ડેલ્ટાથી 5 ગણો ઘાતક છે ઓમિક્રોન:ત્રીજી લહેરની પિક પર રોજના 16 લાખ કેસ થશે, રોજના 40 હજાર લોકોને દાખલ કરવા પડી શકે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી 2 ડિસેમ્બરે થઈ હતી અને લગભગ 1 મહિનામાં જ કેસો વધીને 1700થી પણ વધુ થઈ ગયા છે. આ કારણથી એક સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણનો દર લગભગ ત્રણ ગણો વધી ગયો છે.

ઓમિક્રોનને લઈને ચિંતાની વાત એ છે કે એ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ એનાથી સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણો ઓછાં છે. જોકે ગંભીર લક્ષણો ભલે ઓછાં હોય, પરંતુ દર્દીઓની વધુ સંખ્યા આપણા માટે જોખમની નિશાની છે. અનુમાન અનુસાર, ત્રીજી લહેરની પીક દરમિયાન ભારતમાં રોજના 40થી 60 હજાર દર્દીને હોસ્પિટલાઈઝ કરવાની જરૂર પડી શકે છે. આ આપણા હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવો પડાકર પેદા કરી શકે છે.

સમજીએ છે કે અલગ-અલગ દેશોમાં ઓમિક્રોનને કારણે હોસ્પિટલાઈઝેશનનો ડેટા કયા ટ્રેન્ડની તરફ ઈશારો કરી રહ્યો છે? ઓમિક્રોન કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે? અને ગંભીર દર્દી ઓછા હોવા છતાં ઓમિક્રોન આપણા માટે મોટું જોખમ છે?...

સૌપ્રથમ હોસ્પિટલાઈઝેશનથી જોડાયેલા અલગ-અલગ દેશોનો ડેટા સમજીએ છીએ.

બ્રિટન
બ્રિટન હેલ્થ સિક્યોરિટી એજન્સીએ 528176 ઓમિક્રોન અને 573012 ડેલ્ટા કેસોનું એનાલિસિસ કર્યું હતું. એમાં સામે આવ્યું કે ડેલ્ટાના મુકાબલે ઓમિક્રોનમાં માત્ર એક તૃતિયાંશ લોકોને જ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. ઓમિક્રોન પર વેક્સિનના પ્રભાવને લઈ એજન્સીએ કહ્યું હતું કે વેક્સિનના 2-3 ડોઝ લીધા પછી હોસ્પિટલાઈઝેશનમાં 81%નો ઘટાડો આવે છે. આ સાથે જ ઓમિક્રોનને કારણે વેન્ટિલેટરવાળા દર્દીઓની સંખ્યા પણ ડેલ્ટાની તુલનામાં ઓછી છે.

અમેરિકા
અમેરિકામાં ચિંતાવાળી વાત એ છે કે અહીં પર બાળકોમાં હોસ્પિટલાઈઝેશન રેટ વધુ છે. 28 ડિસેમ્બર સુધીના આંકડા અનુસાર, 0-17 એજ ગ્રુપમાંના 378 બાળકને હોસ્પિટલાઈઝ કરવા પડ્યાં. ગત સપ્તાહના મુકાબલે 66% અને ડેલ્ટાના કારણે આવેલી બીજી લહેરની પીકથી પણ વધુ છે. જોકે હોસ્પિટલાઈઝેશન વધુ હોવા છતાં ગંભીર લક્ષણો ઓછાં છે.

દક્ષિણ આફ્રિકા
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD)એ દક્ષિણ આફ્રિકામાં એપ્રિલથી નવેમ્બર સુધી મળ્યા ડેલ્ટા અને ઓમિક્રોન કેસોને એનેલાઈઝ કર્યા છે. તેના અનુસાર, ઓમિક્રોનને કારણે હોસ્પિટલમાં એડમિટ લોકોમાં ગંભીર લક્ષણોનું જોખમ ડેલ્ટા કરતાં 30% સુધી ઓછું છે.

ઓમિક્રોનથી ગંભીર દર્દીઓ ભલે ઓછા, તેમની વધુ સંખ્યા ચિંતાજનક
ઓમિક્રોનને લઈને એક સારી અને એક ખરાબ વાત છે. સારી વાત એ કે એનાથી સંક્રમિત મોટા ભાગના દર્દીઓમાં ગંભીર લક્ષણો નથી. ખરાબ વાત એ છે કે ઓમિક્રોન ડેલ્ટાથી 4-5 ગણી વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. જો ઓમિક્રોનની તુલના ડેલ્ટા સાથે કરીએ તો ત્રીજી લહેરની પીક પર એક દિવસમાં 16-20 લાખ સુધી નવા કેસો આવી શકે છે. આપણા માટે સમજવાની વાત એ છે કે દર્દીઓમાં ગંભીર લક્ષણો ભલે ઓછાં હોય, પરંતુ દર્દીઓની સંખ્યા વધુ હોવી પણ ખુદમાં ચિંતાનો વિષય છે. જેમ જેમ દર્દીઓ વધતા જશે એ પ્રમાણમાં ગંભીર દર્દીઓ પણ વધતા જશે.

  • બીજી લહેરની પીક દરમિયાન ભારતમાં દરરોજ 4 લાખ જેટલા નવા કેસો આવી રહ્યા હતા. તેમાંથી લગભગ 25 હજારને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. માનવામાં આવે છે કે ઓમિક્રોનને કારણે દરરોજ 16-20 લાખ સુધી નવા કેસો આવી શકે છે અને એમાંથી 40-60 હજારને હોસ્પિટલાઈઝ કરવા પડશે. જ્યારે 25 હજાર લોકોને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા ત્યારે તમે આરોગ્ય સુવિધાઓની સ્થિતિ જોઈ જ હતી. 40-60 હજાર લોકોને જ્યારે હોસ્પિટલાઈઝ કરવાની જરૂર પડશે ત્યારે સ્થિતિ ભયાનક થઈ શકે છે.
  • સરકારી આંકડાઓમાં હાલ ઓમિક્રોનના ઓછા કેસ આવી રહ્યા છે, પરંતુ એક્સપર્ટ્સના માનવા પ્રમાણે સંક્રમિતોની સંખ્યા 18 હજાર સુધી હોઈ શકે છે, કેમ કે વેરિયન્ટની ભાળ મેળવવા માટે જીનોમ સિક્વન્સિંગ કરવાનું હોય છે અને ભારતમાં એ માટે લેબ ઓછી છે. આ કારણથી ટેસ્ટિંગ પણ ઓછા થઈ રહ્યા છે અને આંકડા પણ ઓછા આવી રહ્યા છે, જ્યારે વાસ્તવિક્તામાં આ ખૂબ વધુ છે.
  • ઓમિક્રોન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં 2 ડિસેમ્બરે પ્રથમ 2 કેસ ડિટેક્ટ થયા હતા. એના પછી એક મહિનામાં જ કુલ કેસોના લગભગ અડધા કેસો ઓમિક્રોનને કારણે આવી રહ્યા છે.