મેનેજમેન્ટ ફંડા / ખુશીની અભિવ્યક્તિ ગમેતેવી હોય, આનંદ આપે છે

Whatever the expression of happiness, it gives joy
X
Whatever the expression of happiness, it gives joy

એન રઘુરામન

May 18, 2020, 01:28 PM IST

રમતગમત પ્રેમી તરીકે આ શનિવારે મને ત્યારે આનંદ થયો જ્યારે મેં લગભઘ 53 દિવસ પછી ટીવી સ્ક્રીનની જમણી બાજુ લખેલો નાનકડો શબ્દ ‘લાઈવ’ જોયો. હું જર્મનીના બર્લિનમાં હતો, ત્યાં પણ ઈડન પાર્ક સ્ટેડિયમમાં સામાન્ય રીતે 80થી 82 હજાર લોકો દર વર્ષે યોજાતી જર્મની પ્રાઈમરી ફૂટબોલ સ્પર્ધા બુંડ્સલીગા જોવા આવે છે. આ ફૂટબોલ લીગમાં દુનિયાભરમાં સૌથી વધુ સરેરાશ સ્ટેડિયમ હાજરી રહે છે. જોકે, હું ખેલાડીઓ સહિત કુલ 300 વ્યવસાયિકોમાંનો એક હતો, જે ગેમના સંચાલનમાં મદદ કરી રહ્યા હતા. અંતર માત્ર એટલું હતું કે, તેઓ સ્ટેડિયમમાં હતા અને હું મારા બેડરૂમમાં વર્ચ્યુઅલી હાજર હતો. આ કોરોના લોકડાઉન પછી ‘લાઈવ’ આવનારી પ્રથમ યુરોપિયન ફૂટબોલ લીગ છે. ‘કહેવાય છે જો કોઈ વસ્તુને દીલથી ઈચ્છો તો આખી દુનિયા તેની સાથે તમારું મિલન કરાવવાના પ્રયાસ કરવા લાગી જાય છે.’ આવું જ કંઈક થયું, ગોવાના કરમાલી રેલવે સ્ટેશન પર. અહીં સિમરન (કાજોલ)ના સ્થાને 42 વર્ષનો મોહન રાણા હતો. બે બેગ સાથે પ્લેટફોર્મ પર દોડતો હતો. જોકે ટ્રેન જતી રહી હતી. સિમરનના ચહેરા પર સ્મિત હતું, પરંતુ મોહનની આંખમાં આંસુ હતા. તેને ઉના જઈ રહેલી એ બીજી ટ્રેન અંગે એક કલાક પહેલા જ ખબર પડી હતી બેગ પેક કરીને દોડતો-દોડતો સ્ટેશને આવ્યો હતો. અધિકારીઓએ પહેલાથી જ કારણોસર ટ્રેનને નક્કી સમયથી થોડી લેટ રવાના કરી હતી, અધિકારીઓએ મોહન (થોડા સમય માટે સમિરન વાંચો)ને જોયો તો તેમને આ જોઈને ખરાબ લાગ્યું અને નક્કી કર્યું કે, આ વ્યક્તિને તેની બંને બેગ સાથે એ ટ્રેનમાં બેસાડવાનો ભરપૂર પ્રયાસ કરશે. કલેક્ટરે કોંકણ રેલવે અધિકારીઓને મોહન માટે ટિકિટ લાવવા આદેશ આપ્યો અને પોલીસ પોતાની ગાડીમાં તેને બેસાડીને આગામી સ્ટોપ તિવિમ રેલવે સ્ટેશન પહોંચી, જ્યાંથી તેને ઘરે મોકલવા માટે ટ્રેનમાં બેસાડવામાં આવ્યો. ટ્રેન માત્ર અંતિમ મુસાફર સહિત 582 યાત્રીઓને લઈને રવાના થઈ, પરંતુ તે આભારથી ભરેલી હતી, જે ‘ધન્યવાદ ગોવા’ અને ‘ગોવા પોલીસ સર્વશ્રેષ્ઠ છે’ના નારા સ્વરૂપે સામે આવ્યો. તમે નહીં માનો પરંતુ આ જયઘોષે મારા માટે ફૂટબોલ મેચમાં ગૂંજતા અવાજની કમીને પૂરી કરી દીધી. સોમવારે તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો, મોહન પોતાના ગૃહરાજ્ય પહોંચી ગયો હશે. બાકી લોકોની તો ખબર નહીં, પરંતુ મને સોમવારે મોહનના પરિવારના આનંદનો અવાજ સંભળાશે. 
ફંડા એ છે કે, કોઈના તરફથી જીતની ખુશી મનાવવાનો અલગ જ આનંદ છે. ક્યારેક આવું કરીને પણ જૂઓ.
મેનેજમેન્ટ ગુરુ

[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી