તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જીવન-પથ:આજે છૂટછાટ સાથેની સાવધાની જરૂરી

16 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

સુકાયેલા દરિયામાં પથરા નાખીને માછલી પકડી રહ્યા છે લોકો. પાંડવો સાથેના યુદ્ધમાં કૌરવોની સ્થિતિ લગભગ આવી જ હતી. તેઓ જેને પોતાનો ધર્મ જણાવતા હતા, તે જ સૌથી મોટો અધર્મ હતો. મહાભારતના યુદ્ધના દસમા દિવસે જ્યારે ભીષ્મ અર્જુનના બાણોથી ઘાયલ થઈને નીચે પડી ગયા તો તેમણે કહ્યું કે, મારા સમગ્ર શરીરમાં બાણ લાગી ચૂક્યા છે, મારી ચારેય તરફ ખાડો ખોદી દો. જ્યાં સુધી દેહ ત્યાગનો સમય આવતો નથી, હું સૂર્યની ઉપાસના કરીશ. દુર્યોધને અનેક વૈદ્ય બોલાવ્યા જે બાણ કાઢવામાં નિપુણ હતા. ત્યારે ભીષ્મે કહ્યું હતું કે, તેમને સન્માનપૂર્વક વિદાય કરી દો. આ અવસ્થામાં મારે તેમનું કામ નથી. ભીષ્મની વાત આપણા માટે મોટો સંદેશો છે. જીવનમાં અનેક ઘટનાઓ એવી ઘટે છે, જેના પાછળનો અર્થ જોવાની સમજ હોવી જોઈએ. મહામારી દરમિયાન કેટલીક પરિસ્થિતિઓ એવી બની ગઈ છે, જેમાં આપણું ધન પણ કામ નહીં લાગે કે, સુવિધાઓ પણ. કામ આવશે ભીષ્મની જેમ શરશૈયાનું તપ, જેને આજની પરિસ્થિતિમાં સાવધાની કહી શકાય છે. આપણે પણ સમજી લેવાનું છે કે, અત્યારે જીવનમાં દરેક દૃષ્ટિએ સાવધાનીની જરૂર છે, નિયમપાલન અને નિયમોમાં છૂટછાટ વચ્ચે સંતુલન સ્થાપવું જ સૌથી મોટી સાવધાની હશે. humarehanuman@gmail.com જીવન પથ કોલમ પં. વિજયશંકર મેહતાજીના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે 9190000072 પર મિસ્ડ કોલ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો