એકવાર આ તમામ પાસાઓને સમજીએ.......

શું યૂકેમાં રોકાણની જાહેરાત, એ સીરમની કોઈ દૂરની યોજનાનો એક ભાગ છે?
હા. ધ કેનના અહેવાલ મુજબ, સીરમે વેક્સિન ડોઝ બનાવવાની ક્ષમતાને એક અબજ ડોઝ સુધી વધારી દીધી છે. એણે સ્પાયકેચર નામની સંપૂર્ણપણે નવી ટેક્નોલોજીથી બનેલી બીજી કોરોનાની વેક્સિન માટે લાઇસન્સ મેળવ્યું છે. આ ઉપરાંત કંપની ટૂંક સમયમાં મેલેરિયાની રસી પણ બજારમાં લાવવાની તૈયારીઓ કરી રહી છે.

સીઈઓ અદાર પૂનાવાલાની નજીકના લોકો માટે આ આશ્ચર્યજનક નથી જ્યારે બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જ્હોન્સને જાહેરાત કરી હતી કે સીરમ રૂ. 2,460 કરોડ એટલે કે 240 મિલિયન ડોલરનું રોકાણ અહીંયા કરવા જઈ રહી છે. અત્યારે વિશ્વનો દરેક દેશ પોતાના લોકો માટે વધુને વધુ વેક્સિન માંગી રહ્યો છે અને આને વેક્સિન રાષ્ટ્રવાદ કહેવામાં આવી રહ્યું છે. જો આવી પરિસ્થિતિમાં કેટલીક પૈસાદાર વેક્સિનની કંપનીઓ અન્ય દેશમાં પણ ઉત્પાદન કરવા ઈચ્છતિ હોય તો તે કંપનીનો એક લોન્ગ ટર્મ પ્લાન હોઈ શકે છે.

આ સમજવા માટે તમે અદાર પૂનાવાલાએ બ્રિટીશ સમાચારપત્ર ધી ટાઇમ્સને આપેલો ઇન્ટરવ્યૂ વાંચી શકો છો. પૂનાવાલા કહે છે કે જાન્યુઆરીમાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનને મંજુરી મળી હતી, ત્યાં સુધીમાં આ કંપનીએ 800 મિલિયન ડોલરના ખર્ચે પોતાના વાર્ષિક ડોઝની ક્ષમતાને 1.5 અરબથી 2.5 અરબ ડોઝ સુધી કરાવી લીધી હતી. આ ક્ષમતા છ મહિનામાં 3 અબજ ડોઝ સુધી પહોંચી જશે.

આ સમયે સિરમનું મૂલ્યાંકન શું છે?
70 હજાર કરોડથી 1.90 લાખ કરોડ રૂપિયા સુધી એનું મૂલ્યાંકન રહી શકે છે. સીરમ કોઈ લિસ્ટેડ કંપની નથી, એ અદાર પૂનાવાલાની માલિકીની છે. તેથી જ મૂલ્યાંકન માટે વિવિધ ફોર્મ્યૂલાનો ઉપયોગ કરવો પડશે.

માર્ચ 2020નાં આર્થિક વર્ષમાં કંપનીએ એક વર્ષમાં 41% નફો મેળવ્યો હતો. જો આના આધાર પર જોઈએ, તો કંપનીનું મૂલ્યાંકન 9.5 બિલિયન ડોલર(70 હજાર કરોડ) જેટલું થાય છે. જો અત્યારના આંકડાઓનું મૂલ્યાંકન કરીએ તો કંપનીનું મૂલ્યાંકન 15 બિલિયન ડોલર (1.10 લાખ કરોડ) થાય છે.

મહામારીમાં વેક્સિનેશનના કારણે એણે ઘણો લાભ થયો હતો, એમ જોવા જઈએ તો એનું મૂલ્યાંકન 1.25થી 1.90 લાખ કરોડ જેટલું હોઈ શકે છે. આ કંપની પૂનાવાલા પરિવારના માલિકીની હોવાથી ક્યાંય પણ અને ક્યારેય પણ મોટી રકમનું રોકાણ તે કરી શકે છે.

કંપની છેલ્લા કેટલાય વર્ષોથી યૂકેમાં રોકાણ કરવાનું વિચારી રહી હતી. મહામારીએ માત્ર એમની યોજનાઓેને વેગ આપ્યો છે. તેઓ વૈશ્વિક બજારમાં અથવા આંતરરાષ્ટ્રીય ડોનર એજન્સીઓમાં દિગ્ગજ સપ્લાયર બનવા માંગે છે. તમે સમજી શકો છો કે જે કંપનીનું નાણાકીય માળખું 2019-20માં 5446 કરોડનું હતું, એણે છેલ્લા 2 વર્ષમાં 2573 કરોડ રૂપિયા ભવિષ્યમાં રોકાણ કરવા માટે અલગ રાખ્યા છે.

સીરમનું સમગ્ર ધ્યાન અત્યારે ક્યાં કેન્દ્રીત છે? એ શું કરવા માંગે છે.
કંપનીનું મુખ્ય ધ્યાન અત્યારે નવી વેક્સિનનું નિર્માણ કરવા પર કેન્દ્રીત છે. ગત વર્ષે તેઓએ સપ્ટેમ્બરમાં સ્પાયબાયોટેક જોડે એક વૈશ્વિક લાઈસન્સિંગના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સ્ટાર્ટઅપ દ્વારા નવી કોવિડ વેક્સિન બનાવવામાં આવી છે, જેને ઓસ્ટ્રેલિયામાં ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે.

સ્પાયબાયોટેકની CEO સુમી બિસ્વાસ પણ ભારતીય છે. 2017માં તેઓએ આ કંપનીને વિકસિત કરવા માટે શરૂઆત કરી હતી. સુમી પોતે ઓક્સફર્ડમાં ભણેલી છે અને તેણીએ કંપનીના સ્ટાર્ટઅપ માટે 240 કરોડ રૂપિયા પણ ઉઘરાવ્યા છે. સીરમનું આ કંપની સાથેનું લાઈસન્સ એગ્રિમેન્ટ ભવિષ્યની કંપનીઓ માટે ઘણા વિકલ્પો વિકસાવી રહ્યું છે.

સ્પાયબાયોટેક "બેક્ટેરિયલ સુપરગ્લૂ ટેક્નોલોજી" કેન્સર સહિત અન્ય ઘણી ગંભીર બીમારીઓ પર અસરકારક નીવડી શકે છે. કોરોનાની વેક્સિનની વાત કરએ તો આ કંપની સેંકડો લોકો પર પોતાની વેક્સિનનો પ્રયોગ કરી રહી છે.

સીરમે ઓક્સફર્ડ યૂનિવર્સિટીના જેનર ઈન્સ્ટીટ્યૂટ પર ભરોસો જતાવ્યો છે. આ વેક્સિન રિસર્ચ માટેનું પાવર હાઉસ છે. જેનરે જ એસ્ટ્રાજેનેકા સાથે મળીને કોવિશીલ્ડને વિકસિત કરી હતી, જેના એક અરબ ડોઝ બનાવવાની ડીલ પણ સીરમે કરી છે.

મૂળ કોલકાતાની નિવાસી સુમી બિસ્વાસની સ્પાય બાયોટેકે નવી ટેકનોલોજી વિકસાવી છે.
મૂળ કોલકાતાની નિવાસી સુમી બિસ્વાસની સ્પાય બાયોટેકે નવી ટેકનોલોજી વિકસાવી છે.

ગત સપ્તાહમાં જેનરની ટીમે જણાવ્યું હતું કે એમની મેલેરિયા વેક્સિન 75% પ્રભાવિત અને અસરકારક રહી છે. તેમણે ઈફેક્ટિવનેસમાં પણ 75%નો લક્ષ્યાંક મેળવી લીધો છે. મેલેરિયાની વેક્સિન પણ સીરમ બનાવવાની છે.

ઘણા વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે સીરમ ઈન્સ્ટીટ્યૂટને લોટરી લાગી ગઈ છે. આ કંપનીની સાથે જેનર અને ઓક્સફર્ડ પણ કામ કરી રહી છે. પૂણેની ફેસેલિટિ યૂકેના MHRA દ્વારા અપ્રૂવ કરવામાં આવી છે. જે સીરમને ઘણો ફાયદો પહોંચાડશે.

આ કારણે જ ભારતમાં સીરમને ઓછી રકમમાં રસી વેચવી પડે છે. પરંતુ દુનિયાની સૌથી મોંધી વેક્સિન પણ આ છે. પેંટાવેલેન્ટ અને રોટા વાયરસથી પણ કંપનીને ઘણો લાભ થયો છે.

બાળકોની વેક્સિન પર જો કોઈપણ વેક્સિન કંપનીને ફાયદો નથી થઈ રહ્યો તો , આ ભારત માટે ઘણો ચિંતાજનક પ્રશન બની શકે છે. વેક્સન રાષ્ટ્રવાદ એટલો હાવી છે કે ભારત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ સપ્લાઈ કરી શકતું નથી, જે આગામી વર્ષોમાં ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે.

ગત વર્ષે પૂનાવાલાએ ઝડપી કામ કરીને ઘણો નફો કમાવ્યો હતો. બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન વેક્સિનના આલાયન્સ માટે સપ્લાયરનો તપાસ કરી રહ્યું હતું, પૂનાવાલાએ આ તકનો લાભ ઉઠાવી દીધો હતો. આ ડીલના અનુસાર ફાઉન્ડેશને 10 કરોડ ડોઝ માટે 15 કરોડ ડોલરની અડધી કિંમત પણ ચૂકવી દીધી હતી. જો વેક્સિન નિષ્ફળ સાબિત થઈ હોત તો બંનેને નુકસાન પહોંચે એમ હતું. પરંતુ વેક્સિન સફળ રહી અને આનો ફાયદો સીરમને મળ્યો હતો.

સીરમને યૂકેમાં સુવિધા ઊભી કરવાથી કયો લાભ થશે?
યૂકેમાં સુવિધા ઊભી કરવાથી સીરમને આંતરરાષ્ટ્રીય ઓળખ પ્રાપ્ત થશે. ભારતમાં ઘણી દિગ્ગજ કંપનીઓ પણ જમીન અને અન્ય મુદ્દાઓના પ્રશ્ન તથા ધીમી અપ્રૂવલ પ્રક્રિયાને પરિણામે રોકાણ કરતા ડરી રહી છે. તેવામાં સીરમ માટે યૂકેમાં લાઈસન્સ પ્રાપ્ત કરવું સરળ બનશે.

સીરમે પણ દૂરના નિર્ણયો લેવા પડશે. નવી ટેકનોલોજીને અપનાવવી મહત્વપૂર્ણ રહેશે.
સ્પાયબાયોટેક પ્લેટફોર્મ માટે આ દિશામાં કરવામાં આવેલી ડીલ એક મહત્વપૂર્ણ પગલું છે. કંપની લાંબા સમય સુધી મેસેંજર આરએનએ (mRNA) ટેક્નોલોજીથી દૂર રહી શકશે નહીં, જેમાં ફાઇઝર અને મોડર્ના હાલ વિશ્વનાં લીડર છે. આ બંને કંપનીઓની કોરોના વેક્સિન પ્રથમ આવી હતી અને મોટાભાગના દેશોમાં સ્થાપિત થઈ રહી છે. mRNA ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે કોરોનાના વિકાસશીલ થઈ રહેલી સ્ટ્રેન માટે આને અપડેટ કરવું સરળ છે. અન્ય વેક્સિનોને અપડેટ કરવું એ એક લાંબી પ્રક્રિયા હશે.

સીરમે તેની વૈશ્વિક વ્યૂહરચના પણ બદલવી પડશે. મોડર્ના, જેને મોટા પાયે ઉત્પાદનનો અનુભવ નથી, તેણે તાજેતરમાં જ ગાવિના 50 મિલિયન ડોઝ સપ્લાય કરવાની ડીલ પ્રાપ્ત થઈ છે. દેખીતી રીતે સીરમ આગામી સમયમાં વિશ્વભરમાં સમાન પડકારોનો સામનો કરે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. યૂકેમાં તેની હાજરી આ તમામ પડકારોને દૂર કરવામાં સીરમને મદદ કરશે.

કેનના અહેવાલમાં એક બાયોટેક કંપનીને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે અદાર પૂનાવાલાને આગામી બે વર્ષ સુધી કોરોના વેક્સિન સિવાય બીજું કશું કરવાનો સમય નહીં મળે. પરંતુ તે પછી તેમની પાસે એટલા પૈસા હશે કે તેઓ જે ઇચ્છે તે મેળવી શકશે.

શું સીરમે પોતાને રસી સુધીજ મર્યાદિત કરી દીધું છે?
ના. પૂનાવાલા ફેમિલીએ સીરમ સંસ્થા દ્વારા વિવિધ ઉદ્યોગોમાં પણ રોકાણ કર્યું છે. એવિએશન અને ક્લીન એનર્જી વ્યવસાયની આવક પણ શરૂ થઈ ગઈ છે. કંપનીના કોર્પોરેટ ફાઇલિંગ્સ અનુસાર, તેણે વર્ષોથી ઘણી સહાયક કંપનીઓને ઉમેરી છે. જેમાં માર્ચ 2020ની અંદર એની પેટાકંપનીઓની સંખ્યા બમણી થઈને 8 થઈ ગઈ હતી.

ભારતમાં સીરમ ગ્રૂપે ફિન્ટેક અને વિન્ડ એનર્જી જેવા ક્ષેત્રોમાં પણ રોકાણ કર્યું છે. તેનો એવિએશનનો ધંધો હવે નફામાં છે. એણે આ કંપનીની 118 કરોડની કમાણી પર 6.53 કરોડનો નફો મેળવ્યો છે. ક્લીન એનર્જી બિઝિનેસે 2019-20માં 73 કરોડની આવક મેળવી હતી.

બે વર્ષ પહેલાં પૂનાવાલા ફાઇનાન્સ નામની હોલ્ડિંગ કંપની રાઇઝિંગ સન હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નવા વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. અદાર પૂનાવાલાના વ્યક્તિગત હિતને લીધે, કંપનીએ નોન-બેંન્કિંગ ફાઇનાન્સ કંપની મેગ્મા ફિનકોર્પમાં 60% હિસ્સો 3,456 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેઓની કંપની પાસે રોકડની તંગી નથી અને નાની, મધ્યમ કક્ષાની અને મોટી લોન આપીને કંપની લાંબા ગાળે સારી કમાણી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...