• Gujarati News
  • Dvb original
  • Explainer
  • 29 Parties Left The NDA In 22 Years; The Akali Dal Is The Only Ally, Which Has Been With The BJP Since Day One, Can Now Split With The Farmers

ભાસ્કર એક્સપ્લેનર:22 વર્ષમાં 29 પક્ષે NDA છોડ્યું; અકાલી દળ એકમાત્ર સાથીપક્ષ, જે પહેલા દિવસથી ભાજપની સાથે, હવે ખેડૂતો માટે છેડો ફાડી શકે છે

એક વર્ષ પહેલાલેખક: ગૌરવ પાંડેય
  • કૉપી લિંક
  • NDAની રચના 1998માં અડવાણીએ કરી હતી, અટલ બિહારી વાજપેયી પહેલા ચેરમેન હતા, હાલમાં અમિત શાહ છે
  • NDAના ઘટક દળે અત્યારસુધી સાથે મળીને 6 લોકસભા ચૂંટણી લડી છે, 2019ની સામાન્ય ચૂંટણીમાં 21 દળ સાથે હતા

ખેડૂતોના મુદ્દે NDAના સૌથી જૂના સાથી શિરોમણિ અકાલી દળે પોતાની આક્રોશપૂર્ણ પ્રતિક્રિયા બતાવી છે. NDA સરકારમાં અકાલી દળનાં એક માત્ર કેબિનેટ મંત્રી હરસિમરત કૌરે રાજીનામું આપી દીધું છે. આગામી સમયમાં અકાલી દળ NDAનો હિસ્સો રહેશે કે નહીં? આ અંગે પાર્ટીના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે એનો નિર્ણય પછી લેવામાં આવશે.

અકાલી દળ જો NDAનો સાથે છોડે છે તો આ સૌથી જૂનો અને એકમાત્ર સાથીપક્ષ હશે, જે બહાર નીકળે જશે. NDA બન્યું તેને 22 વર્ષ થયાં છે. આ 22 વર્ષમાં 29 પક્ષોએ NDA સાથે છેડો ફાડ્યો છે. NDAના ફાઉન્ડેશનના સભ્યો પણ છે. હવે માત્ર પ્રકાશ સિંહ બાદલની અકાલી દળ જ છે. હાલમાં NDAમાં 26 પક્ષ છે.

તો જાણીએ અટલ બિહારી વાજપેયી તથા લાલ કૃષ્ણ અડવાણીએ NDA બનાવ્યું ત્યારથી લઈ અકાલી નેતા હરસમિરત કૌરનું રાજીનામું પડ્યું ત્યાં સુધીની પૂરી વાત. જાણીએ કે બે દાયકામાં NDA કેટલું મજબૂત બન્યું અને કેટલું નબળું? કોણ આવ્યું અને કોણ ગયું?

NDA શું છે?
NDAનો અર્થ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન છે. આ ગઠબંધન 1998માં બનાવવામાં આવ્યું હતું. આ ગઠબંધનના જોરે ભાજપે 1998થી 2004 સુધી કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર બનાવી હતી. NDAનાં ઘટક દળો અત્યારસુધી 6 લોકસભા ચૂંટણી લડ્યાં છે.

NDAને કોણે બનાવ્યું હતું?
NDAના સંસ્થાપક લાલ કૃષ્ણ અડવાણી તથા અટલ બિહારી વાજપેયી રહ્યા હતા. NDAના પહેલા ચેરમેન અટલ બિહારી વાજપેયી હતા. 2004થી 2012 સુધી અડવાણી ચેરમેન હતા. NDAમાં બીજું મહત્ત્વનું પદ કન્વીનરનું છે. જ્યોર્જ ફર્નાન્ડિઝ પહેલાં કન્વીનર હતા. હાલમાં અમિત શાહ ચેરમેન છે અને કન્વીનરની જગ્યા ખાલી છે.

કયા પક્ષોએ સાથે મળીને NDAની રચના કરી હતી?
1998માં લાલ કૃષ્ણ અડવાણી તથા અટલ બિહારી વાજપેયી જ્યારે NDA બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝની સમતા પાર્ટી, જયલલિતાની અન્ના દ્રમુક, પ્રકાશ સિંહ બાદલની અકાલી દળ, બાલા સાહેબ ઠાકરેની શિવસેના સૌ પહેલા જોડાયા હતા. ચંદ્રબાબુ નાયડુની TDPએ બહારથી ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો.

2014માં સામાન્ય ચૂંટણીમાં NDAની સ્થિતિ કેવી હતી?
2013માં ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા ત્યારે 29 પક્ષો NDAમાં હતા. સામાન્ય ચૂંટણીમાં ભાજપે એકલે હાથે 282 સીટ જીતી હતી અને NDAના અન્ય 11 સાથી 54 બેઠક જીત્યા હતા. ચૂંટણી બાદ અનેક દળ NDAમાં આવ્યા, પરંતુ મોદી વડાપ્રધાન બન્યા ત્યાર બાદ પાંચ વર્ષમાં 16 પક્ષો NDAએ છોડીને જતા રહ્યા હતા.

2019ની સામાન્ય ચૂંટણીમાં NDAની સ્થિતિ શું હતી?
સામાન્ય ચૂંટણી પહેલા ભાજપે દાવો કર્યો હતો કે NDAમાં AIADMK, શિવસેના, JDU, LJP, અકાલી દળ, અપના દળ, PMK, RPIA, બોડો લેન્ડ પીપલ્સ ફ્રન્ટ, AINR કોંગ્રેસ, નાગા પીપલ્સ ફ્રન્ટ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ, નેશનલ પીપલ્સ પાર્ટી, મિઝો નેશનલ ફ્રન્ટ, સમાજ પક્ષ, KMDK, ઈન્ડિયા જનનાયગા કાટચી, ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી, કેરળ કોંગ્રેસ નેશનલ લિસ્ટ, ભારતીય સમાજ પાર્ટી થઈને 42 દળ સામેલ છે.

2019ની સામાન્ય ચૂંટણીમાં NDAના કેટલા દળોએ ચૂંટણી લડી હતી?
2019ની સામાન્ય ચૂંટણીમાં NDAમાં સામેલ 21 દળોએ સાથે મળીને ચૂંટણી જીતી હતી. ભાજપ સહિત 13 પક્ષ સીટ જીતવામાં સફળ રહ્યા હતા. NDAને કુલ 354 બેઠકો મળી હતી, જેમાં ભાજપને 303 તથા અન્ય દળને 51 સીટ મળી હતી.

2020માં NDAની સ્થિતિ?
2019ની સામાન્ય ચૂંટણી બાદ મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા તથા દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી, જેમાં ત્રણ રાજ્યમાં ભાજપની હાર થઈ હતી. સામાન્ય ચૂંટણીમાં શિવસેના તથા ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયન NDAમાંથી બહાર થઈ ગયા છે. તેમના કુલ 19 સાંસદ હતા.

NDAની હાલની સ્થિતિ શું છે?
હાલમાં NDAમાં 26 પક્ષો છે, જેમાં 17 પક્ષ એવા છે, જેના લોકસભા તથા રાજ્યસભામાં સભ્ય છે. હાલમાં NDAના લોકસભામાં 336 તથા રાજ્યસભામાં 117 સભ્યો છે.

કેટલા રાજ્યોમાં NDAની સરકાર છે?
હાલમાં NDA ઘટક દળ 22 રાજ્યમાં છે. 18 રાજ્યમાં NDAની સરકાર છે. NDAની કેન્દ્રમાં અત્યાર સુધી 12 વર્ષ 178 દિવસની સરકાર રહી ચૂકી છે.

કેટલા દળો સાથે મળીને NDA બન્યું હતું?
NDA ભાજપ સહિત કુલ 14 દળો સાથે મળીને બન્યું હતું, જેમાં ભાજપ, અન્નાદ્રમુક, સમતા પાર્ટી, બીજુ જનતાદળ, શિરોમણિ અકાલી દળ, રાષ્ટ્રીય તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના, PMK, લોકશક્તિ MDMK, હરિયાણા વિકાસ પાર્ટી, જનતા પાર્ટી, મિજો નેશનલ ફ્રન્ટ, NTR, TDP, LP સામેલ હતા.

NDAની સંસ્થાપક પક્ષમાંથી હવે કોણ સાથે છે?
NDAની સંસ્થાપક પક્ષમાં ભાજપ, અકાલી દળ, અન્ના દ્રમુક, મિઝો નેશનલ ફ્રન્ટ તથા PMK સાથે છે. જોકે આમાં અન્ના દ્રમુક તથા મિઝો નેશનલ ફ્રન્ટ અને PMK વચ્ચે NDAએ છોડીને જતા રહ્યા હતા, પરંતુ હવે સાથે છે માત્ર અકાલી દળ એકમાત્ર એવો પક્ષ છે, જે પહેલા દિવસથી NDAની સાથે છે.

અકાલી દળના વિરોધ પાછળનું કારણ શું છે?

  • પંજાબમાં ખેડૂતો શિરોમણિ અકાલી દળ માટે મહત્ત્વના છે, આથી જ આંદોલનની શરૂઆતમાં અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું, 'તમામ અકાલી ખેડૂત છે અને દરેક ખેડૂત અકાલી છે.'
  • પંજાબનાં તમામ ખેડૂત યુનિયનો પોતાના મતભેદને એક બાજુ રાખીને કેન્દ્ર સરકારનાં આ ત્રણ બિલનો વિરોધ કરે છે. માલ્વા બેલ્ટના ખેડૂતોએ ચેતવણી આપી છે કે જે પણ નેતા આ બિલનું સમર્થન કરશે, તેમને ગામમાં આવવા નહીં દઈએ.
  • એક રાજકીય કારણ છે, અકાલી દળ પંજાબમાં હાલમાં સાઈડ પર છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 117 બેઠકમાં અકાલી દળને માત્ર 15 બેઠક મળી હતી. 2017 પહેલાં અકાલી દળે રાજ્યમાં સતત બે-વાર સરકાર બનાવી હતી.
  • રાજકીય એક્સપર્ટે કહ્યું હતું કે અકાલી દળ રાજ્યમાં ફરીવાર પોતાની વોટ બેંકને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. બે વર્ષ બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે. હરસિમરતનું રાજીનામું પણ આ જ કારણે છે, આથી જ ભવિષ્યમાં અકાલી દળ NDAનો સાથ છોડી શકે છે.
અન્ય સમાચારો પણ છે...