તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પરદે કે પીછે:ઑસ્કર અંકલ, ડેવિસ અંકલ અને ટૉમ અંકલ

3 મહિનો પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

અમેરિકન મોશન પિક્ચર એકેડમી દ્વારા સંચાલિત ઑસ્કર સમારોહ આ વર્ષે સ્થગિત કરી દેવાયો છે. 1929થી શરૂ થયેલા ઑસ્કર પ્રથમ વખત બીજા વિશ્વયુદ્ધ સમયે આયોજિત કરાયા ન હતા. હવે કોરોનાના કારણે સ્થગિત છે. અમેરિકાને ''અંકલ ટૉમ'' નામથી પણ બોલાવાય છે. એકેડમી ટ્રોફીનો સ્ટેચ્યુ જ્યારે તૈયાર થયો તો એકેડમીના સચિવ માર્ગરેટ હેરિકે કહ્યું કે, તેનો ચહેરો તેના અંકલ ઑસ્કરને મળતો આવે છે. કલાકાર પુત્રી ડેવિસનો દાવો હતો કે, સ્ટેચ્યુ તેના પ્રથમ પતિને મળતો આવે છે. ઉલ્લેખનીય છે કે, ઑસ્કરનો સ્ટેચ્યુ પુરુષનું છે, જ્યારે ભારતીય ફિલ્મફેરમાં સ્ટેચ્યુ મહિલાનો છે. મોટાભાગા પુરસ્કાર ટ્રોફી ગોળ હોય છે, જેવું કે ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર. સંચાલમાં ગોલમાલની ફરિયાદ હંમેશાં રહે છે.

નોબેલ પુરસ્કાર પણ બાકાત નથી. આ દરમિયાન રાસ્પબેરી પુરસ્કાર સમારોહનું પણ આયોજન થાય છે, જેમાં ફિલ્મોમાં હલકાઈના આધારે પુરસ્કાર અપાય છે. નેતાઓ માટે હોળી પર આવા જ સમારોહ આયોજિક કરી શકાય છે. રાસ્પબેરીમાં ફિલ્મનિર્માતા ભાગ લે છે. પોતાનો મજાક ઉડાવતા હોય ત્યારે ચહેરા પર સ્મિત જાળવી રાખવું સાહસનું કામ છે. ઑસ્કરના સ્થળે કોઈ જાહેરાત કરાતી નથી. સમારોહમાં ક્યારેક રાજકીય ટિપ્પણી પણ થાય છે. અમેરિકન મૂળના રહેવાસી રેડ ઈન્ડિયન્સના દમન વિરુદ્ધ માર્લોન બ્રાન્ડોએ ટીકા કરી હતી. ઑસ્કર જીતનારી ફિલ્મ 30 ટકાથી વધુ નાણા બોક્સ ઓફિસ પર કમાય છે.

જાહેર સંસ્થાઓ ત્યાર પછી આ મંથનથી પેદા થયેલા માખણનો ઉપયોગ કરે છે. વિજેતાઓના મહેનતાણામાં વધારો થાય છે. એકેડમી સંગઠનનું સભ્યપદ ફિલ્મોનાં કલાકાર અને ટેક્નિશિયનોને આપવામાં આવે છે. ''લગાન'' આ સ્પર્ધામાં સામેલ થઈ હતી, આથી આશુતોષ ગોવારિકરને સભ્ય બનાવાયા અને તેમને મતાધિકાર પણ મળેલો છે. એકેડમીના સભ્યોને ભાગ લેનારી ફિલ્મોની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, પરંતુ તેમણે આપેલો મત ગણતરીમાં ત્યારે જ સામેલ થાય છે જ્યારે તેમણે આ ફિલ્મ સિનેમાઘરમાં જોઈ હોય. તેમના ઓળખપત્રને સિનેમાઘરમાં પંચ કરવામાં આવે છે. લેપટોપ, મોબાઈલ વગેરે પર જોએલી ફિલ્મનો અપાયેલો મત રદ્દ કરી દેવાય છે. સંકેત સ્પષ્ટ છે, ફિલ્મનો સંપૂર્ણ આસ્વાદ સિનેમાઘરમાં જ લઈ શકાય છે. શશિ કપૂર દ્વારા નિર્મિત અને અપર્ણા સેન દ્વારા દિગ્દર્શિત જેનિફર કેન્ડલ કપૂર અભિનીત ફિલ્મ ''35 ચોરંઘી લેન''ની સભ્યોએ પ્રશંસા કરી હતી. આ ફિલ્મને વયોવૃદ્ધ વ્યક્તિના એકાંતવાસના શ્રદ્ધાગીત તરીકે રચવામાં આવી હતી. આ ભારતીય ફિલ્મ વિદેશી ભાષામાં બનેલી ફિલ્મની શ્રેણીમાં સામેલ કરાઈ હતી, પરંતુ અંગ્રેજી ભાષામાં બનેલી હોવાના કારણે તેને ટેક્નીકલ ચૂક માનવામાં આવી અને ફિલ્મ પુરસ્કારથી વંચિત રહી ગઈ. મહેબુબ ખાનની ''મધર ઈન્ડિયા''માં ઑસ્કર મતદારો એ સમજી શક્યા નહીં કે વ્યાજખોર મહાજન દ્વારા અપાયેલો લગ્નનો પ્રસ્તાવ નાયિકાએ શા માટે ફગાવી દીધો, કેમ કે આ લગ્ન દ્વારા તે આર્થિક સંકટથી મુક્ત થઈ શકે એમ હતી.

મતદારો એ પણ સમજી શક્યા નહીં કે, તેનો પતિ ઘર છોડીને જતો રહ્યો છે અને તે આજે પણ તેના નામનું સિંદૂર પૂરે છે. જો, ફિલ્મની સાથે ભારતીય લગ્ન પરંપરાની માહિતી પણ મોકલવામાં આવતી તો કદાચ તેને પુરસ્કાર મળી જતો. આપણા ફિલ્મ ઉદ્યોગ કે સરકારે અમેરિકામાં ફિલ્મ વિભાગ સ્થાપવો જોઈએ, જેથી ફિલ્મની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિનો ખુલાસો કરી શકાય. ઑસ્કર મળતાં ભારતીય ફિલ્મને અનેક દેશોમાં પ્રદર્શિત કરી શકાયછે અને નાણા કમાઈ શકાય છે. જો આ આર્થિક પક્ષને નજર અંદાજ કરીએ તો કહી શકાય કે, ઑસ્કર મિલ ભી જાએ તો ક્યા હૈ? ઉલ્લેખનીય છે કે, કોરિયાની ફિલ્મ ''પેરાસાઈટ'' આખી દુનિયામાં બતાવવામાં આવી અને કોરિયાને પણ આર્થિક ફાયદો થયો. હથિયાર અને સંકુચિત માનસિક્તા વેચવા કરતાં ફિલ્મ વેચવું સારું છે.
ફિલ્મ સમીક્ષક

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો