બે હિન્દુ-એક શીખ નેતાની હત્યા કરવાના 3 કરોડ:પોતાની કાબેલિયત સાબિત કરવા હિન્દુ યુવકનું ગળું કાપ્યું, વીડિયો પાકિસ્તાન મોકલ્યો

13 દિવસ પહેલાલેખક: પૂનમ કૌશલ

પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓએ પંજાબ અને દિલ્હીના ત્રણ નેતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં બે હિન્દુ અને એક શીખ નેતા છે. આ માટે તેમણે દિલ્હીમાં એક સ્લીપર સેલ સક્રિય કર્યો. જહાંગીરપુરીના ભાલ્સવા ડેરી વિસ્તારમાં આ હત્યાઓની જવાબદારી નૌશાદ અને જગજિતે લીધી હતી. જોકે પાકિસ્તાની આકાઓને શંકા હતી કે આ બંને અને તેમના સાથીદારો હત્યા કરી શકશે કે કેમ?

તેમની ક્ષમતા સાબિત કરવા માટે નૌશાદ અને જગજfત એક હિંદુ યુવકને પકડે છે અને તેનું ગળું કાપીને તેને મારી નાખે છે. ત્યાર બાદ મૃતદેહના ચાર ટુકડા કરી નજીકના ગટરમાં ફેંકી દીધા. હત્યા કરતી વખતે વીડિયો બનાવ્યો અને સિગ્નલ એપ દ્વારા પાકિસ્તાન મોકલ્યો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 12 જાન્યુઆરીએ આ બંને આતંકીની ધરપકડ કરી હતી. પૂછપરછમાં બંનેએ ઘણા ઘટસ્ફોટ કર્યા છે.

બંને આતંકવાદી જહાંગીરપુરીના ભાલ્સવા ડેરી વિસ્તારમાં એક જ ઘરમાં રહેતા હતા. તેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં અહીં એક રૂમ ભાડે લીધો હતો.
બંને આતંકવાદી જહાંગીરપુરીના ભાલ્સવા ડેરી વિસ્તારમાં એક જ ઘરમાં રહેતા હતા. તેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં અહીં એક રૂમ ભાડે લીધો હતો.

સ્લીપર સેલ મોડ્યુલમાં 8 લોકો એક્ટિવ, 4 આતંકીની તપાસ શરૂ
પાકિસ્તાનથી નૌશાદ અને જગજિત સુધી ડ્રોપ-ડેડ પદ્ધતિથી હથિયારો મોકલવામાં આવ્યાં હતાં. આ પદ્ધતિમાં કોઈ વસ્તુ ગુપ્ત જગ્યાએ રાખવામાં આવે છે અને બીજી વ્યક્તિ એ પ્રાપ્ત કરે છે. નૌશાદ પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતો. પાકિસ્તાન તરફથી જ સિગ્નલ એપ પર ગૂગલ મેપ દ્વારા હથિયારોનું લોકેશન શેર કરવામાં આવ્યું હતું.

દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મોડ્યુલમાં 8 લોકો સામેલ હોવાની આશંકા છે. નૌશાદ અને જગજિત પકડાયા છે. 2 હેન્ડલર્સ છે, એક પાકિસ્તાનમાં અને એક કેનેડામાં. 4 ભારતમાં હજુ પણ જણાવવામાં આવી રહ્યા છે, જેમની શોધ ચાલુ છે. તેમાંથી 2 આતંકવાદીનો ઉપયોગ હથિયારોની વ્યવસ્થા કરવા માટે કરવામાં આવ્યો હતો, બાકીના 2ને હેન્ડલર દ્વારા નક્કી કરેલા લોકેશન પર હથિયાર પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી હતી.

પોતાને કાબિલ સાબિત કરવા હિંદુ યુવકની હત્યા કરી
તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની આકાઓએ નૌશાદ અને જગજિત પર શંકા હતી. ક્ષમતા સાબિત કરવા આ બંનેએ ડિસેમ્બર 2022માં એક હિંદુ યુવકની હત્યા કરી હતી. પોલીસ અનુસાર, તેમના મોબાઈલમાં 37 સેકન્ડનો વીડિયો મળ્યો. એમાં એક યુવકનું ગળું કાપીને હત્યા કરતા બે લોકો નજર આવ્યા. આ વીડિયો નૌશાદ અને જગજિતે હેન્ડલર્સને મોકલ્યો.

પૂછપરછ દરમિયાન આ માહિતી સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. શનિવાર, 14 જાન્યુઆરીના રોજ આ યુવકના મૃતદેહના કથિત રૂપે ભાલવા ડેરી વિસ્તારમાં એક ગટરમાંથી ઘણા ટુકડા મળ્યા હતા. માર્યા ગયેલા યુવકની ઓળખ થઈ ચૂકી છે, પરંતુ પોલીસે જાહેર કરી નથી. જણાવવામાં આવ્યું છે કે યુવક આ વિસ્તારમાં જ કચરો વીણવાનું કામ કરતો હતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું-'હજુ મૃતદેહના ઘણા ટુકડા મળ્યા નથી. હાથમાં ત્રિશૂળના નિશાનના આધારે મરનારની ઓળખ થઈ ચૂકી છે. DNA અને ફોરેન્સિક રિપોર્ટ આવવાનો બાકી છે. આતંકીઓના રૂમમાંથી લોહીનાં નિશાન મળ્યાં છે.'

ફોરેન્સિક ટીમને આતંકીઓના ઘરમાં લોહીનાં નિશાન મળ્યાં છે. તેનાં સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.
ફોરેન્સિક ટીમને આતંકીઓના ઘરમાં લોહીનાં નિશાન મળ્યાં છે. તેનાં સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ યુવકને માત્ર એટલા માટે પસંદ કર્યો હતો કે તે હિન્દુ હતો. હત્યા પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારસુધીની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વીડિયો પાકિસ્તાન મોકલવા માટે તેની હત્યા કરવામાં આવી હતી.

પકડાયેલા બંને આતંકી વિરુદ્ધ પહેલાંથી કેસો નોંધાયેલા છે
ધરપકડ કરાયેલા નૌશાદ અને જગજિત પર હત્યા સહિત અનેક કેસ દાખલ છે. 4 દિવસની પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે ત્રણ નેતાની હત્યા કરવા બદલ તેમને ત્રણ કરોડ રૂપિયા મળવાના હતા. પહેલી હત્યા પર 50 લાખ, બીજી પર 1 કરોડ અને ત્રીજી હત્યા પર 1.5 કરોડ મળવાના હતા.

દિલ્હી પોલીસસૂત્રો અનુસાર, દિલ્હી-પંજાબમાં જે નેતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તેઓ બજરંગ દળ, શિવસેના અને કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. બંને આતંકી પંજાબમાં તેમની રેકી પણ કરી ચૂક્યા છે. ભાસ્કર પાસે ત્રણેય નેતાઓનાં નામ છે, પરંતુ સુરક્ષા કારણસર નામ બહાર પાડી શકતાં નથી. આ આતંકીઓનો હેતુ પંજાબમાં રાજકીય હત્યા કરીને સરકાર અસ્થિર કરવાનો હતો. આ લોકો 27 અને 31 જાન્યુઆરીએ નેતાઓની હત્યા કરવાના હતા.

હવાલા દ્વારા 6 લાખ મળ્યા, જગ્ગાનું ખાલિસ્તાન સાથે કનેક્શન
દિલ્હી પોલીસે કહ્યું હતું કે આતંકવાદીઓના નિશાને 'રાઈટ વિંગ લીડર્સ' હતા, ખાલિસ્તાનવિરોધી હોવાના કારણે માત્ર કોંગ્રેસના નેતાને મારી નાખવાની યોજના બનાવવામાં આવી હતી. પોલીસે આ આતંકીઓને હવાલા દ્વારા મળેલા ફંડને પણ શોધી કાઢ્યું છે. અત્યારસુધી એ વાતની પુષ્ટિ થઈ છે કે તેને અલગ-અલગ હવાલા માર્ગો દ્વારા 6 લાખ રૂપિયા મળ્યા છે. આ પૈસા નૌશાદ પાસે આવ્યા છે. કેટલાક પૈસા બિહારના રસ્તે પણ આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નૌશાદ અને જગજિત અલગ-અલગ કેસમાં હલ્દવાની જેલમાં બંધ હતા, અહીંથી જ તેઓ એકબીજાને મળ્યા હતા. બાદમાં આ બંને ગેંગસ્ટર જગદીપ બંબીહા ગ્રુપના લોકોના સંપર્કમાં આવ્યા હતા. અહીંથી જ જગજિત સિંહની ઓળખ ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ ડલ્લા સાથે થઈ હતી. અર્શદીપ ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલો છે. જગ્ગા પેરોલ પર બહાર આવીને ફરાર થઈ ગયો હતો.

પાકિસ્તાનમાં નૌશાદનો હેન્ડલર, આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસારનો સભ્ય
નૌશાદને પાકિસ્તાનથી હેન્ડલ કરવામાં આવી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે વારંવાર તેના હેન્ડલર્સના અલગ અલગ નામ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નૌશાદનો હેન્ડલર હૈદર નામની વ્યક્તિ હોઈ શકે છે. નૌશાદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસાર સાથે સંકળાયેલો છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે. જોકે તેનો હેન્ડલર હૈદર લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, જગજિતનો હેન્ડલર કેનેડામાં હોવાનું જણાવાઈ રહ્યું છે. અર્શદીપે જગજિતને 'લો પ્રોફાઇલ રાખવા અને કોઈનો સંપર્ક ન કરવાનો' આદેશ પણ આપ્યો હતો.

નૌશાદ હત્યાના બે કેસમાં આજીવન કેદ અને એક્સપ્લોઝિવ એક્ટના એક કેસમાં 10 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. જહાંગીરપુરીની તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેએ ગયા વર્ષે દિવાળી દરમિયાન ભાડે મકાન લીધું હતું. તેમણે મકાનમાલિકને કહ્યું કે તેનું પોતાનું ઘર બની રહ્યું છે, જ્યાં સુધી એ નહીં બને ત્યાં સુધી તે અહીં જ રહેશે.

26 જાન્યુઆરીની પરેડ ટાર્ગેટ પર હોઈ શકે છે
પોલીસને જગજિત અને નૌશાદના ઘરેથી ત્રણ પિસ્તોલ, 22 રાઉન્ડ અને બે હેન્ડગ્રેનેડ મળ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર, હેન્ડલરોએ બંનેને વધુ ઘાતક હથિયારો આપવાનું પણ વચન આપ્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રજાસત્તાક દિવસની પરેડ પણ તેમનું નિશાન બની શકે છે.

4 શંકાસ્પદ આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. શક્ય છે કે દિલ્હી-પંજાબ સિવાય તેમને અન્ય રાજ્યોમાં પણ ટાર્ગેટ કિલિંગનું કામ સોંપવામાં આવ્યું હોય. નૌશાદ અને જગ્ગાને શુક્રવારે 13 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી બંનેને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.

પંજાબમાં અસ્થિરતા ફેલાવવાના પ્રયત્નો
હડસન ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે કેટલાક શીખ અલગાવવાદી સમૂહોએ તાલિબાનને એક મિલિયન ડોલર(8 કરોડ રૂપિયા)ની મદદ કરી હતી. પાકિસ્તાન પંજાબમાં અસ્થિરતા ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.

ખાલિસ્તાન સંગઠનોને બ્રિટન, કેનેડા અને જર્મનીથી ફંડિંગ મળી રહ્યું છે. પાકિસ્તાન અને ચીન તેમને લોજિસ્ટિક સપોર્ટ આપે છે. એમાં હથિયાર અને ડ્રગ્સનો સમાવેશ થાય છે. પંજાબમાં પાકિસ્તાનથી ડ્રોનના માધ્યમથી હથિયાર અને ડ્રગ્સ મોકલવાના કેસ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...