તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:ભારતમાં 75 કરોડ ઈન્ટરનેટના યુઝર થયા; 12 GBની સાથે મંથલી ડેટા યુઝમાં દુનિયામાં સૌથી આગળ

6 દિવસ પહેલાલેખક: રવિન્દ્ર ભજની
  • કૉપી લિંક

15 ઓગસ્ટ, 2020ના રોજ ભારતમાં ઈન્ટરનેટે 25 વર્ષ પૂરાં કર્યાં. આ મહિને દેશમાં 75 કરોડ યુઝરનો આંકડો પણ પાર થઇ ગયો. ખાસ વાત તો એ છે કે, છેલ્લા ચાર મહિનામાં ઇન્ટરનેટ યુઝર ડબલ થઇ ગયા છે, જે દુનિયામાં સૌથી વધારે છે. 5 ઈન્ડિકેટર્સથી સમજીએ દેશમાં ઇન્ટરનેટના ઉપયોગનું સ્ટેટસ..

1. પાંચ રાજ્યોમાં દેશનો 35% ઇન્ટરનેટ યુઝર બેઝ, બાકીનાં 23 રાજ્યો અને 9 UTsમાં 65%
ભારતમાં ઇન્ટરનેટ યુઝર બેઝને છેલ્લાં 4 વર્ષમાં ગતિ મળી. આંકડા જોઈએ તો 2016માં જ્યાં 34 કરોડ લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા હતા, તો 2020માં હવે 76 કરોડ લોકો ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે ગયા વર્ષે જૂનથી ઓગસ્ટ 2020 સુધી 10 કરોડ યુઝર વધ્યા છે. એટલે કે દર મહિને આશરે 71 લાખ યુઝર જોડાયા છે.

આપણે જ્યારે આ આંકડાના બ્રેકઅપ જોઈએ તો ખબર પડે છે કે જે રાજ્યોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું હતું ત્યાં યુઝર વધ્યા છે. ટોપ 5 રાજ્યોમાં મહારાષ્ટ્ર (6.4 કરોડ), આંધ્ર પ્રદેશ (5.9 કરોડ), તમિલનાડુ (5.1 કરોડ), ગુજરાત (4.5 કરોડ) અને કર્ણાટક (4.6 કરોડ) સામેલ છે. અહીં દેશનો 35% યુઝર બેઝ રહે છે. હવે તમે જ વિચારો કે બાકીનાં 23 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65% ઇન્ટરનેટ યુઝર છે અને તેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા વધારે વસ્તીવાળા રાજ્યો સામેલ છે.

2. અત્યારે વિશ્વમાં સૌથી આગળ, આવતાં 5 વર્ષમાં ડેટાનો ઉપયોગ બમણો થઈ જશે
વર્ષ 2016માં જિયોનું લોન્ચિંગ અને ફ્રી ડેટા ઓફર કરવાથી ઇન્ટરનેટ યુઝર્સ પણ વધ્યા અને ડેટાનો ઉપયોગ પણ વધ્યો. પરિણામ એ આવ્યું કે અન્ય કંપનીઓએ પણ ડેટા સસ્તો કરવો પડ્યો. ડેટા યુઝ વિશે વાત કરીએ તો, વર્ષ 2017માં માથાદીઠ ડેટા વપરાશ દર મહિને 1.2GB હતો, જે જૂન-2020માં 10 ગણો વધીને 12GB થયો છે. ખાસ વાત એ છે કે, આ ગતિ વધુ આગળ વધવા જઈ રહી છે. જૂનમાં આવેલા એરિક્સન મોબિલીટી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2025 સુધીમાં ભારતમાં દરેક યુઝરનો ડેટા યુઝ 25GB સુધી પહોંચી જશે.

3. મોબાઈલ ઇન્ટરનેટના યુઝર સૌથી વધુ અને જરૂરી નેટવર્કના અભાવને કારણે ગામડાં પાછળ રહી ગયાં
ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા જે રીતે શહેરોમાં વધી એટલી ઝડપથી ગામડાંમાં નથી વધી શકી. તેનાં બે કારણો છે. પ્રથમ - જે યુઝર વધ્યાં તેઓ મોબાઇલ ઇન્ટરનેટથી વધ્યા. બીજું, ગામડાંઓમાં નેટવર્કના અભાવથી યુઝર્સ ઇન્ટરનેટથી કનેક્ટ ન થઈ શક્યાં. આ જ કારણોસર જૂનમાં 61% ઇન્ટરનેટ કનેક્શન્સ શહેરોમાં હતા અને માત્ર 39% જ ગામડામાં હતાં.

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) એસપી કોચર કહે છે કે, આપણે ત્યાં 97% બ્રોડબેન્ડ કનેક્શન મોબાઇલ પર છે. ત્યારબાદ પણ 50% વસ્તીને જ પૂરતું નેટવર્ક કવરેજ મળી રહ્યું છે. નેટવર્ક વધારવા ઉપરાંત તેની કિંમતો અને સર્વિસ ક્વોલિટી પણ વધારવી જરૂરી છે.

4. સસ્તું ઈન્ટરનેટ આપી જિયો આગળ નીકળ્યું, દર બીજું ઈન્ટરનેટ કનેક્શન જિયો પાસે
ઈન્ટરનેટ યુઝર વધવાનું કારણ જિયોનું સસ્તું નેટ પણ છે. ઘણા એનાલિસ્ટે દાવો કર્યો છે કે, જિયો ભલે માર્કેટમાં સૌથી ન્યૂ પ્લેયર હોય, તેણે ઝડપથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કર્યું છે. આ જ કારણ છે કે રિલાયન્સ જિયોને ટક્કર આપનાર અન્ય કોઈ નથી. બ્રોડબેન્ડ માર્કેટમાં જિયોનો માર્કેટ શેર 56.4% છે. જ્યારે ભારતી એરટેલ 22.2% માર્કેટ શેર સાથે બીજા સ્થાને છે. અર્થાત દર બીજો ઈન્ટરનેટ યુઝર જિયો નેટવર્કનો ઉપયોગ કરે છે અને દર ચોથો યુઝર એરટેલ નેટવર્કનો.

5. 4 વર્ષમાં 200 રૂપિયાથી ડાયરેક્ટ 11 રૂપિયા પર આવી ગયું 1GB ઈન્ટરનેટ
આજે ઈન્ટરનેટ એક એસેન્શિયલ કમોડિટી અર્થાત આવશ્યક વસ્તુ બની ગયું છે. તેના વગરના જીવનની કલ્પના પણ નથી કરી શકાતી. IIT બેંગલુરુના પ્રોફેસર દેબબ્રત દાસે કહ્યું કે, ઈન્ટરનેટે લોકડાઉનમાં ફરી એક વાર સાબિત કર્યું કે તે એક ગેમ ચેન્જર છે. નાના નાના વેપારીઓએ ઈન્ટરનેટની મદદથી લોકડાઉનમાં પોતાનું ઘર ચલાવ્યું છે. ઓનલાઈન એજ્યુકેશન, ફાયનાન્સ અને હેલ્થકેર સુધી તમામ વસ્તુઓ ઈન્ટરનેટનાં માધ્યમથી મળી રહી છે.

દાસ જે જણાવી રહ્યા છે તેમાં કાંઈ નવું નથી. જિયો આવ્યા બાદ ઈન્ટરનેટ કંપનીઓનું ફોકસ ડેટા સાથે વેલ્યૂ એડેડ સર્વિસિસ પર પણ છે. આ જ કારણથી કમાણીનાં માધ્યમ બદલાયાં છે. પ્રતિ વ્યક્તિ રેવન્યૂમાં ઘટાડો આવ્યો છે સાથે ડેટા પણ સસ્તો થયો છે. કંપનીઓની પ્રતિ યુઝર થનારી કમાણી પણ ઘટી છે, પરંતુ સબસ્ક્રાઈબર્સ વધારી તેને વસૂલ કરવાના પ્રયત્નો કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો