ભાસ્કર એક્સપ્લેનર:PUBG જેવી હિંસક ગેમના બંધાણી એવાં 60% બાળકોમાં બંદૂક ચલાવવાની ઈચ્છા; અટકાવવામાં આવતાં હત્યા કે સુસાઇડ કરે છે

16 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી

લખનઉમાં 16 વર્ષના ટીનેજરે પોતાની માતાને 6 ગોળી મારી. મૃતદેહ ત્રણ દિવસ સુધી ઘરમાં સડતો રહ્યો, પરંતુ આ દરમિયાન માતાની ભૂલ માત્ર એટલી હતી કે તેણે પુત્રને PUBG રમવાની ના પાડી દીધી હતી....

આ વર્ષે 22 એપ્રિલ રાયગઢમાં 19 વર્ષીય દુર્ગા પ્રસાદે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આનું કારણ માત્ર એટલું હતું કે પરિવારે તેને PUBG રમવાની ના પાડી દીધી હતી.

2021મા મહારાષ્ટ્રના જામનેરની નમ્રતા ખોડકે, 2020મા મથુરાના પૂયુષ શર્મા, 2019મા હૈદરાબાદના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. (નામ અને શહેર બદલ્યા છે) પરંતુ મોતનું કારણ PUBG જ રહ્યું છે.

આજે ભાસ્કર એક્સપ્લેનરમાં આપણે જાણીશું કે હિંસક વીડિયો ગેમ્સની લત, ખરાબ વ્યસન કરતાં પણ કેટલી ખરાબ છે? વીડિયો ગેમ્સ આપણા ઘરના નિર્દોષ બાળકોને કેવી રીતે હિંસક બનાવે છે? તમારું બાળક પણ આનો શિકાર છે કે કેમ એ કેવી રીતે જાણવું?

JAMA નેટવર્ક ઓપનના સંશોધન મુજબ, જે બાળકો બંદૂકની હિંસાવાળી વીડિયો ગેમ જુએ છે અથવા રમે છે તેઓ બંદૂકને પકડીને તેનું ટ્રિગર દબાવવાની માનસિકતા ધરાવતા હોય એની શક્યતા વધારે છે.

આમાં, સંશોધકે 200થી વધુ બાળકોમાંથી 50% બાળકોને અહિંસક વીડિયો ગેમ્સ રમવા માટે અને 50% બાળકોને બંદૂક સાથે સર્વાઈવલ બેટલ રોયલ (હિંસક ગેમ્સ) રમવાનું આયોજન કર્યું હતું.

તેના થોડા સમય પછી, એવું જાણવા મળ્યું કે હિંસક ગેમ્સ રમતા 60% બાળકોએ તરત જ બંદૂક પકડી લીધી, જ્યારે અહિંસક રમત રમતા માત્ર 44% બાળકોએ બંદૂક પકડી હતી.

WHOએ તેને રોગ તરીકે વર્ગીકૃત કર્યું છે, એટલે કે ગેમિંગ ડિસઓર્ડર, રોગોના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણની નવીનતમ આવૃત્તિમાં આને ઉમેરી દેવાઈ છે. કોપનહેગન યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક રુન નીલસનના જણાવ્યા અનુસાર, ઓનલાઈન ગેમ્સને પણ એ જ આધાર પર એક વ્યસન માનવામાં આવતું હતું. કારણ કે વ્યક્તિ વર્ષો સુધી નિકોટિન અથવા મોર્ફિન જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને વ્યસની બની જાય છે.

અન્ય વ્યસનોની જેમ, ગેમિંગ ડિસઓર્ડર ધરાવતા લોકો તેના પર સટ્ટો લગાવતા રહે છે, પછી ભલે તેમની બાકીની જીંદગી નષ્ટ થઈ જાય. ડૉ. યોગિતા કાદ્યાનના મતે, ગેમિંગનું વ્યસન બાળકોના વિકાસ માટે એક મોટો અવરોધ છે. રમતના વિવિધ લેવલને પાર કરવાને તેઓ પોતાની સિદ્ધિ માને છે.

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર, 2010 અને 2020 વચ્ચે ભારતમાં ઓનલાઈન ગેમર્સની સંખ્યામાં 22 ગણો વધારો થયો છે. હાલમાં તેમની સંખ્યા લગભગ 43 કરોડ છે. 2025 સુધીમાં તે વધીને 65 કરોડ થવાની ધારણા છે. ​​​​​​​ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (IAMAI)ના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 40 ટકા હાર્ડકોર ગેમર્સ દર મહિને સરેરાશ 230 રૂપિયા ખર્ચે છે. અત્યારે ઓનલાઈન ગેમિંગની આવક 13,600 કરોડ રૂપિયા છે, જે 2025 સુધીમાં 20,000 કરોડ સુધી પહોંચવાની આશા છે.

ફોર્ટિસ હેલ્થકેરના ડિપાર્ટમેન્ટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયરલ સાયન્સના પ્રમુખ ડો. કામના છિબ્બરે જણાવ્યું કે માતા-પિતાએ પહેલા એ ઓળખવાનો પ્રયાસ કરવો જોઈએ કે બાળક ખરેખર વ્યસની છે કે નહીં? જો તે ટૂંકા સમય માટે રમે છે અને ગેમિંગ અન્ય બાબતોને અસર કરતું નથી, તો તે વ્યસન નથી. આ 3 રીતે, બાળકોમાં ગેમિંગનું વ્યસન શોધી શકાય છે...

  1. જો બાળકની દિનચર્યામાં ફેરફાર થયો હોય. જો તેનું આખું કામ PUBGની આસપાસ દેખાવા લાગે તો સમજવું કે તે આ ગેમમાં ફસાઈ રહ્યો છે.
  2. તેનો સ્વભાવ આક્રમક અને ગુસ્સાવાળો હોઈ શકે છે. જો તે PUBH રમવાનું બંધ કરે છે, તો તે હિંસક બની જાય છે અથવા તો દુર્વ્યવહાર પણ કરી શકે છે.
  3. આ રમતનું વ્યસની બાળક સામાન્ય રીતે શાંત દેખાય છે. તેની યાદશક્તિ બગડવાની નિશાની છે.

જો તમારાં બાળકો પણ હિંસક ગેમિંગના વ્યસની છે તો એમાંથી છુટકારો મેળવવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે…

  1. બાળકોને અનુભવ કરાવવો કે આ વ્યસન નુકસાનકારક છે. તેનાથી છુટકારો મેળવવાની દિશામાં આ પહેલું પગલું છે.
  2. માતાપિતા તેમના બાળકો સાથે વધુ સમય પસાર કરે અને અન્ય રમતો રમે. તેમના દૃષ્ટિકોણને સમજે.
  3. ગેમિંગ ગેજેટ્સ અને ઈલેક્ટ્રોનિક સાધનોને બેડરૂમને બદલે અન્ય કોઈ રૂમમાં રાખો.
  4. જો વ્યસન પર કાબુ મેળવવો મુશ્કેલ હોય, તો ઉપચાર દ્વારા તેને દૂર કરી શકાય છે.

સરકારે 3 સપ્ટેમ્બર 2020ના દિવસે 59 એપ્સની સાથે PUBG પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે કહ્યું કે આ એપ્સ એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે, જે દેશની સંપ્રભુતા, અખંડિતતા અને સુરક્ષાને અસર કરી રહી છે. પ્રતિબંધ હોવા છતાં, ભારતમાં PUBGની APK ફાઈલ ડાઉનલોડ કરવાનું જુગાડ સાથે રમાઈ રહ્યું છે. તો બીજી બાજુ BGMI નામની અન્ય બેટલ રોયલ ગેમ્સ આવી જ હિંસક રીતે ભારતના માર્કેટમાં ઉપલબ્ધ થઈ ગઈ છે.

2019માં અચ્યુતાનંદ મિશ્રાના સંશોધન મુજબ, ભારતમાં હિંસક ઑનલાઇન ગેમિંગને નિયંત્રિત કરવા માટે કોઈ ચોક્કસ કાયદો નથી. સટ્ટાબાજી અને જુગાર એ રાજ્યના વિષયો છે જેના માટે રાજ્યથી રાજ્યમાં જુદા જુદા નિયમો લાગુ પડે છે. કેટલાક રાજ્યોમાં ઓનલાઈન જુગાર અને રમતોમાં પોર્નોગ્રાફી પર કાયદા છે, પરંતુ ઓનલાઈન ગેમિંગ અને તેના હિંસક સ્વભાવ અંગે કોઈ સ્પષ્ટ કાયદા નથી.

અન્ય સમાચારો પણ છે...