ભાસ્કર એક્સ્પ્લેનર:શું છે આધાર PVC કાર્ડ? ક્યાંથી અને કેવી રીતે તેને મેળવી શકાય છે? એ બધું જ તે તમારા માટે જાણવું જરૂરી છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ તાજેતરમાં જ PVC બેઝ઼્ડ આધાર કાર્ડ રિલીઝ કરવાની રજૂઆત કરી છે. આ કાર્ડ કેરી કરવું સરળ છે અને તે ડ્યુરેબલ છે. તેના પર ઘણા સિક્યોરિટી ફીચર્સથી સજ્જ ફોટોગ્રાફ અને ડેમોગ્રાફિક ડિટેઈલ્સ સાથે ડિજિટલી સાઈન સિક્યોર QR કોડ હશે. UIDAIએ કહ્યું છે કે જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ નથી તો પણ તમે આ કાર્ડનો ઓર્ડર આપી શકો છો.

શું હવે આ જ આધાર કાર્ડનો ઉપયોગ અનિવાર્ય રહેશે? ના એવું નથી. UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી સમયાંતરે ઘણા પ્રકારના કાર્ડ જાહેર કરવામાં આવશે. જેમ કે ઈ-આધાર, આધાર લેટર m-આધાર અને આધાર PVC કાર્ડ . તેમાંથી કોઈ પણ પ્રકારનું કાર્ડ તમે તમારી સુવિધા અને ઉપલબ્ધતા પ્રમાણે ઉપયોગ કરી શકો છો. હવે જૂનું આધાર માન્ય નહિ ગણાય એ વાત ખોટી છે. તમામ કાર્ડ એક જેવા જ છે અને ઓળખાણ માટે સરકારી દસ્તાવેજ સ્વરૂપે ઉપયોગમાં કરી શકાશે.

આધાર PVC કાર્ડ કેવી રીતે મેળવશો?
તેને UIDAIની વેબસાઈટ uidai.gov.in અથવા resident.uidai.gov.in પરથી તેને ઓર્ડર કરી શકાય છે. તેના માટે આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અથવા એનરોલમેન્ટ આઈડીની જરૂરિયાત રહેશે. જોકે તેના માટે 50 રૂપિયા પણ ચૂકવવા પડશે. સ્પીડ પોસ્ટનાં માધ્યમથી આધાર કાર્ડ રજિસ્ટર્ડ એડ્રેસ પર ડિલિવર થશે

10 પોઈન્ટમાં જાણો આધાર PVC કાર્ડનો ઓર્ડર કેવી રીતે કરશો?

1. સૌથી પહેલાં https://uidai.gov.in કે https://resident.uidai.gov.in પર વિઝિટ કરો.

2.‘Order Aadhaar Card’ સર્વિસ પર ક્લિક કરો.

3. તમારો 10 અંકવાળો આધાર નંબર (UID)કે 16 અંકવાળો વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન નંબર (VID) કે 28 નંબરવાળો એનરોલમેન્ટ ID ભરો.

4. સિક્યોરિટી કોડ નોંધો.

5. OTP મેળવવા માટે રજિસ્ટર્ડ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો. જો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો ઓપ્શનલ નંબર અવેલેબલ હોય તો તે ભરો.

6.‘Send OTP’ પર ક્લિક કરો.

7.‘Terms and Conditions’ મંજૂર થયા પછી ટિક કરો. (નોટ: હાઈપરલિંક પર ક્લિક કરો અને ડિટેલ્સ જુઓ)

8. ‘OTP’ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કર્યા પછી સબમિટ પર ક્લિક કરો.

9. એ પછી ‘Make payment’ પર ક્લિક કરવાની સાથે જ તમે પેમેન્ટ ગેટવે પર પહોંચી જશો, ત્યાં તમને ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને UPIના ઓપ્શન મળશે.

10. પેમેન્ટ સફળ થતા રિસિપ્ટ મળશે, તેની પર ડિજિટલ સિગ્નેચર હશે. SMS પર સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે. તમે આ નંબરની મદદથી કાર્ડ ડિલિવર થયા સુધીની પ્રોસેસ ટ્રેક કરી શકશો.