તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:સુરક્ષિત ભવિષ્ય માટે વૈદિક જ્ઞાન

14 દિવસ પહેલાલેખક: એન રઘુરામન
  • કૉપી લિંક

આજે ‘પશ્ચિમી’ જ્ઞાન સિવાય કદાચ જ કોઈ જ્ઞાનને શોધવા લાયક સમજાય છે. એ દુ:ખદ છે કે, ભણેલા ગણેલા લોકો એવું જ વિચારે છે અને મને એ કહેવામાં શરમ નથી કે હું પણ તેમાંનો એક જ હતો. જોકે, આપણા વૈજ્ઞાનિક વારસા અંગે મારી ગેરસમજ ઝડપથી દૂર થઈ ગઈ, જ્યારે મારા બોસ એમ. વેંકટરમને મને 942 પાનાંનું એક પુસ્તક ભેટમાં આપ્યું, જેની કિંમત 126 ડોલર છે. આ આપતા તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે, તું આ પુસ્તક રાખવા માટે યોગ્ય વ્યક્તિ છે’. ત્યારથી હું આ પુસ્તક અનેક વખત વાંચી ચૂક્યો છું અને દરરોજ બે પેજ વાંચું છું. એમએસ શ્રીધનરન દ્વારા લિખિત, ‘ભારતીય વિજ્ઞાન મંજુષા: ટ્રેઝર ટ્રોવ ઓફ એશિયન્ટ ઈન્ડિયન સાયન્સિસ’ ભારતીય વિજ્ઞાનનો પ્રથમ એનસાઈક્લોપીડિયા છે. આ રહી તેની ઝલક.

વૈદિખ જ્ઞાનના મૂળ સ્રોત અગસ્ત્ય ઋષિએ કહ્યું છે કે, દુ:ખ કે ચિંતા કે અન્ય કારણે મનુષ્યને મળતો આઘાત, ઈજા કે વિકૃતિનો ઈલાજ ‘વર્મા કલાઈ’ના ઉપચારથી થઈ શકે છે. હાડકાં, નસો, માંસપેશીઓ, ધમનીઓ અને શરીરના અન્ય અંગોની કાર્યપદ્ધતિ સમજવાના અભ્યાસને ‘વર્મા કલાઈ’ કહે છે. આ તંત્રના હિસાબે 108 વર્મા બિંદુ છે અને જ્યારે આ બિંદુ પ્રભાવિત થાય છે, શરીરથી સંબંધિત ભાગમાં પીડા થાય છે. વર્માના જ્ઞાનથી એ યુગના અનેક “સિદ્ધો’ના શરીરના પ્રબંધનની ક્ષમતા મળે છે. વર્મા દવાઓ વાયુની મહત્ત્વની ભૂમિકા પર આધારિત હોય છે. કેમકે, તેમાં વીજળી જેવી તાકાત હોય છે. આપણા જીવનને નિંયત્રિત કરતા 10 વાયુમાં ત્રણ મહત્ત્વના છે. 1. “ધનંજય વાયુ’- ડોકના ઉપર અને માથામાં હોય છે, જે નર્વસ સિસ્ટમ તથા માનસિક પ્રક્રિયા નિયંત્રિત કરે છે. કહેવાય છે કે, મૃત્યુના ત્રણ દિવસ બાદ સુધી તે શરીરમાં રહે છે .તે જોડનારી ઊર્જા પ્રદાન કરે છે, જે આંતરિક અને બહારના અંગોના અણુઓને સાંકળીને રાખે છે અને જીવિત શરીરને અક્ષુણ્મ રાખે છે. 2. “પ્રાણ વાયુ’ - નાભિના ઉપર હોય છે. તેના વગર કોઈ અન્ય વાયુ શરીરમાં રહી શકે નહીં. તે ફેફસાં અને હૃદયને નિયંત્રિત કરે છે. 3.- “અપાન વાયુ’- નાભિના નીચે હોય છે અને પેટમાં સક્રિય હોય છે. તે મળત્યાગની ક્રિયા, મૂત્રાશય તથા ગર્ભાશયની ક્રિયાઓમાં મદદ કરે છે. એટલે સિદ્ધ ભોજનને એવી રીતે પ્રબંધિત કરતા હતા, જે શરીરને ઊર્જા ‘ગેસ’ આપનારા હોય.

આ પુસ્તકને યાદ કરવાનું કારણ એ છે કે, આ સપ્તાહે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ જાહેરાત કરી છે કે, જીટીયુથી સંબંધિત કોલોજોમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રથી સંસ્કૃત, વૈદિક ગણિત, યોગ અને ભારતીય પારંપરિક જ્ઞાન તંત્ર ભણાવાશે. નવી શિક્ષણ નીતિમાં અંતર્વિષયક અભ્યાસની જોગવાઈ છે અને એ દિશામાં આ પ્રથમ પગલું છે. પૂર્વજોનું જ્ઞાન મેળવીને વિદ્યાર્થીઓ પોતાનું મૂળ જાણશે અને વિષયનું જ્ઞાન પણ મજબૂત થશે. ફંડા એ છે કે, અનેક વૈદિક જ્ઞાન ભણવાથી વ્યક્તિ માત્ર જ્ઞાની જ બનતો નથી, પરંતુ તેને વધુ ઊંડે ઉતરવામાં અને ભવિષ્યમાં નિષ્ણાત બનવામાં પણ મદદ મળે છે. મેનેજમેન્ટ ગુરુ, raghu@dbcorp.in

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser