તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ભારતમાં 1.6 કરોડ લોકોએ મિસ કર્યો કોવિડ-19 વેક્સિનનો બીજો ડોઝ; તમને પણ બીજા ડોઝમાં વિલંબ થયો છે તો શું થશે? જાણો બધું જ

એક મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની

સમગ્ર દેશમાં ગુરુવાર સુધીમાં કોવિડ-19ના 60.30 કરોડ ડોઝ આપી દેવાયા છે. એમાં 46.73 કરોડ પ્રથમ ડોઝ છે, જ્યારે લગભગ 14.6 કરોડ બીજા ડોઝ છે, એટલે કે હજુ પણ 31 કરોડથી વધુ એવા લોકો છે, જેમને બીજો ડોઝ લાગ્યો નથી.

25 ઓગસ્ટ સુધીના આંકડાઓનું એનેલિસિસ જણાવે છે કે લગભગ 1.8 કરોડ લોકો એવા છે, જેમને બીજો ડોઝ લાગી જવો જોઈતો હતો. દેશમાં 85%-90% લોકોને કોવિશીલ્ડ લાગી રહી છે, આ કારણથી આ એનેલિસિસમાં પણ કોવિશીલ્ડના બે ડોઝના ગેપ એટલે કે 12થી 16 સપ્તાહને જ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. બીજો ડોઝ ન લાગી શકવાનાં અનેક કારણ છે. ક્યાંક ડોઝ નથી તો કોઈને પ્રથમ ડોઝ લાગ્યા પછી ઈન્ફેક્શન થઈ ગયું. આ કારણથી સમયસર બીજો ડોઝ લગાવી શક્યા નહીં.

અમે બે ડોઝ વચ્ચેના અંતર અંગે મુંબઈનાં ડો. માલા કાનેરિયા (કન્સલ્ટન્ટ, ઈન્ફેક્શિયસ ડિઝીઝ ડિપાર્ટમેન્ટ, જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર), મુંબઈના ડો. ભારેશ ડેઢિયા (હેડ, ક્રિટિકલ કેર, પીડી હિન્દુજા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ખાર) અને જયપુરના ડો. પ્રવીણ કનોજિયા (સિનિયર કન્સલન્ટન્ટ, ઈન્ટર્નલ મેડિસિન, ફોર્ટિસ હોસ્પિટલ) સાથે વાત કરી. એ સમજવાની કોશિશ કરી કે જો બીજો ડોઝ લગાવવામાં વિલંબ થયો છે તો શું કરવું જોઈએ? કેટલો વિલંબ ચાલી શકે? બીજો ડોઝ ન લગાવવા પર કેવા પ્રકારની અસર તમારા શરીર પર પડી શકે છે?

કોવિડ-19 વેક્સિનનો બીજો ડોઝ લગાવવો શા માટે જરૂરી છે?

 • કોવિ઼ડ-19 વેક્સિન અત્યારે એક્સપરિમેન્ટલ સ્ટેજમાં છે. કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેના ગેપને બે વખત બદલવામાં આવ્યો. આ કારણથી લોકોમાં મૂંઝવણની સ્થિતિ બની છે. આદર્શ સ્થિતિ એ છે કે શિડ્યૂલને ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી છે અને એનાથી જ વેક્સિનની ઈફેક્ટિવનેસ જળવાઈ રહેશે.
 • કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવવાના કેટલાક દિવસ પછી એન્ટિબોડી અને અન્ય સેલ મિડિયેટેડ ઈમ્યુન રિસ્પોન્સ શરૂ થાય છે, એટલે કે તમારું શરીર વાઇરસના હુમલાનો મુકાબલો કરવા માટે તૈયારી શરૂ કરે છે, કેમકે વેક્સિનના પ્રથમ ડોઝમાં વાઇરસ લોડ ખૂબ ઓછો હોય છે. આ કારણથી ધીમે ધીમે એન્ટિબોડી ઓછા થવા લાગે છે. એ પછી પણ એન્ટિબોડી મેમરી સેલ્સ તરીકે શરીરમાં રહે છે અને બીજો ડોઝ લાગે ત્યારે સક્રિય થાય છે, જેને બૂસ્ટર રિસ્પોન્સ કહે છે. આ કારણથી બે ડોઝવાળી વેક્સિનના બીજા ડોઝને બૂસ્ટર ડોઝ પણ કહે છે.
 • પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે મે મહિનામાં એક અભ્યાસ કર્યો હતો. એમાં જણાવાયું હતું કે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની વિરુદ્ધ એક ડોઝ 30%થી 35% જ ઈફેક્ટિવ છે. એના મુકાબલે ડબલ ડોઝ 80%-85% ઈફેક્ટિવ રહે છે, એટલે કે જો તમે બીજો ડોઝ લીધો નથી તો ડેલ્ટા વેરિયન્ટથી ઈન્ફેક્ટ થવાનું જોખમ યથાવત્ રહે છે.

કોવિડ-19 વેક્સિનના બે ડોઝમાં કેટલો ગેપ હોવો જોઈએ?

 • 13 મેના રોજ સરકારે નક્કી કર્યું હતું કે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12-16 સપ્તાહનું અંતર રાખવાનું છે, એટલે કે મહત્તમ ચાર મહિનાના અંતરે કોવિશીલ્ડના બે ડોઝ લગાવી શકાય છે. એના મુકાબલે કોવેક્સિનના બે ડોઝનું અંતર 4-6 સપ્તાહ છે, એટલે કે 42 દિવસની અંદર બીજો ડોઝ લગાવવાનો હોય છે.
 • બે ડોઝવાળી વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં જો વિલંબ થાય છે તો એનાથી કોઈ મુશ્કેલી આવતી નથી. સામાન્ય રીતે બે સપ્તાહનો ગ્રેસ પિરિયડ મળે છે, એટલે કે જો વિલંબ થાય તો એનાથી વધુ કોઈ અસર થવાની નથી. એ સારું રહેશે કે જ્યારે પણ બીજો ડોઝ લગાવવાનો મોકો મળે ત્યારે તમે લગાવી લો. એ તમારા પ્રોટેક્શન લેયરને મજબૂતી આપશે.
 • ભારતમાં લાગી રહેલી ત્રીજી વેક્સિન સ્પુતનિક-વીના બે ડોઝ 21 દિવસના તફાવતમાં લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ એને બનાવનારી રશિયન કંપની કહે છે કે બે ડોઝ વચ્ચે 90થી 180 દિવસનું અંતર પણ રાખવામાં આવે તો એનાથી વેક્સિનનો ઈમ્યુન રિસ્પોન્સ પ્રભાવિત નહીં થાય. એનો અર્થ એ નથી કે ભારતમાં અન્ય વેક્સિનના બે ડોઝનું અંતર 180 દિવસ હોઈ શકે છે.
 • ભારતમાં આ ઉપરાંત મોડર્ના, જોનસન એન્ડ જોનસન તથા ઝાયડસ કેડિલાની વેક્સિન પણ મંજૂર કરવામાં આવી છે. અત્યારે આ વેક્સિન લગાવવાનું શરૂ થયું નથી. મોડર્નાના બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રાખવાનું હોય છે. ઝાયડસ કેડિલાની વેક્સિન ત્રણ ડોઝની છે, જેના બે ડોઝમાં ચારથી છ સપ્તાહનો ગેપ રાખવાનો છે. જોનસન એન્ડ જોનસનની વેક્સિન ભારતની એકમાત્ર સિંગલ ડોઝ વેક્સિન છે.

જો નિર્ધારિત અંતરમાં બીજો ડોઝ લગાવી નથી શકતા તો શું થશે?

 • ગભરાવાની કોઈ જરૂર નથી. કેટલાક અભ્યાસ દર્શાવે છે કે વેક્સિનના બે ડોઝનું અંતર 6-8 મહિના પણ રહ્યું તો અસર જળવાઈ રહે છે. તમારે પણ બીજો ડોઝ લગાવવામાં વિલંબ થયો છે તો કોઈ વાંધો નથી. તમારે ફરીવાર બંને ડોઝ લેવાની જરૂર નથી.
 • બીજા ડોઝ પછી એન્ટિબોડી પ્રોડક્શન ઝડપથી વધે છે અને આ કારણથી કેટલાક સ્ટડી છે એ દર્શાવે છે કે બંને ડોઝ લેવા જરૂરી છે. એ ડર પણ છે કે જો એક ડોઝ લેવાયો તો એનાથી વાઇરસના વેક્સિન-રેઝિસ્ટન્ટ મ્યૂટેશન્સ વિરુદ્ધ વધુ અસરકારક નથી રહેતા.
 • સામાન્ય રીતે ઈમ્યુન સિસ્ટમમાં બૂસ્ટર રિસ્પોન્સ એન્ટિબોડી અને અન્ય ઈમ્યુન સેલ્સને અનેક ગણા વધારી દે છે. પ્રથમ ડોઝના મુકાબલે બૂસ્ટર ડોઝથી આ રિસ્પોન્સ 5-10 ગણો થઈ શકે છે. પરિણામ એ આવે છે કે ઈમ્યુન રિસ્પોન્સની બેઝલાઈન પણ હાયર લેવલ પર પહોંચી જાય છે.
 • જો આ સ્થિતિમાં વાઇરસથી એક્સપોઝર થાય છે તો ઈમ્યુન સિસ્ટમ ઝડપથી કામ કરે છે અને વાઇરસ સામે લડવા માટે તેની ટ્રેનિંગ મજબૂત હોય છે. તમે બીજો ડોઝ લગાવી શકતા નથી તો તમારી ઈમ્યુન સિસ્ટમમાં બૂસ્ટ મળતું નથી. વાસ્તવિક વાઇરસનો મુકાબલો કરવામાં તમારો ઈમ્યુન રિસ્પોન્સ નબળો હોઈ શકે છે. ઈન્ફેક્શન થવા પર એ ગંભીર લક્ષણ કે જીવલેણ થઈ શકે છે.
 • હા. અત્યારસુધીનો અભ્યાસ દર્શાવે છે કે જો બે ડોઝનો ગેપ નિર્ધારિત સમયથી વધુ હોય છે તો એ તમારા માટે ગંભીર વાઇરસ ઈન્ફેક્શનનું જોખમ બની શકે છે. બે ડોઝમાં વિલંબથી એફિક્સી કેટલી ઓછી થાય છે એ સ્પષ્ટ નથી.
 • વિશેષજ્ઞો કહે છે કે જો બે ડોઝમાં વધુ ગેપ રહે છે તો એન્ટિબોડી રિસ્પોન્સ એક સમય પછી ઓછા થવા લાગે છે. બૂસ્ટર ડોઝ યોગ્ય સમયે ન લાગે તો એ ઈમ્યુન રિસ્પોન્સને નબળો કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...