બ્રિટિશ રાજાશાહીની ઝાકઝમાળ પાછળ વાર્ષિક 1000 કરોડનો ખર્ચ:બ્રિટનના 41% યુવાન રાજાશાહીના વિરોધમાં, 5 પોઇન્ટમાં જાણો વિરોધનું કારણ

5 દિવસ પહેલા

મહારાણીના અવસાન પછી તેમના મોટા દીકરા ચાર્લ્સ-III રાજા બન્યા છે. બીજી તરફ એક મોટો વર્ગ એવો છે, જે માત્ર 'નોટ માય કિંગ' કહીને તેનો વિરોધ કરી રહ્યો છે અને સમગ્ર રાજાશાહીને નાબૂદ કરવાની માગ કરી રહ્યો છે.

આ ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે શા માટે બ્રિટનમાં રાજાશાહી નાબૂદ કરવાની માગ વધી રહી છે, એનાં મુખ્ય 5 કારણ શું છે...

1. 'રાજપરિવારની ઝાકઝમાળ પાછળ અમે શા માટે 1000 કરોડ ખર્ચ કરીએ'
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, શાહી પરિવારે જૂન 2022માં અહેવાલ આપ્યો હતો કે 2021-22માં બ્રિટિશ શાહી પરિવારે ત્યાં જનતાના ટેક્સમાંથી 102.4 મિલિયન પાઉન્ડ, એટલે કે લગભગ રૂ. 940 કરોડ ખર્ચ્યા હતા. એ 2020માં શાહી પર ખર્ચવામાં આવેલા 8.63 મિલિયન પાઉન્ડ કરતાં 17% વધુ છે.

આમાંથી શાહી પરિવારની યાત્રાઓ પાછળ 45 લાખ પાઉન્ડ, એટલે કે લગભગ 41 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 40% વધારે છે, એટલે કે બ્રિટનના શાહી પરિવાર પાછળ સામાન્ય લોકોના ટેક્સના અબજો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ કારણે ઘણા લોકો રાજાશાહી નાબૂદ કરવાની માગ કરી રહ્યા છે.

બ્રિટનમાં રાજપરિવાર પાછળ ખર્ચ કરવામાં આવતાં પૈસાને સૉવરેન ગ્રાંટ અથવા સંપ્રભુ અનુદાન કહેવામાં આવે છે. બ્રિટનની 6.8 કરોડની વસતિમાંથી દરેક નાગરિકને શાહી પરિવાર પાછળ 120 રૂપિયાનો ખર્ચ ઉપાડવો પડે છે. સૉવરેન ગ્રાંટનો ઉપયોગ રાજા અને રાણી તથા તેમના ઘરના કામકાજ, સત્તાવાર શાહી મુલાકાતો તેમજ શાહી મહેલોની જાળવણી જેવાં કાર્યો માટે થાય છે.

ગયા વર્ષે મહારાણીના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસમાં પરિવર્તન અને પ્રિન્સ હેરી તથા તેની પત્ની મેગન મર્કેલના જૂના મકાનના સમારકામનો ખર્ચ પણ સૉવરેન ગ્રાંટમાંથી કરવામાં આવ્યો હતો.

2021માં શાહી પરિવારના બકિંગહામ પેલેસ, વિન્ડસર કેસલ અને સેન્ટ જેમ્સ પેલેસ જેવી મિલકતોની જાળવણી પર જાહેર કરદાતાના રૂ. 630 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. (આ વર્ષના જૂનના ફોટામાં બકિંગહામ પેલેસ ખાતે શાહી પરિવારના સભ્યો સાથે રાણી એલિઝાબેથ-II)
2021માં શાહી પરિવારના બકિંગહામ પેલેસ, વિન્ડસર કેસલ અને સેન્ટ જેમ્સ પેલેસ જેવી મિલકતોની જાળવણી પર જાહેર કરદાતાના રૂ. 630 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. (આ વર્ષના જૂનના ફોટામાં બકિંગહામ પેલેસ ખાતે શાહી પરિવારના સભ્યો સાથે રાણી એલિઝાબેથ-II)

20 વર્ષ પહેલાં મહારાણીની માતાના અંતિમસંસ્કાર પાછળ 40 કરોડ ખર્ચવામાં આવ્યા હતા
મહારાણી એલિઝાબેથ-IIના અંતિમસંસ્કારનો સમગ્ર ખર્ચ બ્રિટિશ ટેક્સ ચૂકવનારના પૈસામાંથી કરવામાં આવશે. આ રકમ કેટલી હશે એનો એ અંગે બ્રિટિશ સરકારે કોઈ ખુલાસો કર્યો નથી. સરકારનું કહેવું છે કે થોડાક સમયમાં એ અંગે જાણકારી આપશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 2002માં મહારાણી એલિઝાબેથ-IIની માતાના અંતિમસંસ્કાર પાછળ લગભગ 50 લાખ ડૉલર, એટલે કે 40 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આટલું જ નહીં, બ્રિટનમાં રાજવી પરિવારની કોઈ વ્યક્તિને સિંહાસન પર બેસાડવા માટે, એટલે કે તેના રાજ્યાભિષેક માટે લાખો પાઉન્ડનો ખર્ચ પણ સામાન્ય લોકોના પૈસાથી થાય છે..

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારનો સમગ્ર ખર્ચ બ્રિટિશ જનતાના ખિસ્સામાંથી આવશે. 14 સપ્ટેમ્બરના આ ફોટામાં રાણીની શબપેટીને બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર પેલેસ સુધી લઈ જવામાં આવી રહી છે.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારનો સમગ્ર ખર્ચ બ્રિટિશ જનતાના ખિસ્સામાંથી આવશે. 14 સપ્ટેમ્બરના આ ફોટામાં રાણીની શબપેટીને બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર પેલેસ સુધી લઈ જવામાં આવી રહી છે.

2. સામાન્ય નાગરિક બાળકોને મિલકત આપવા પર 40% ટેક્સ ચૂકવે છે, રાજવી પરિવારને કેમ છૂટ?
બ્રિટનમાં રાજાશાહીના તાજેતરના વિરોધનું બીજું મોટું કારણ વારસાગત કર છે.

વાસ્તવમાં દરેક બ્રિટિશ નાગરિકે જે મિલકતની કિંમત 3.25 લાખ પાઉન્ડ અથવા લગભગ 30 કરોડથી વધુ છે, એના પર 40% વારસાગત કર ચૂકવવો પડે છે, પરંતુ કિંગ ચાર્લ્સ દ્વારા તેની માતા રાણી એલિઝાબેથ-II તરફથી વારસામાં મળેલી મિલકત પર એક પણ પૈસાનો ટેક્સ ભરવાનો નથી.

આનું કારણ એ છે કે તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન જોન મેજર અને શાહી પરિવાર સાથેના 1993ના કરાર અનુસાર, રાજા પાસેથી તેના વારસદારને આપવામાં આવેલી મિલકત પર વારસાગત કર લાગશે નહીં.

શાહી પરિવારને આપવામાં આવેલી આ વિશેષ છૂટનો લોકો સામાન્ય લોકો સાથે ભેદભાવ ગણાવી વિરોધ કરી રહ્યા છે.

પ્રિન્સ ચાર્લ્સ-III તેની માતા, રાણી એલિઝાબેથ-II સાથે.
પ્રિન્સ ચાર્લ્સ-III તેની માતા, રાણી એલિઝાબેથ-II સાથે.

3. આપણી સૌથી જૂની લોકશાહી છે, તો શા માટે આપણે રાજાશાહીમાં રહીએ છીએ
રાજાશાહીના ટીકાકારોનું કહેવું છે કે હવે બ્રિટનમાં રાજાશાહીની જરૂર નથી. આ પાછળ તેમનો તર્ક એ છે કે જ્યારે બ્રિટનમાં દેશ ચલાવવા માટે લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પહેલેથી જ છે અને રાજા કે રાણી પાસે ખરેખર સત્તાવિહોણા અધિકારીઓ બાકી છે, તો પછી રાજાશાહી પાછળ દર વર્ષે અબજો રૂપિયા ખર્ચીને શું પ્રાપ્ત કરી શકાય?

બ્રિટનમાં બંધારણીય રાજાશાહી છે. ત્યાં રાજા અથવા રાણી હેડ ઓફ સ્ટેટ હોય છે, પરંતુ સરકારની વાસ્તવિક સત્તા જનતા દ્વારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી પાસે હોય છે. પ્રધાનમંત્રી બ્રિટનમાં હેડ ઓફ ગવર્નમેન્ટ હોય છે.

બ્રિટનમાં રાજા અથવા રાણીને વડાપ્રધાનની નિમણૂક કરવાનો, ગૃહને બોલાવવાનો અને વિસર્જન કરવાનો, કાયદા પર હસ્તાક્ષર કરવાનો, ચૂંટણીની જાહેરાત કરવાનો અધિકાર છે, પરંતુ આમાંથી કોઈ પણ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી કરી શકતા નથી, પરંતુ સંસદ અથવા સરકાર દ્વારા ચૂંટાયેલા લોકોની સલાહ પર જ કરી શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો બ્રિટનમાં રાજા રાજ કરે છે, પણ શાસન નહીં.

4. જો રાજાશાહી ચલાવવી પડે તોપણ માત્ર રાજા-રાણીની, સમગ્ર પરિવારની નહીં
બ્રિટનમાં એક એવો વર્ગ પણ છે, જે રાજાશાહી જાળવવા માટે સમર્થક છે, પરંતુ ખૂબ જ મર્યાદિત રીતે. તેમની સલાહ છે કે બ્રિટનમાં રાજાશાહીની પ્રથા માત્ર રાજા-રાણી અને તેમનાં પોતાનાં બાળકો સુધી મર્યાદિત હોવી જોઈએ. બ્રિટનને એક ડઝન રાજકુમારો અને રાજકુમારીઓની જરૂર નથી.

શાહી પરિવારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, બ્રિટિશ રાજવી પરિવારના વારસદારોની વર્તમાન યાદીમાં 23 લોકો છે. વર્તમાન રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલા સહિત વર્તમાન શાહી પરિવારની યાદીમાં લોકોની સંખ્યા કુલ 25 અને 27 છે.

એ તમામનો ખર્ચ યુકેના કરદાતાઓના નાણાંમાંથી કરવામાં આવે છે. એમાંથી મોટા ભાગનાને માત્ર રાજવી પરિવારમાં જન્મ લેવાને કારણે આ સુવિધા મળી રહી છે, જ્યારે યુકે સરકાર કે જાહેર કાર્યોમાં તેમનું યોગદાન નહિવત છે.

શાહી પરિવારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, રાણીના મૃત્યુ પછી બ્રિટિશ રાજવી પરિવારના વારસદારોની સંખ્યા 23 છે.
શાહી પરિવારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, રાણીના મૃત્યુ પછી બ્રિટિશ રાજવી પરિવારના વારસદારોની સંખ્યા 23 છે.

5. 'ગુલામી અને શોષણનું પ્રતીક છે રાજાશાહી'
સ્કોટલેન્ડ ભલે એક દેશ છે, પરંતુ તે પણ બ્રિટનનો એક ભાગ છે અને તેના પણ હેડ ઓફ સ્ટેટ બ્રિટનના રાજા અથવા રાણી હોય છે. સ્કોટલેન્ડનો એક વર્ગ એવો પણ છે, જે રાજાશાહીને વગર કારણનો ખર્ચ અને મુસાફરીના સાધન તરીકે જુએ છે.

2021ના મીડિયા રિપોર્ટ અનુસાર, સ્કોટલેન્ડના રહેવાસીનું કહેવું હતું- અમે તેમને એટલે યાદ કરીએ છીએ, કારણ કે તેમની પાછળ અમારા પૈસા ખર્ચ કરવામાં આવે છે, તેઓ પોતાની જાતને સ્કોટલેન્ડમાં વિવિધ સ્થળોના પ્રભુત્વનું બિરુદ આપે છે અને અહીં તેમના ખાનગી રજવાડામાં રજાઓ માણવા આવે છે, પરંતુ બદલામાં તેઓ કંઈ આપતા નથી. બ્રિટનની રાજાશાહી પરંપરાનો કોઈ અર્થ નથી'.

અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર, એક સ્કોટિશ કહે છે- 'રાજશાહીના મૂળ બ્રિટિશ સામ્રાજ્યમાં છે, જેનો ઇતિહાસ વિશ્વભરના લાખો લોકો સામે હિંસા, જુલમ અને ગુલામીથી ભરેલો છે. સેંકડો વર્ષોથી રાજવી પરિવારનો આ જુલમી વારસા સાથે અતૂટ સંબંધ રહ્યો છે. ખાસ વાત એ છે કે શાહી પરિવારે ક્યારેય માફી માંગી નથી કે તે દુઃખદ ભૂતકાળનો સ્વીકાર કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...