તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી સરકારમાં ફેરફારનું સૌથી મોટું એનાલિસિસ:55% મંત્રી 5 રાજ્યમાંથી, ચૂંટણી રાજ્ય યુપીથી 16 મંત્રી; પરંતુ લોકસભા સીટની દૃષ્ટિએ સૌથી વધુ 23% ભાગીદારી ગુજરાતની

16 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક
  • મોદી કેબિનેટમાં વડાપ્રધાન સહિત કુલ મંત્રીઓની સંખ્યા 78 થઈ
  • કેબિનેટમાં વધુમાં વધુ 81 મંત્રી બનાવી શકાય છે, એટલે કે હજુ પણ 3 મંત્રી માટે જગ્યા ખાલી છે

નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાની કેબિનેટનું પહેલું વિસ્તરણ કર્યું. વિસ્તરણ પહેલાં 12 મંત્રીઓએ રાજીનામું આપ્યું, તો 36 નવા ચહેરા કેબિનેટમાં જગ્યા મળી. 7 મંત્રીઓને પ્રમોટ કરવામાં આવ્યા. એટલે કે કુલ 43 મંત્રીઓએ શપથ લીધા. જે સાથે જ મોદી કેબિનેટમાં વડાપ્રધાન સહિત કુલ મંત્રીઓની સંખ્યા 78 થઈ ગઈ છે. આ મોદીની અત્યાર સુધીનું સૌથી મોટું મંત્રીમંડળ છે. કેબિનેટમાં વધુમાં વધુ 81 મંત્રી બનાવી શકાય છે, એટલે કે હજુ પણ 3 મંત્રીઓ માટે જગ્યા ખાલી છે.

2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વખત સત્તામાં આવ્યા તો તેમની કેબિનેટમાં માત્ર 45 મંત્રી સામેલ હતા. ત્યારે વડાપ્રધાને મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નનન્સનો નારો આપ્યો હતો. જોકે ત્રણ વર્ષ બાદ સ્થિતિ બદલાતાં અને તેમની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા વધીને 76 થઈ ગઈ. 2019માં જ્યારે મોદીએ બીજી વખત શપથ લીધા તો તે સમયે કુલ 58 મંત્રી મંદી કેબિનેટનો હિસ્સો હતા॥

આવો જાણીએ નવી કેબિનેટ કેવી છે? કયા રાજ્યને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું છે? કેટલા મંત્રી કરોડપતિ છે અને સૌથી અમીર મંત્રી કોન છે?

ચૂંટણી રાજ્યોમાં સૌથી વધુ ફોકસ ઉત્તરપ્રદેશ પર
આગામી વર્ષ ફેબ્રુઆરી-માર્ચમાં પાંચ રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી થવાની છે. કેબિનેટ વિસ્તરણમાં ઉત્તર પ્રદેશ પર સૌથી વધુ ફોકસ રાખવામાં આવ્યું છે. વિસ્તરણમાં સામેલ 36 નવા ચહેરાઓમાંથી 7 એકલા ઉત્તર પ્રદેશમાંથી છે. આ સાથે જ અહીંથી આવનારા કુલ મંત્રીઓની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે. મોદી કેબિનેટમાં UPના મંત્રીઓની આ સંખ્યા સૌથી મોટી છે.

પંજાબના એકમાત્ર મંત્રી સોમ પ્રકાશ જ છે. અહીંથી કોઈ નવું નામ સામેલ નથી કરાયું. આ રીતે જ ઉત્તરાખંડને પણ આ વિસ્તારમાંથી કંઈ જ નથી મળ્યું. અહીંથી રમેશ પોખરિયાલના રાજીનામા બાદ અજય ભટ્ટને મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ રાજ્યથી આવનારા એકલા મંત્રી છે.

ગોવાથી આવનારા શ્રીપદ યશો નાયક કેબિનેટમાં યથાવત છે. અહીં પણ કોઈ નવા ચહેરાને સામેલ નથી કરવામાં આવ્યા. તો મણિપુરથી ઈનર મણિપુરના સાંસદ રાજકુમાર રંજન સિંહને કેબિનેટમાં જગ્યા મળી છે. આ પહેલા મણિપુરથી એક પણ મંત્રી ન હતા.

લોકસભા સીટની દ્રષ્ટીએ સૌથી વધુ ભાગીદારી ગુજરાતની
સંખ્યાની દ્રષ્ટીએ સૌથી વધુ મંત્રી ઉત્તર પ્રદેશના છે.પરંતુ મોટા રાજ્યોમાં લોકસભા સીટની સંખ્યાની દ્રષ્ટીએ ગુજરાતની ભાગીદારી સૌથી વધુ છે. રાજ્યમાં 26 લોકસભા સીટ છે. અહીંથી 6 મંત્રી બનાવવામાં આવ્યા છે. એટલે કે લોકસભા સીટના લગભગ 23% મંત્રી છે. આ દ્રષ્ટીએ 80 લોકસભા સીટવાળા ઉત્તરપ્રદેશ 20%ની સાથે બીજા નંબરે છે. તો 48 સીટવાળા મહારાષ્ટ્ર 19%ની સાથે ત્રીજા નંબરે છે.

રૂપિયા 379 કરોડની સંપત્તિવાળા સિંધિયા સૌથી શ્રીમંત મંત્રી
ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો PM મોદીની કેબિનેટમાં આ વખતે સૌથી ઓછા કરોડપતિ છે. વર્તમાન કેબિનેટમાં 89.50 ટકા મંત્રી કરોડપતિ છે. વર્ષ 2019માં 91 ટકા મંત્રી કરોડપતિ હતા.રૂપિયા 6.42 લાખની સંપત્તિવાળા પ્રતિમા ભૌમિક સૌથી ઓછી સંપત્તિ ધરાવે છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા નવા કેબિનેટમાં સૌથી શ્રીમંત મંત્રી છે. તેમની પાસે રૂપિયા 379 કરોડની સંપત્તિ છે. સિંધિયા બાદ સૌથી વધારે સંપત્તિ પીયૂષ ગોયલ પાસે છે.ગોયલ રૂપિયા 95 કરોડની સંપત્તિ ધરાવે છે. ગોયલની માફક જ મહારાષ્ટ્રથી આવતા નારાયણ રાણે ત્રીજા નંબર પર છે, તેમની પાસે રૂપિયા 87.77 કરોડની સંપત્તિ ધરાવે છે.

નવી કેબિનેટના આઠ મંત્રી એવા છે કે જેમની પાસે એક કરોડથી ઓછી સંપત્તિ છે. તેમા ઓડિશાથી આવતા પ્રતિમા ભૌમિક પાસે રૂપિયા 6.42 લાખની સંપત્તિ છે. આઉપરાંત કૈલાશ ચૌધરી (24.02 લાખ), વિશ્વેશ્વર ટુડૂ (27.42 લાખ), વી.મુરલીધર (28 લાખ), રામેશ્વર તેલી (43.70 લાખ), શાંતનુ ઠાકુર (52 લાખ), ભુપેન્દ્ર યાદવ(58.72 લાખ) અને નિશીથ પ્રમાણિક (96 લાખ) પણ કરોડપતિ મંત્રીઓમાં સામેલ નથી.

મોદી મંત્રીમંડળમાં 24 રાજ્યોના નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યોને આ કરતાં વધારે પ્રતિનિધિત્વ ફક્ત વર્ષ 1991ની નરસિમ્હા રાવ સરકારમાં મળ્યું હતું.જ્યારે 26 રાજ્યના નેતાઓને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. PM મોદીએ વર્ષ 2009ની મનમોહન કેબિનેટની બરોબરી કરી છે. તેઓ વર્ષ 2014માં 20 રાજ્યના નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે પણ 24 રાજ્યોના નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2019માં જ્યારે મોદી સરકારે બીજી વખત શપથ ગ્રહણ કર્યા ત્યારે 21 રાજ્યોને પ્રતિનિધિત્વ મળ્યું હતું. તો 2014માં 20 રાજ્યોના નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 2014માં ધોરણ-5 પાસ ઉમા ભારતી સૌથી ઓછું ભણેલા મંત્રી હતા
વર્ષ 2014માં મોદી સરકારના પહેલા કેબિનેટમાં વડાપ્રધાન સહિત 46 મંત્રી હતા. કેબિનેટમાં સામેલ 42 મંત્રી કરોડપતિ હતા. PM મોદીના પ્રથમ કેબિનેટમાં થાવરચંદ ગહેલોત, સુદર્શન ભગત, મનસુખ માંડવિયા અને રામ વિલાસ પાસવાન એમ ચાર મંત્રી હતા, જેમની સંપત્તિ 1 કરોડથી ઓછી હતી. તે સમયે કેબિનેટમાં સરેરાશ સંપત્તિ રૂપિયા 13 કરોડ હતી.

46 મંત્રીઓ પૈકી ધોરણ-5 પાસ ઉમા ભારતી સૌથી ઓછું ભણેલા હતા. જ્યારે 5 મંત્રી ધોરણ-10 પાસ, 2 મંત્રી ધોરણ-12 પાસ, 7 સ્નાતક, 17 વ્યવસાયિક સ્નાતક, 10 અનુસ્નાતક, ત્રણ ડોક્ટરેટ અને એક મંત્રી અન્ય યોગ્યતા ધરાવતા હતા. 17 વ્યવસાયિક સ્નાતક પૈકી 7 કાયદામાં સ્નાતક હતા. 46 પૈકી 7 એટલે કે આશરે 15 ટકા મંત્રી મહિલા હતી.

2019માં 27% ક્રિમિનલ કેસવાળા મંત્રી
2019માં નરેન્દ્ર મોદી બીજી વખત સત્તા પર આવ્યા. તે સમયે મોદી સહિત કુલ 58 મંત્રીઓએ શપથ લીધા જેમાંથી 53 એટલે 91% કરોડપતિ હતા. કેબિનેટની સરેરાશ સંપત્તિ 14.51 કરોડ રૂપિયા હતી. 58માંથી 53 કરોડપતિ હતા. પ્રતાપચંદ્ર સારંગી, કૈલાશ ચૌધરી, વી મુરલીધરન, દેબોશ્રી ચૌધરી અને રામેશ્વર તેલી જ એવા મંત્રી હતા જેમની સંપત્તિ 1 કરોડથી ઓછી હતી. 13 લાખની સંપત્તિવાળા સારંગી કેબિનેટમાં સૌથી ઓછી સંપત્તિવાળા મંત્રી હતા. તો અકાલી દળના હરસિમરત કૌર બાદલ સૌથી પૈસાદાર મંત્રી હતા. કૌરે 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 218 કરોડ રૂપિયાની સંપત્તિ જણાવી હતી.

58 મંત્રીઓમાંથી 2 મંત્રી 10મું પાસ હત. 6 મંત્રી 12મું પાસ, એક ડિપ્લોમા, 16 ગ્રેજ્યુએટ, 12 પ્રોફેશનલ ગ્રેજ્યુએટ, 16 પોસ્ટ ગ્રેજ્યુએટ, 5 ડોક્ટરેટ ડીગ્રીવાળા હતા. કેબિનેટમાં સામેલ 6 એટલે 11% મંત્રી મહિલાઓ હતી. 28% એટલે 22 મંત્રીઓ પર ક્રિમિનલ કેસ હતા. જેમાંથી 27% એટલે કે 16 પર ગંભીર ગુનાકિય કેસ દાખલ હતા.

અન્ય સમાચારો પણ છે...