તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • 7 Seats To Be Increased In Jammu And Kashmir; If These Seats Increase In The Jammu Region, The Way To Form A BJP Government Will Be Easier, Find Out How

ભાસ્કર એક્સપ્લેનર:જમ્મુ-કાશ્મીરમાં 7 સીટો વધવાની છે; જો આ સીટો જમ્મુ ક્ષેત્રમાં વધી તો ભાજપાની સરકાર બનાવવાનો માર્ગ સરળ થશે, જાણો કેવી રીતે

3 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે કાશ્મીરના નેતાઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન કાશ્મીરના ભવિષ્ય અને આવનારા સમયમાં ચૂંટણીઓ પર ચર્ચા થઈ. પરંતુ અત્યારે જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ (જેકેઆરએ) અંતર્ગત વિધાનસભા ક્ષેત્રોના સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. આ કારણથી આ વર્ષે ચૂંટણી થવાની નથી. આગામી વર્ષથી જ તેની સંભાવના દેખાઈ રહી છે.

વડાપ્રધાન મોદીએ ગત વર્ષે સ્વતંત્રતા દિવસના ભાષણમાં સ્પષ્ટ કર્યુ હતું કે જમ્મુ-કાશ્મીરમાં પહેલા સીમાંકન થશે, પછી ચૂંટણી. એટલે કે વિધાનસભા ચૂંટણી ક્યારે થશે, એ સીમાંકનના રિપોર્ટ પછી જ નક્કી થશે. સીમાંકન અત્યંત અગત્યનું છે કેમકે તેમાં 7 સીટો વધવાની છે. જો આ સીટો જમ્મુ ક્ષેત્રમાં વધશે તો ભાજપાને તેને લાભ મળશે. તેનાથી લગભગ બે વર્ષ જૂના આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપાની સરકાર પણ બની શકે છે.

આવો જાણીએ કે સીમાંકન શું છે, કઈ રીતે અને શા માટે થાય છે? તેનાથી શું બદલી જશે?

સીમાંકન શું હોય છે?

 • સીમાંકન એટલે કે સીમાનું નિર્ધારણ. બંધારણની કલમ-82માં સ્પષ્ટ કરાયું છે કે દર 10 વર્ષે વસતી ગણતરી પછી સરકાર સીમાંકન આયોગ બનાવી શકે છે. આ આયોગ જ વસતીના હિસાબે લોકસભા અને વિધાનસભા માટે સીટો વધારી-ઘટાડી શકે છે. વસતી વધી રહી છે તો સીટો પણ વધી જ રહી છે. આયોગનું એક અન્ય મહત્વનું કામ હોય છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસતીને ધ્યાનમાં રાખીને તેમના માટે સીટોનું રિઝર્વેશન કરવું.
 • તેનો મુખ્ય ઉદ્દેશ વસતીના હિસાબે વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોને સમાન રીતે વહેંચવાનો છે જેથી સમગ્ર દેશમાં એક વોટની એક જ વેલ્યુ રહે. લગભગ સમાન વોટર દરેક ક્ષેત્રમાં રહે. આ આદર્શ સ્થિતિ છે. વ્યવાહારિક રીતે કોઈપણ બે લોકસભા કે વિધાનસભા ક્ષેત્રોના વોટરોની સંખ્યા સમાન હોવી, યોગાનુયોગ જ હશે. આની સાથે સીમાંકન દ્વારા ભૌગોલિક ક્ષેત્રોને મતવિસ્તારોમાં યોગ્ય રીતે વહેંચવામાં આવે છે. જેથી કોઈ એક પાર્ટીને અનુચિત લાભ ન મળી શકે.

સીમાંકનની જવાબદારી કોની હોઈ શકે છે?

 • બંધારણ અંતર્ગત કેન્દ્ર સરકાર સીમાંકન આયોગ બનાવે છે. પ્રથમવાર સીમાંકન આયોગ 1952માં બન્યુ હતું. તેના પછી 1963, 1973, 2002 અને 2020માં પણ આયોગ બનાવાયા છે.
 • રસપ્રદ બાબત એ છે કે 1971ની વસતી ગણતરી પછી સીમાંકનની કાર્યવાહી સતત અવરુદ્ધ થઈ છે. 2002માં બંધારણના 84મા સંશોધને 2026 પછી પ્રથમ વસતી ગણતરી સુધી સીમાંકનને સમગ્ર દેશમાં ફ્રિજ કરી રાખ્યું છે.
 • પરંતુ 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થયો. ત્યારે તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો-જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વહેંચવામાં આવ્યું. કેમકે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા પ્રસ્તાવિત છે. આ કારણથી નવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકન જરૂરી બની ગયું હતું.
 • આ કારણથી સરકારે માર્ચ 2020માં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વમાં સીમાંકન આયોગ બનાવાયું. દેસાઈ ઉપરાંત ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કમિશનર કે કે શર્મા આ સીમાંકન આયોગના સભ્ય હતા.
 • દેસાઈ આયોગે જમ્મુ-કાશ્મીર સાથે આસામ, મણિપુર, અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોનું સીમાંકન કરવાનું છે. આ રાજ્યોમાં કોઈને કોઈ કારણથી 2002 અને 2008 દરમિયાન સીમાંકન થઈ શક્યું નહોતું.
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે મોદી
જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે મોદી

જમ્મુ-કાશ્મીરના સીમાંકનમાં શું ખાસ છે?

 • 5 ઓગસ્ટ 2019 સુધી જમ્મુ-કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ મળ્યું હતું. આ કારણથી ત્યાં કેન્દ્ર સરકારના અધિકાર સીમિત હતા. જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન તેના પોતાના બંધારણ અંતર્ગત થતું હતું, જેની અનુમતિ તેને ભારતના બંધારણે આપી હતી. જમ્મુ-કાશ્મીરમાં આ અગાઉ 1963, 1973 અને 1995માં સીમાંકન થયું હતું. આ કારણથી 1996ની ચૂંટણી માટે 1981ની વસતી ગણતરીને આધાર બનાવીને સીટોનું નિર્ધારણ થયું હતું.
 • આજે જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન થઈ રહ્યું છે, જ્યારે સમગ્ર દેશમાં 2031 સુધઈ એવું થઈ શકે તેમ નથી. 2021ની વસતી ગણતરી આમેય એક વર્ષથઈ વધુ સમય લેટ થઈ ગઈ છે. તેને 2020માં શરૂ થવાનું હતું, પરંતુ કોવિડ-19ના કારણે મામલો ટળતો રહ્યો છે. સ્થિતિ યોગ્ય રહે તો આગામી વર્ષે જ વસતી ગણતરી શરૂ થઈ શકશે.
 • જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન અંતર્ગત જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ(જેકેઆરએ)ની જોગવાઈઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે. તેને ઓગસ્ટ 2019માં સંસદે પસાર કર્યુ હતું. તેમાં અનુસૂચિત જનજાતિ માટે સીટો વધારવાની વાત પણ કહેવામાં આવી છે.
 • જેકેઆરએમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકન 2011ની વસતી ગણતરીના આધારે થશે. પરંતુ દેશના બાકીના હિસ્સાઓમાં સીમાંકનમાં 2001ની વસતી ગણતરીના આંકડાઓનો આધાર બનાવવામાં આવે છે.

સીમાંકનથી જમ્મુ-કાશ્મીરમાં શું બદલી જશે?

 • રાજ્યમાં 7 સીટો વધવાની છે. આ સમયે રાજ્યમાં 107 સીટો છે, જેમાં 24 સીટો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં છે. ત્યારે, ચાર સીટો લદાખમાં હતી, જેના અલગ થવાથી જમ્મુ-કાશમીરમાં ઈફેક્ટિવ સ્ટ્રેન્થ 83 સીટોની થઈ જશે. પરંતુ જેકેઆરએ અંતર્ગત નવા જમ્મુ-કાશ્મીરમાં 90 સીટો હશે. એટલે કે અગાઉથી સાત વધુ. PoKની 24 સીટો મેળવી દઈએ તો સીટોની સંખ્યા વધીને 114 થઈ જશે.
 • બે વર્ષ અગાઉ જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો જમ્મુમાં 37 સીટો હતી અને કાશ્મીરમાં 46 સીટો. ભાજપા સહિત કેટલીક રાજકીય પાર્ટીઓ જમ્મુ-કાશ્મીર ખીણમાં સીટોનું અંતર અસમાન હોવાની દલીલ કરી રહી છે. જો વધેલી સાતેય સીટો જમ્મુ ક્ષેત્રમાં આવે તો તેનો લાભ ભાજપાને થઈ શકે છે. આથી વિરોધી પાર્ટીઓ આવું કોઈપણ સ્થિતિમાં ઈચ્છશે નહીં.
 • રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી પ્રથમવાર ગત વર્ષે જિલ્લા વિકાસ પરિષદો (ડીડીસી)ની ચૂંટણી થઈ. તેમાં ભાજપાએ જમ્મુ ક્ષેત્રની 6 પરિષદો પર કબજો જમાવ્યો, જ્યારે ખીણમાં તેની ઝોળી ખાલી રહી. નેશનલ કોન્ફરન્સ, પીડીપી સહિત 7 પાર્ટીઓવાળા પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (પીએજીડી)એ ખીણની તમામ 9 પરિષદો પર કબજો જમાવ્યો હતો. સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ ભાજપાનું છે તો ખીણ પીએજીડીમાં સામેલ પાર્ટીઓની.

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકનનું સ્ટેટસ શું છે?

 • સીમાંકન આયોગ જિલ્લા અધિકારીઓના ઈનપુટ્સ પર કામ કરી રહ્યું છે. ડેમોગ્રાફિક અને જિયોગ્રાફિકલ અનિશ્ચિતતાઓને બરાબર કરી રહ્યું છે. જૂનમાં કેન્દ્રશાસિત પ્રદેશના 20 જિલ્લાના વહીવટી પ્રમુખને પત્ર મોકલીને 18 પોઈન્ટ્સ પર તેની પાસેથી જાણકારી માગવામાં આવી હતી. તેમાં ટોપોગ્રાફિક માહિતી, ડેમોગ્રાફિક પેટર્ન અને વહીવટી પડકારો સામેલ છે. આ જાણકારી મહત્વની છે કેમકે કમિશન ખાનાબદોશ સમુદાયોની જનસંખ્યા જોવા માગે છે, જેના આધારે રિઝર્વ સીટો નક્કી થશે.
 • જિલ્લાઓએ આયોગને હંગામી ડેટા મોકલી આપ્યો છે. આયોગે ડેપ્યુટી કમિશનરો સાથે વર્ચ્યુઅલ મીટિંગ પણ કરી લીધી છે. ટૂંક સમયમાં જ આયોગ રાજ્યના પાંચ લોકસભા સાંસદો સાથે બેઠક કરશે.
 • ડ્રાફ્ટ બન્યા પછી તેને વાંધા-દાવા માટે જનતા સામે લઈ જઈ શકાશે. જનસુનાવણઈ થશે અને પ્લાન ફાઈનલ થશે. ચૂંટણી પંચે ચૂંટણી અગાઉ જમ્મુ-કાશ્મીરના ઈલેક્ટોરલ રોલ્સનું રિવિઝન કરવાનું રહેશે. જેથી ચૂંટણીની તારીખ નક્કી કરી શકાય.

સીમાંકનને લઈને રાજકીય દળોનું શું વલણ છે?

 • મિશ્રિત. ભાજપા સહિત કેટલીક પાર્ટીઓ તેની તરફેણમાં છે. પરંતુ નેશનલ કોન્ફરન્સ (NC) અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) શરૂઆતમાં સીમાંકનના વિરોધમાં હતી. પરંતુ અત્યારે તેના વલણમાં પણ નરમાઈ આવી છે. તેમને એ વાતની ચિંતા છે કે સીમાંકનની પ્રક્રિયામાં ભાજપાને ફાયદો ન થઈ જાય.
 • ફેબ્રુઆરીમાં સીમાંકન આયોગે પ્રક્રિયા અંગે પ્રથમ બેઠક બોલાવી હતી. પરંતુ પાંચમાંથી બે સભ્યો જ સામેલ થયા હતા. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ અને ભાજપા સાંસદ જુગલ કિશોર શર્મા તો બેઠકમાં આવ્યા હતા પરંતુ અન્ય સભ્યોએ દૂર રહેવાનું નક્કી કર્યુ. નેશનલ કોન્ફરન્સના સાંસદ અને પાર્ટી ચીફ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમણે જેકેઆરએને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી તેઓ સીમાંકનની પ્રક્રિયામાં સામેલ નહીં થાય. અબ્દુલ્લાની સાથે સાથે નેશનલ કોન્ફરન્સના સાંસદ મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસૂદી પણ આ પેનલના સભ્ય છે.
 • હાલમાં જ અબ્દુલ્લાએ વલણ બદલ્યું અને કહ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન પ્રક્રિયાની વિરુદ્ધ નથી. તેને લઈને સીમાંકન આયોગને આશા છે કે તમામ સાંસદોની ભાગીદારીથી આ પ્રક્રિયામાં ઝડપ આવશે અને ટૂંક સમયમાં તે પોતાનો રિપોર્ટ બનાવીને રજૂ કરી શકશે.