બામુલાહિઝા:શિક્ષણનીતિ સામે દીવાલ, વોટર અંગ્રેજી મીડિયમ ઈચ્છે છે

2 વર્ષ પહેલાલેખક: શેખર ગુપ્તા
  • કૉપી લિંક
  • મોદી સરકાર માટે માતૃભાષા કે સ્થાનિક ભાષાને અભ્યાસનું માધ્યમ બનાવવું સરળ નહીં હોય

મોદી સરકારની રાષ્ટ્રીય શિક્ષણનીતિ (એનઈપી)ના એક પાસાએ થોડી ગભરામણ અને ચર્ચાને જન્મ આપ્યો છે. આ પાસું છે, ઓછામાં ઓછું પાંચમા ધોરણ સુધી બાળકોને તેમની માતૃભાષા, ક્ષેત્રી ભાષા કે ઘરેલુ ભાષા (જે કોઈ હોય) તેમાં ભણાવવામાં આવે. ટીકાકારોનું કહેવું છે કે, આ આરએસએસના એજન્ડાનું હિન્દીકરણ છે. સમર્થકો કહે છે કે, બાળકો પોતાની ભાષામાં વધુ સારી રીતે સમજી શકે છે. જોકે, આ માત્ર ભલામણ છે, ફરજ નથી. જોકે, આ સંપૂર્ણ બહુમતવાળી હિન્દુ કટ્ટરવાદી રાષ્ટ્રવાદી પાર્ટીની સરકારની પ્રથમ શિક્ષણનીતિ છે. વર્તમાન બંધારણીય વ્યવસ્થામાં કોઈ પણ બાબતને અનિવાર્ય કરવી શક્ય થઈ શકશે નહીં. તેમાં ઈશારો એ જ છે કે, અંગ્રેજીના સ્થાને ઘરેલુ ભાષાને જ ધૂરી બનાવાય. ‘એનઈપી’ની ત્રિભાષા ફોર્મ્યુલા એ પણ જણાવે છે કે, ત્રણ ભાષામાંથી બે ભારતીય જ હોવી જોઈએ. આપણે એવું વિચાર્યું હશે કે, આવી સમજાય નહીં એવી વ્યાખ્યા માત્ર અણસમજુ અમેરિકનો જ અપનાવે છે અને ભલે તેઓ સાચું અંગ્રેજી ન બોલતા હોય, પરંતુ તેમનો નિયમ છે કે, તેમના ત્યાં આવનારા વિદ્યાર્થી વિદેશી ભાષા તરીકે અંગ્રોજીની પરીક્ષા ‘ટોફેલ’ પાસ કરે.

જો મોદી સરકાર હિન્દી કે દેશી ભાષાને અભ્યાસનું માધ્યમ બનાવવા પર ભાર મુકે છે તો મોટાભાગની રાજ્ય સરકારો પણ તેના ઈશારે ચાલશે. સરકારો માન્યતાપ્રાપ્ત ખાનગી શાળાઓ માટે પણ આવો આદેશ આપી શકે છે. કોઈ પણ, પછી તે સૌથી મજબૂત સરકાર જ કેમ ન હોય, બજારની તાકાત સામે ટક્કર લઈ શકે નહીં. ભારતીય વાલીઓ જો પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માગે છે, તેઓ તેમાં જ ભણાવશે. ત્યાર તમે લઘુમતી સંસ્થા કે પ્રખ્યાત કોન્વેન્ટ જેવા ભ્રામક ‘શબ્દો’ શોધી નાખશો. સમગ્ર ભારતમાં ‘કોન્વેન્ટ’ આજે અંગ્રેજી માધ્યમની શાળાઓ તરીકે ચાલી રહી છે, જેનું નામ તમે કબીર, તુકારામ કે રૈદાસ જેવા બિન-ખ્રિસ્તી સંતના નામ પર પણ રાખી શકો છો. વિચારધારાની મજબૂરીઓ પોતાના સ્થાને છે, પરંતુ આપણાં નેતા એ હકીકત જાણે છે કે, તેમનાં મતદારોનાં બાળકો ભણવામાં માત્ર ત્રણ વસ્તુ ઈચ્છે છે - અંગ્રેજી, અંગ્રેજી, અંગ્રેજી.

છેલ્લા 25 વર્ષથી મારી સીરીઝ ‘રાઈટિંગ્સ ઓન ધ વોલ’ દ્વારા ચૂંટણી પ્રવાસ ખેડીને મેં સ્થાનિક રાજનીતિ અંગે ઘણું જાણ્યું છે. દીવાલો પર લખેલી વાત વાંચવાનો અર્થ એવો છે કે, એ સમજવાનો પ્રયાસ કરવો કે લોકો શું ઈચ્છે છે. જે દિવાલો પર લખેલી વાતને સાચી વાંચીને પ્રજાની આકાંક્ષાઓ સાથે જોડાય છે તે જીતે છે. લોકોની વધતી આકાંક્ષાઓનો પ્રથમ સંદેશ અમે દિવાલો પર જ વાંચ્યો, ખાસ કરીને બિહારમાં 2005માં થયેલી બે ચૂંટણી દરમિયાન. એ સમયે પછાત અને મુસ્લિમ મત બેન્કના બળે લાલુ સત્તામાં હતા અને કોઈ એ માનવા તૈયાર ન હતું કે નીતિશ કુમાર તેમનો તખ્તા પલટ કરી શકે છે. લાલુ હજુ પણ ‘સામાજિક ન્યાય’ અને ‘જાતિય સમાનતા’નો નારો લગાવતા હતા. તેમનું મનપસંદ વાક્ય હતું, ‘ફિર સે સમય આ ગયા હૈ, અપની લાઠી કો તેલ પિલાઓ’. પંડિતોનું કહેવું હતું કે, આ વાક્યમાં એટલી તાકાત છે કે, નીતિશ કંઈ કરી શકશે નહીં, ખાસ કરીને તેમનો એ દાવો કે, ‘અબ તો કલમ મેં સ્યાહી ભરને સે હી આપ તાકતવર બન સકતે હો’. જોકે, નીતિશે લાલુને હરાવી દીધા. તેઓ એટલા માટે જીતે છે, કેમ કે તેમણે જનતાની નસ સાચી રીતે વાંચી છે. લોકોની આકાંક્ષાઓ ઉછાળા મારતી હતી અને તેમને શિક્ષણની લહેરોનો ટેકો જોઈતો હતો.

હવે તમે સવાલ કરી શકો છો કે, તેનો શિક્ષણની ભાષા સાથે શો સંબંધ છે? આ સવાલ પર મને ‘દીવાલો પર લખેલી વાત’નો બીજો બોધપાઠ યાદ આવે છે, જે 2011માં પશ્ચિમ બંગાળની ચૂંટણી મળ્યો. અમને ચૂંટણી પ્રચાર અભિયાન પર નિકળેલા મમતા બેનરજી દુર્ગાપુર પાસે બરજોરા નામના સ્થળે મળ્યા. અમે જોયું, મમતાએ મંચ પર અચાનક ગાવાનું શરૂ કરી દીધું. ભીડમાં પણ જુસ્સો આવી ગયો. તેઓ ગાઈ રહ્યાં હતાં, ‘અવ-એ-અજગર... આશ્છે ટેરે...’ અને ભીડ ચીસો પાડીને ગાઈ રહી હતી - ‘આ-અમટી ખાબો પેડે’. એટલે કે, ‘અ’થી અજગર, તમારી પાછળ આવી રહ્યો છે, ‘આ’થી આમ(કેરી), ઝાડ પરથી તોડો અને ખાઈ લો. તેમાં એવું તો શું હતું કે, હજારો ગરીબો જોશમાં આવી ગયા હતા? મમતા લોકોને યાદ અપાવી રહ્યાં હતાં કે, દાયકાઓથી ડાબેરી મોરચા સરકારે તેમને બંગ્લા મીડિયમ સ્કૂલોમાં ભણવા મજબૂર કર્યા છે, જ્યારે તેમનાં બાળકો અંગ્રેજી મીડિયમમાં ભણે છે. મમતા આજે પણ સત્તામાં છે અને તેમને ડાબેરી પક્ષોની કોઈ ચિંતા નથી. આ બંને જમીની નેતાઓમાંથી એકે લોકોને જ્ઞાન અને શિક્ષણનું વચન આપીને ચૂંટણી જીતી, બીજાએ અંગ્રેજી મીડિયમ પર ભાર મુક્યો.

ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથે 5,000 સરકારી પ્રાઈમરી સ્કૂલોને અંગ્રેજી મીડિયમ બનાવવાનો આદેશ 2017માં આપ્યો હતો. શું યોગી ઊચ્ચ વર્ગના છે? અંગ્રેજીથી સંમોહિત છે? ના, તેઓ જાણે છે કે, તેમનાં મતદારો શું ઈચ્છે છે. આથી, જો મોદી સરકાર સૈદ્ધાંતિક પૂર્વગ્રહના કારણે દેશી ભાષાને બાળકોનાં અભ્યાસનું માધ્યમ બનાવવા પર ભાર મુકવાનો પ્રયાસ કરશે તો ‘એનઈપી’ને આ દીવાલ સાથે અથડાવું પડશે.
એડિટર-ઈન-ચીફ, ‘ધ પ્રિન્ટ’
Twitter@ShekharGupta

અન્ય સમાચારો પણ છે...