પરદે કે પીછે / યાત્રા : જીવનની અનેક વાસ્તવિક્તાઓનો બોધપાઠ

Travel: Lessons from the many realities of life
X
Travel: Lessons from the many realities of life

જયપ્રકાશ ચોક્સે

May 21, 2020, 11:24 AM IST

અસંખ્ય લોકો આખો દિવસ ચાલી રહ્યા છે અને રાત્રે જ્યાં જગ્યા મળે ત્યાં ઊઘીં રહ્યા છે. મુંબઈથી રીક્ષામાં રવાના થયેલા લોકો રીક્ષા પર ચાદર લગાવીને તેને શયનકક્ષ બનાવી રહ્યા છે. દેશના ભાગલા સમયે માનવ કષ્ટની કથાઓ લખાઈ હતી. એક રૂમમાં ટાટના પદડા લગાવીને શયનકક્ષ બનાવાયા હતા. મન્ટોની સ્ટોરી ‘નંગી આવાઝેં’ આ પ્રકારની કરુણ કથા છે. રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’માં પણ આવું એક દૃશ્ય છે. બાળક મિલ્ખાને તેનો બનેવી મારે છે અને ટાટના પડદા પાછળ વાસનાથી ઘેરાયેલો વ્યક્તિ પોતાની પત્નીને મારે છે તો કિશોર મિલ્ખા રક્ષા માટે પહોંચી જાય છે. સંકટના સમુદ્રમાં વાસનાની લહેર આવવી કંઈક વિચિત્ર લાગે છે. કેટલીક રચનાઓમાં મૃત્યના ક્ષણને અભિસારની વેળા તરીકે પ્રસ્તુત કરાઈ છે. કોણ જાણે કેવી રીતે મૃત્યુને પ્રેમિકા માનવામાં આવ્યું છે અને તેની સાથે આલિંગનબદ્ધ થવાને ચરમ આનંદની દશા દર્શાવાયો છે. વિજય આનંદની ફિલ્મ ‘નૌ દો ગ્યારહ’માં હીરોને માહિતી મળે છે કે, તેના દૂરના સંબંધીએ પોતાની વસિયતમાં તેને સંપત્તિનો વારસદાર બતાવ્યો છે. તે મિત્ર પાસેથી પૈસા ઉધાર લઈને એક જૂની સ્ટેશન વેગન ખરીદે છે. આ ગાડી ઓછે વત્તે અંશે ‘રાગ દરબારી’માં પ્રસ્તુત ટ્રક જેવી છે, જે ચાલતા-ચાલતા અવાજ કરે છે. આ ગાડી વયોવૃદ્ધ વ્યક્તિની જેમ થોડીવારમાં જ હાંફવા લાગે છે. એક કન્યા તેની મરજી વિરુદ્ધ કરાવાઈ રહેલા લગ્નમાંથી ભાગીને હીરોની ગાડીમાં છુપાઈ જાય છે. બંને વચ્ચે ઝઘડો થાય છે અને પછી પ્રેમ પણ થઈ જાય છે. ફિલ્મ ‘નૌ દો ગ્યારહ’માં સચિવ દેવ બર્મને સુમધુર સંગીત આપ્યું હતું. જેમાં ‘હમ હેં રાહી પ્યાર કે, હમ સે કુછ ન બોલિએ, જો ભી પ્યાર સે મિલા, હમ ઉસી કે હો લિએ’ ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. લગ્નમંડપમાંથી ભાગી ગયેલી દુલ્હનની કથાથી પ્રેરિત અનેક ફિલ્મો બની છે. આનંદ એલ રાયની ‘હેપ્પી ભાગ જાયેગી’ અત્યંત મનોરંજનક ફિલ્મ હતી. મરાઠી ભાષાની કથા ‘પંઢરપુરચી યાત્રા’માં ભક્તોમાં સામેલ એક વ્યક્તિ એક મહિલાના ઘરેણા ચોરી કરવાના અનેક પ્રયાસ કરે છે. દરેક વખત એક બાળક તેનો ખેલ બગાડી નાખે છે. તેને આશ્ચર્ય થાય છે કે, આ બાળકને તેણે ક્યારેય યાત્રીઓમાં જોયો જ નથી. અંતમાં ઈશ્વરની મૂર્તિમાં તેને એ રહસ્યમય બાળકની છબી દેખાય છે. તેને જીવનનો માર્ગ મળી જાય છે. તે દર વર્ષે યાત્રીઓની સેવા કરે છે. એક લગન જ જીવનને ઉદ્દેશ્ય આપે છે. આશ્ચર્ય એ વાતનું છે કે, અમરનાથ યાત્રા પર કથાઓ નથી લખાઈ, ફિલ્મો નથી બની. મુંબઈમાં એક વકતે મેં એક ટેક્સી ડ્રાઈવરને થોડી ઝડપથી કાર ચલાવવા કહ્યું તો તે બબડ્યો હતો કે, ‘બધા જલદી કરે છે, પરંતુ તેણે ક્યારેય કોઈને પહોંચતા જોયા નથી. દરેક ગલી, નાકે એક સુરકાર છુપાઈને બેઠો છે, પરંતુ શોધનારાનો દુષ્કાળ પડેલો છે.’ વર્તમાન વિસ્થાપનના સમયમાં દરેક પ્રકારના વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પગપાળા ચાલનારાની સંખ્યા ઘણી વધારે છે. તેમના પગમાં જ નહીં પરંતુ અવાજોમાં પણ છાલા પડી ગયા છે. કાળજામાં સિસ્કારા દબાઈને રહી જાય છે. એક જુનું ગીત છે - ‘તુને દેખા ન હોગા યે સમા, કૈસા જાતા હૈ દમ કો દેખ લે, હો સકે તો આકર હમકો દેખ લે..’. મુંબઈમાં ટેક્સી અને રીક્ષાના બે રંગ હોય છે, કાળો અને પીળો. ત્યાંના નાગરિક તેમને કાળી-પીળી ટેક્સી કહે છે. આ રીતે વિસ્થાપનની યાત્રાને પોતાનો રંગ પણ મળી ગયો છે. નિરક્ષરતાની હદ એ છે કે, શરીર વેચીને પેટ ભરનારી દુ:ખિયારી મહિલાઓને પણ ‘ટેક્સી’ કહેવામાં આવે છે. એક સમયે શશિ કપૂરે એટલી બધી ફિલ્મોના કરાર કરી લીધા હતા કે, તેઓ ચાર નિર્માતાઓને રોજના ચાર-ચાર કલાકનો સમય આપતા હતા. રાજ કપૂર પોતાના નાના ભાઈને ‘ટેક્સી’ કહેવા લાગ્યા હતા. જોન અબ્રાહમ અને નાના પાટેકર અભિનીત ફિલ્મનું નામ ‘ટેક્સી નં.9211’ હતું. આ રોચક ફિલ્મમાં એક વસિયતની હેરાફેરીની કથા છે. કોણ જાણે યાત્રાઓ અને વસિયત કેવી રીતે જોડાઈ જાય છે, જ્યારે કે યાત્રાનો અનુભવ ખુદ એક ખજાનાથી ઓછો નથી. ગ્રીક નાયક યુલિસિસ અનેક દેશો જીતીને પાછો ફર્યો તો તેની માતાએ કહ્યું કે, એ દેશોની યાત્રા એક સામાન્ય નાગરિક તરીકે કરવાથી તેને નવા અનુભવો પ્રાપ્ત થશે. તેનાથી જ પ્રેરિત રચના જેમ્સ જોયસની ‘યુલિસિસ’ છે. યુલિસિસમાં અનેક અર્થના પડ છે અને તેના પર અનેક ગ્રંથો લખાયા છે. તમામ યાત્રા સાહિત્યમાં યાત્રાને ગરિમા મંડિત કરાઈ છે. ભૂખ, તરસ અને સામાન્ય સુવિધાઓથી વંચિત યાત્રાના કષ્ટને ગરિમા મંડિત ન કરીને તેની ભયાનક વાસ્તવિક્તાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
ફિલ્મ સમીક્ષક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી