તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘જે થાળીમાં છે તે જ ખાવું પડશે’ હું આ વાક્ય ક્યારેય નહીં ભૂલી શકું. કારણકે મોટા હોવા છતાં મને આ દરેક જગ્યાએ સાંભળવા મળ્યું છે પછી એ મારું ઘર હોય, નાના-નાની, દાદા-દાદીનું.અમને સવારે 7:30 વાગ્યે બ્રેકફાસ્ટ ,બપોરે 12:30 વાગ્યે લંચ, અને સાંજે 5:30 ડિનર મળતું હતું. અને પછી રસોઈ બંધ કરી દેવામાં આવતી હતી. પોંગલ તેમજ દિવાળી જેવા તહેવારોને છોડીને બાકીનું આખું વર્ષ બ્રેકફાસ્ટમાં ‘પયડ઼દુ’( વાસી ભાત પાણીમાં પલાળીને પછી તેને દહીં ભેળવીને વઘાર કરીને અથાણાંની સાથે પીરસવામાં આવતી વાનગી માટેનોતમિલ શબ્દ )મળતું હતું. ‘પયદડું’ની વાર્તા પેઢીઓથી સાંભળવામાં આવી રહી છે. અનેતે તેટલી જૂની વાનગી છે જેટલો આ વિષય. સામાન્ય રીતે અમારા ઘરમાં વધારે ભાત બને છે એટલે મહેમાન આવવા પર તરતન બનાવવો પડે. એટલે જ ‘પયદડું’ ચલણમાં આવ્યું હશે. આ ઘણી પરંપરાગત ફોર્મ્યુલા છે. રાત્રે બચેલા અને રાંધેલા ભાત પાણીમાં પલાળીને રાખી દેવામાં આવે છે. બીજા દિવસે સવારે ભાત ને પાણીથી અલગ કરીને પછી તેમાં બંનેમાં આદુ( પેટની તકલીફ દૂર કરે છે) અને મીઠા લીમડાના પાન (આમાં સપ્લિમેન્ટ હોય છે )જોડે તલ (જે હૃદય અને શરીર માટે ઠંડક આપે છે) તેલનો વઘાર અલગ કરીને તેને દહીંની સાથે વાત ખાઈ શકો છો. અને વઘાર વાળું પાણી પી શકો છો.આજે પણ મારા ઘરમાં માત્ર હું આ જ ખાવું છું જેનાથી મારું ફેમિલી મારી ઘણી ટીકા કરે છે. પછી મેં તેમને દરરોજ પલાળેલા ભાત ખાવા માટે અમેરિકન ન્યુટ્રીશન એસોસિયેશન (એ.એન.એ) બતાવેલા ફાયદા ગણાવ્યાં.
એએનએ એમ કહે છે કે આ શરીરને હળવું અને ઉર્જાવાન રાખે છે .થાક ઓછો લાગે છે શરીરમાં ગુણકારી બેક્ટેરિયા પેદા થાય છે .પેટની તકલીફો ખતમ થાય છે. શરીરની હાનિકારક ગરમી ઓછી થાય છે. કારણ કે તે ફાઇબર યુક્ત હોય છે એટલા માટે કબજિયાત અને શરીરની સુસ્તી ખતમ કરે છે. આનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં હાઇપર ટેન્શન ઓછું થાય છે. એલર્જી થવાની સમસ્યાઓ અને સ્કિનની બીમારી ઓછી થાય છે. અને શરીર પર ફોલ્લાં ઓછા થાય છે .આનાથી નવા સંક્રમણ નથી થતાં. અને યુવાન દેખાવમાં પણ મદદ મળે છે. એએનએ એ જણાવ્યું કે આને ખાવાથી ચા-કોફીની ઈચ્છા ઓછી થાય છે. આમાં વિટામીન બી-12 ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી વધેલા ભાત ક્યારેય ફેંકવા નહીં. આ ખૂબ તંદુરસ્ત નાસ્તો છે. અમેરિકનોને આના પર એટલો વિશ્વાસ છે કે વર્ષ -2009માં એક સ્ટાર્ટપ 1 ડોલરમાં 1 લીટર બોટલમાં મોર્નિંગરાિસ ના નામથી આ વેચી રહ્યાં છે.
આ શુક્રવારે ‘પયદડુ’ ઉપર મારો વિશ્વાસ વધુ મજબૂત થઈ ગયો જ્યારે મેં સાંભળ્યું કે તમિલનાડુ સ્વાસ્થ્ય વિભાગ 2.7 કરોડ રૂપિયાના ખર્ચે નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે. જે ક્રોન રોગ અને અલ્સરેટિવ કોલાઇટિસ જેવી ઈંફલેમેટરી લેવલ ડિસિસ ,આઈ.બી.ડી (આંતરડા માં બળતરા સોજા થવા સંબંધિત બિમારી) માં ફર્મેન્ટેન્ડ ભાતના પ્રોવાયોટિક્સ ઈફેક્ટ નું સ્ટડી કરશે. ત્રણ વર્ષ સુધી ચાલવાવાળા રિસર્ચમાં 600 જેટલા દર્દીઓ સામેલ થશે. આઈબીડીના ઇલાજમાં સામાન્ય રીતે સ્ટીરોિ ઈમ્યુનિટી ઓછી કરવાની અને કેન્સર પ્રતિરોધક દવાઓ તથા ક્યારેક ક્યારેક સર્જરી પણ ઉપયોગ કરવામાં આવે છે. જોકે ચેન્નાઈના સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલના સર્જીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિબાગ સર્જરીનો વિ કલ્પ ઓછો અપનાવે છે. અને દર્દીઓને સામાન્ય દવાઓ ની સાથે ફર્મેન્ટેન્ડ ભાત ખાવાનું કહે છે. ફંડા એ છે કે આપણા માટે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે આપણે આપણા દાદી નાનીની ભોજનની આદતો અપનાવી. અથવા તો હાલની જે ડાયટ ઉપર રહીએ. ત્યાં સુધી કે વિજ્ઞાન પણ માને છે કે આપણે વિતેલી કાલથી ઘણું શીખી શકીએ તમારું શું માનવું છે? raghu@dbcorp.in
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.