તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • 2.41 Lakh Deaths, Rs 167 Lakh Crore Spent In 20 Years Of 'War On Terror'; Find Out What The US Military Will Do After Leaving Afghanistan

ભાસ્કર એક્સપ્લેનર:20 વર્ષના ‘વૉર ઓન ટેરર’માં 2.41 લાખ મોત, 167 લાખ કરોડ રૂપિયા ખર્ચ; જાણો અમેરિકી સેના પછી શું રહી જશે અફઘાનિસ્તાનમાં

એક મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં પોતાના ઈતિહાસના સૌથી લાંબા 20 વર્ષ ચાલેલા યુદ્ધ પછી અમેરિકન સેનાઓની ઘરવાપસી થઈ રહી છે. એ બગરામ એરબેઝથી અમેરિકન સૈનિકો પરત જતા રહ્યા છે, જ્યાંથી યુદ્ધનું સંચાલન થતું હતું. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીએ યુદ્ધમાં અમેરિકાએ શું ગુમાવ્યું અને શું મેળવ્યું, તેનો હિસાબકિતાબ લગાવ્યો છે. તેમના અનુસાર અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 167 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ દરમિયાન 6384 અમેરિકી સૈનિકો અને 4000થી વધુ કોન્ટ્રાક્ટર સાથે 2.41 લાખ મોત થયા.

પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકી સૈનિકોની રવાનગી પછી અફઘાનિસ્તાનનું શું થશે. લોંગ વૉર જર્નલના અનુસાર 1 મેથી જ સૈનિકો પરત જવાનું શરૂ થઈ ગયું હતું અને તાલિબાને પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું. 1 મેના રોજ અફઘાનિસ્તાનના 407માંથી 73 જિલ્લાઓ પર તાલિબાનનો કબજો હતો. પરંતુ 29 જૂન સુધી આ કબજો વધીને 157 જિલ્લામાં થઈ ચૂક્યો હતો. 151 જિલ્લામાં અફઘાનિસ્તાન સરકાર સાથે તાલિબાનના લડાકુ લડી રહ્યા છે. માત્ર 79 જિલ્લા જ એવા છે, જ્યાં અફઘાનિસ્તાન સરકારની હુકુમત હજુ છે.

20 વર્ષ સુધી ચાલેલા યુદ્ધ પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના પરત ગયા પછી ઘણું બધુ બદલવાનું છે. ભારતની જવાબદારી પણ વધવાની છે. આવો સમજીએ કે આ સમગ્ર મામલો શું છે અને ભારત આ અંગે શું કરી રહ્યું છે?

સૌપ્રથમ સવાલ તો એ જ થાય છએ કે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો શા માટે કર્યો હતો?

 • 11 સપ્ટમ્બર 2001ના ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના હુમલા પછી અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશે ‘વૉર ઓન ટેરર’ (આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ)નું એલાન કર્યુ હતું. અલકાયદાના મોટાભાગના નેતા એ સમયે અફઘાનિસ્તાનમાં હતા. અને, ત્યાં તાલિબાનનું શાસન હતું. ત્યારે અમેરિકાએ તાલિબાનને કહ્યું હતું કે ઓસામા બિન લાદેન સહિત તમામ અલકાયદાના નેતાઓને તેમને સોંપી દેવામાં આવે. તાલિબાને આ માગણી ઠુકરાવી દીધી હતી.
 • તેના પછી અમેરિકાના નેતૃત્વવાળી નાટો (NATO) ગઠબંધન સેનાઓએ અફઘાનિસ્તાન પર હલ્લો કર્યો. મે 2003 સુધી હિંસક સંઘર્ષ થયો. ત્યારે અમેરિકાના સંરક્ષણ મંત્રી ડોનાલ્ડ રૂમ્સફેલ્ડે મિલિટરી ઓપરેશન ખતમ થવાની ઘોષણા કરી હતી. તાલિબાન શાસન ખતમ થઈ ચૂક્યું હતું. ટ્રાન્ઝિશન સરકાર બનાવાઈ હતી. અલકાયદાના નેતા પાકિસ્તાનમાં રહેલા પોતાના સુરક્ષિત આશ્રયસ્થાનોમાં નાસી ગયા હતા. જો કે સાચા અર્થમાં આ યુદ્ધ ક્યારેય ખતમ ન થયું અને ન તો હજુ સુધી અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા પરત આવી શકી.

હવે અમેરિકાએ સેના પરત કેમ બોલાવી લીધી છે?

 • અમેરિકાએ તો ઘણા સમય અગાઉ સમજી લીધું હતું કે આ યુદ્ધ જીતવું તેના હાથમાં નથી. પ્રેસિડન્ટ બરાક ઓબામાએ તો અફઘાનિસ્તાનને સૈનિકોની ઘરવાપસીનું વચન પણ આપ્યું હતું. પરંતુ અમેરિકા એમ પરત ગયું હોત તો બદનામી થઈ હોત. તે ફેસ સેવિંગ ઈચ્છતું હતું.
 • ઓબામા શાસને જુલાઈ 2015માં તાલિબાન અને અફઘાનિસ્તાન સરકાર વચ્ચે મધ્યસ્થતા કરાવી. પાકિસ્તાનના મૂરીમાં પ્રથમવાર બંને પક્ષે વાતચીત થઈ. પણ આ દરમિયાન અફઘાન સરકારે ઘોષણા કરી કે મુલ્લા ઉમર બે વર્ષ પહેલા માર્યો ગયો છે. બસ, વાતચીત અટકી ગઈ.
 • તેના પછી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનને લઈને ખાસ દૂત જાલમે ખલીલજાદને નિયુક્ત કર્યો. જેથી તાલિબાન સાથે સીધી વાતચીત થઈ શકે. વાત આગળ વધી અને ફેબ્રુઆરી 2020માં દોહામાં એગ્રીમેન્ટ સાઈન થયું. એ સમયે 12 હજાર અમેરિકી સૈનિક અફઘાનિસ્તાનમાં હતા.

અમેરિકી સેના પરત ગયા પછી અફઘાનિસ્તાનમાં શું થશે?

 • તાલિબાનની એક શરત હતી કે હજારો તાલિબાન કેદીઓને મુક્ત કરવામાં આવે. અમેરિકી સરકાર તેના માટે અફઘાન સરકાર પર દબાણ કરી રહી છે. લગભગ 450 આતંકરીઓને મુક્ત પણ કરાયા હતા. શરતના અનુસાર તાલિબાન અને અફઘાન સરકારમાં સપ્ટેમ્બર 2020માં દોહામાં વાતચીત શરૂ થઈ પણ નિષ્ફળ રહી. શાંતિ પ્રક્રિયા હાલ ઠપ છે.
 • તાલબાને વિદેશી સૈનિકો પર તો હુમલા ન કર્યા પણ અફઘાનિસ્તાનના સુરક્ષા દળો પર હુમલા જારી છે. બે દિવસ અગાઉ જ સમાચાર આવ્યા હતા કે એક હજાર અફઘાન સૈનિકો બચવા માટે તઝાકિસ્તાન નાસી ગયા છે. અફઘાન સરકારનો આરોપ છે કે તાલિબાને ગત મહિનાઓમાં પત્રકારો, કાર્યકર્તાઓ અને સિવિલ સોસાયટીને નિશાન બનાવી છે. આરોપ છે કે તાલિબાન પાકિસ્તાનનો સાથ લઈને પોતાના એજન્ડાને આગળ વધારી રહ્યો છે.

આખરે પાકિસ્તાનનું વલણ શું છે?

 • પાકિસ્તાન એ 3 દેશોમાં સામેલ છે, જેણે 1990ના દાયકામાં તાલિબાન શાસનને માન્યતા આપી હતી. આજે તાલિબાનના લડાકુઓ પૂરી તાકાતથી અફઘાન સેના સાથે લડી રહ્યા છે તો તેમાં પાકિસ્તાનની આઈએસઆઈ (ઈન્ટર-સર્વિસિઝ ઈન્ટેલિજન્સ)ની મદદ અગત્યની છે. 2001માં પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર પરવેઝ મુશર્રફે બુશ શાસનના દબાણમાં તાલિબાન સાથે સંબંધો તોડ્યા હતા પરંતુ તાલિબાનના ટોપ નેતાઓના ગ્રૂપ રહબારી શૂરાને આશ્રય આપ્યો. આ નેતાઓએ તાલિબાનને સંગઠિત કર્યુ. પૈસા અને લડાકુઓ એકત્ર કર્યા. સૈન્ય રણનીતિ બનાવી અને પછી અફઘાનિસ્તાન આવ્યો. પાકિસ્તાને જિનિવા 1988ના જિનિવા પેક્ટનો સ્વીકાર પણ ન કર્યો.
 • પાકિસ્તાનની કોશિશ અફઘાનિસ્તાનમાં ભારતના પ્રભાવને રોકવાની છે. 1990ના દાયકાની જેમ તાલિબાન હિંસાના જોરે કાબુલ પર કબજો જમાવે તો તેને આંતરરાષ્ટ્રીય બિરાદરી માન્યતા નહીં આપે. તેનાથી અસ્થિર દેશમાં સ્થિરતા પરત નહીં આવે. વ્યૂહાત્મક રીતે પાકિસ્તાન તાલિબાનને શાંતિ સાથે સત્તામાં પરત આવતા જોવા માગે છે જેથી તે પોતાની સરહદી વિસ્તારોમાં સ્થિરતા લાવી શકે. તેનો દાવો છે કે પાકિસ્તાનમાં લગભગ 40 લાખ અફઘાન રિફ્યુજી છે. અનેક તાલિબાન નેતા ઈસ્લામાબાદના આલિશાન મકાનોમાં રહે છે. હવે એ જોવાનું રહેશે કે અમેરિકી સેના પરત આવ્યા પછી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં શું ભૂમિકા નિભાવશે?

ભારતનું તાલિબાનને લઈને શું વલણ છે?

 • જૂનમાં કતારના અધિકારીના હવાલાથી સમાચારો આવ્યા કે ભારતે દોહામાં તાલિબાન સાથે સંપર્ક કર્યો છે. આ સમાચારોનું ખંડન થયું નથી. અને નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણના દિવસે વિદેશ મંત્રી એસ. જયશંકર મોસ્કો રવાના થયા છે. ત્યાં પણ એજન્ડા તાલિબાન અને અફઘાનિસ્તાન જ છે. એક રીતે અમેરિકા પછી ભારતે પણ તાલિબાનને સ્વીકૃતિ આપી દીધી છે. ભારત પણ માની ગયું છે કે આવનારા દિવસોમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની ભૂમિકા અગત્યની રહેશે.

અફઘાનિસ્તાનનું શું ભવિષ્ય દેખાઈ રહ્યું છે?
ધ વૉલ સ્ટ્રીટ જર્નલના અનુસાર અમેરિકી ગુપ્તચર સમુદાયને લાગે છે કે અફઘાનિસ્તાનની સરકાર છ મહિના પણ તાલિબાનનો સામનો નહીં કરી શકે. જનરલ ઓસ્ટિન મિલરથી લઈને રાષ્ટ્રપતિ બાઈડેન સુધી કોઈપણ અમેરિકી નેતા અફઘાન સરકારને લઈને આશ્વસ્ત નથી. બાઈડેને આ અંગેના સવાલ પર કહ્યું હતું કે “અફઘાનિસ્તાનની પાસે સરકાર જાળવી રાખવાની ક્ષમતા છે.” પરંતુ સાચું તો એ છે કે અમેરિકી સેના પરત જવાથી તાલિબાનનું પલડું ભારે થયું છે. અમેરિકી સેના પરત જવાની સાથે જ તેમણે હુમલા વધારી દીધા છે. વિશેષજ્ઞોના અનુસાર ત્રણ પરિદૃશ્ય બનતા દેખાઈ રહ્યા છે-

 • પ્રથમ, તાલિબાન અને અફઘાન સરકારમાં રાજનૈતિક સમજૂતી થઈ જાય. તેમાં પાવર શેરિંગ ફોર્મ્યુલા નીકળી શકે છે. તેનાથી બંને મળીને અફઘાનિસ્તાનના ભવિષ્યને આકાર આપશે.
 • બીજું, ગૃહયુદ્ધ થઈ શકે છે. તેના સંકેત દેખાવા લાગ્યા છે. પશ્ચિમી દેશોની આર્થિક મદદ અને તાલીમપ્રાપ્ત સૈનિકોના જોરે અફઘાનિસ્તાન સરકાર થોડા સમય સુધી તાલિબાન સાથે લડી શકે છે.
 • ત્રીજું, તાલિબાન છ મહિનામાં અફઘાનિસ્તાનમાં સત્તા મેળવી લેશે. આવી સ્થિતિ બનવાની આશંકા વ્યક્ત કરનારાઓની સંખ્યા વધુ છે.