તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • 4 Big Announcements By The Finance Minister Will Boost The Economy, Understand How These Announcements Will Boost The Market During The Festive Season

ભાસ્કર એક્સપ્લેનર:10,000 લો, 30,000 ખર્ચો; અર્થતંત્રમાં ગતિ લાવવા સરકાર લાવી ફેસ્ટિવલ બોનાન્ઝા, જાણો આ જાહેરાતથી ફેસ્ટિવ સીઝનમાં માર્કેટમાં કેવી રીતે તેજી આવશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર કેન્દ્રીય કર્મીને 10 હજારનું એડવાન્સ રૂપે કાર્ડ દ્વારા આપશે, પણ તેમણે 12% GSTવાળી 30 હજાર રૂપિયાની વસ્તુ ખરીદવી પડશે
  • નાણામંત્રી દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને 10,000 રૂપિયાની વન ટાઇમ ફેસ્ટિવલ લોન
  • LTC કેશ વાઉચર સ્કીમ હેઠળ તમને જોઈતી ચીજવસ્તુઓની ખરીદી માટે પૈસા મળશે અને કોઈ ટેક્સ પણ નહીં લાગે
  • રાજ્ય સરકારોને 50 વર્ષ માટે 12,000 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન, સુધારકોને પ્રોત્સાહન
  • કેન્દ્ર સરકારના મૂડીખર્ચ બજેટમાં 25,000 કરોડ રૂપિયાનો વધારો

નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે કોરોના વાઇરસ રોગચાળાને કારણે સુસ્ત થયેલા અર્થતંત્રને વેગ આપવા માટે ચાર મોટી જાહેરાત કરી હતી. સરકારના જણાવ્યા મુજબ, આ સ્કીમ્સથી અર્થવ્યવસ્થામાં 1 લાખ કરોડ રૂપિયાની વધારાની માગ પેદા થશે. સીતારામને કહ્યું હતું કે જો આ ચાર પેકેજથી માગ વધી તો કોરોના વાઇરસ રોગચાળાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને એનો ફાયદો થશે અને બજારમાં માગની રાહ જોનારા લોકોને પણ વેપાર ચાલુ રાખવામાં રાહત મળશે. ચાલો સમજીએ કે આ જાહેરાત હેઠળ કોને શું મળશે અને અર્થતંત્રને કેવી રીતે વેગ મળશે.

1.05 લાખ કરોડ રૂપિયાની માગ વધારતી ચાર જાહેરાત
1. ગ્રાહકની માગ વધારવા માટે રૂ. 68,000 કરોડનું પેકેજ

કેન્દ્રીય કર્મચારીઓને 10,000 રૂપિયાની વન ટાઇમ ફેસ્ટિવલ લો: માર્કેટમાં રૂ. 12,000 કરોડની માગ વધી શકે છે.
LTC કેશ વાઉચર સ્કીમ હેઠળ, કોઈપણ સામાનની ખરીદીમાં 12% અથવા એનાથી વધુ ટેક્સવાળા કોઈપણ સામાનની ખરીદદારી અને ટેક્સમાં પણ છૂટ: રૂ. 56,000 કરોડની માગ વધી શકે છે.

2. કેપિટલ એક્સપેન્ડિચર વધારવા માટે રૂ. 37,000 કરોડનું પેકેજ
રાજ્ય સરકારોને આગામી 50 વર્ષ માટે 12,000 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન,
કેન્દ્ર સરકારના કેપેક્સ બજેટમાં 25,000 કરોડ રૂપિયાનો વધારો.

વન ટાઇમ સ્પેશિયલ ફેસ્ટિવલ લોન
શું મળશે:
કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને 10,000 રૂપિયાની વન ટાઇમ વ્યાજમુક્ત લોન.
કેટલા લોકોને મળશે: એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે. જો રાજ્ય સરકાર અમલ કરશે તો વધુ લોકોને ફાયદો થશે.
કેવી રીતે મળશે: પ્રીપેડ રૂપે કાર્ડ તરીકે આપવામાં આવશે.
લોન કેવી રીતે ચૂકવવાની રહેશે: લોન 10 હપતામાં પરત કરવામાં કરવાની રહેશે.
શરત શું છે: 31 માર્ચ 2021 સુધીમાં 10,000 રૂપિયા ખર્ચવા પડશે. આ રકમ સાથે કોઈપણ દુકાનમાંથી કોઈપણ માલ ખરીદી શકાય છે.
અર્થતંત્રને કેટલો નફો મળશે: બજારમાં કુલ રૂ. 12,000 કરોડની માગ વધી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ પર કુલ 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જો રાજ્ય સરકાર પણ યોજનાનો અમલ કરે તો 8,000 કરોડ રૂપિયાની વધારાની માગ ઊભી થશે.

1.34 લાખ મેળવવા માટે 2.94 લાખનો ખર્ચ કરવો પડશે.
1.34 લાખ મેળવવા માટે 2.94 લાખનો ખર્ચ કરવો પડશે.

લીવ ટ્રાવેલ કમ્પેન્સેશન (LTC) કેશ વાઉચર સ્કીમ
શું છે યોજના:
કોરોના વાઇરસ મહામારીને કારણે જે લોકો યાત્રા નથી કરવા ઇચ્છતા તેઓ LTCના પૈસા લઇ શકે છે. આ રકમથી તમારી મરજી મુજબ સામાન ખરીદી શકો છો. આ અંતર્ગત લીવ એન્કેશમેન્ટ પણ મળશે અને યાત્રા અલાઉન્સના ત્રણ ગણા સુધીની ખરીદી પણ કરી શકશો.
પહેલી શરત: એ સામાન જ ખરીદી શકાશે જેની પર 12% અથવા વધુ GST લાગે છે.
બીજી શરત: 31 માર્ચ 2021 પહેલાં ખરીદી કરવાની રહેશે.
ત્રીજી શરત: માત્ર ડિજિટલ મોડમાં જ ખરીદી કરવાની રહેશે.
ચોથી શરત: GST રજિસ્ટર્ડ વેપારી પાસેથી જ ખરીદી કરી શકાશે.
પાંચમી શરત: ખરીદીનું GST ઇનવોઈસ લેવું જરૂરી રહેશે.
શું છે લાભ: ખરીદી પર ટેક્સ નહીં લાગે.
કઈ રીતે લાભ લેશો: કમ્પેન્સેશન લેવા માટે GST ઇન્વોિસ દેખાડવાનું રહેશે.
શા માટે ફાયદાકારક છે: વર્ષ 2021માં પૂરા થનારાં 4 વર્ષના બ્લોકમાં જો LTCનો ફાયદો ન લેવામાં આવે તો આ લેપ્સ થઇ જશે. કેશ વાઉચર સ્કીમથી સરકારી કર્મચારી LTCનો લાભ લઈને પોતાના પરિવાર માટે સામાન ખરીદવા માટે પ્રોત્સાહિત થશે.
કોને ફાયદો મળશે: કેન્દ્રીય કર્મચારી, સરકારી બેંકના કર્મચારી અને કેન્દ્ર સરકારની કંપનીઓના કર્મચારી.
ઈકોનોમીને કેટલો લાભ મળશે: અર્થવ્યવસ્થામાં લગભગ 56,000 કરોડ રૂપિયાની માગ પેદા થઇ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ પર 5,675 કરોડ રૂપિયા ખર્ચ થશે. સરકારી બેંકો (PSB) અને સરકારી કંપનીઓ (PSE)ના કર્મચારીઓ પર 1,900 કરોડ રૂપિયા ખર્ચ થશે. ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર PSB અને PSE તરફથી આ યોજના હેઠળ ઈકોનોમીમાં કુલ 19,000 કરોડ રૂપિયાની માગ થશે. રાજ્ય સરકારો અને પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ પણ આ યોજનાને લાગુ કરી શકે છે. રાજ્ય સરકારો કર્મચારીઓ તરફથી ઇકોનોમીમાં 9,000 કરોડ રૂપિયાની માગ પેદા કરી શકે છે. પ્રાઇવેટ સેક્ટર તરફથી ઈકોનોમીમાં ઓછામાં ઓછી 28,000 કરોડ રૂપિયાની માગ થઇ શકે છે.

રાજ્ય સરકારો માટે કેપેક્સ વધારવા માટે વ્યાજમુક્ત લોન
જાહેરાત શું છે:
રાજ્યોને 12,000 કરોડની વ્યાજમુક્ત લોન મળશે.
ક્યાં સુધી ચુકવણીની સુવિધા: 50 વર્ષ.
કોને મળશે: પૂર્વોત્તરનાં 8 રાજ્યમાંથી દરેકને 200 કરોડ રૂપિયા. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને 450 કરોડ રૂપિયા. નાણાપંચના ડિવોલ્યુશ શેર મુજબ, બાકીનાં રાજ્યોના કુલ 7,500 કરોડ રૂપિયા. આત્મનિર્ભર પેકેજમાં ઉલ્લેખિત 4 સુધારામાંથી 3 સુધારા અમલીકરણ કરનારાં રાજ્યોને વધારાના રૂ. 2000 કરોડ આપવામાં આવશે.
શરત: 31 માર્ચ 2021 સુધીમાં લોન ખર્ચ કરવી પડશે.
સમયમર્યાદા: શરૂઆતમાં 50% લોન આપવામાં આવશે, બાકીની 50% રકમ તેના ઉપયોગ પછી આપી દેવામાં આવશે.

કેન્દ્ર સરકારના કેપેક્સ બજેટમાં 25,000 કરોડ રૂપિયાનો વધારો
શું મળશે:
કેન્દ્ર સરકારના રૂ. 4.13 લાખ કરોડના કેપિટલ એક્સપેન્ડિચર બજેટમાં રૂ. 25,000 કરોડનો વધારો.
આ રકમ ક્યાં ખર્ચ થશે: આ રકમ રસ્તા, સંરક્ષણ, પાણીપુરવઠો, શહેરી વિકાસ અને કેપિટલ ઇક્વિપમેન્ટ પર ખર્ચ કરવામાં આવશે.
શું ફાયદો થશે: આર્થિક વિકાસ થશે. ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...