મેનેજમેન્ટ ફંડા / આજે ‘ભૂગોળ’ને ‘ઈતિહાસ’ બનાવવાનો સમય

Today is the time to make geography a history
X
Today is the time to make geography a history

એન રઘુરામન

May 21, 2020, 11:18 AM IST

આજે જ્યારે આખી દુનિયા ઘરોમાં છે અને અનેક બાબતો અટકી ગઈ છે, આવી સ્થિતિમાં કેટલાક લોકો ‘ભૂગોળ’ (અંતર સમજવું)ને ‘ઈતિહાસ’માં બદલીને વર્તમાન કપરા સંજોગોમાં નફો રળી રહ્યા છે. તેઓ એવી જગ્યાએ પહોંચી રહ્યા છે, જ્યાં જવાની તેમણે એ સમયે કલ્પના પણ કરી ન હતી, જ્યારે સામાન્ય દુનિયા તેજ ગતિએ ચાલતી હતી. તેમણે પોતાના ભૌતિક ઉત્પાદનોને દુકાનો પર ન વેચીને ટેક્નોલોજી અપનાવી છે. કેટલાક ઉદાહરણ જૂઓ -
પ્રથમ સ્ટોરી: લગભગ એક વર્ષ પહેલા કાએરો ફૂડ્સે હૈદરાબાદમાં ડેરી ઉત્પાદન શરૂ કર્યું હતું, જેમાં આઈસક્રિમનો પણ સમાવેશ થાય છે. શહેરના કેટલાક ભાગમાં જ સેવાઓ ચાલુ કરી હતી અને સમયની સાથે આગળ વધવાની યોજના હતી. પ્રથમ લોકડાઉનના પ્રથમ સપ્તાહમાં જ તેણે ખુદને ‘ફાર્મ ટૂ હોમ’ (ખેતરથી ઘરે) સેવામાં બદલી નાખી. તેણે એક એપ બનાવી, જેના પર સર્વોચ્ચ ગુણવત્તાની શાકભાજી મુકી, સ્થાનિક ખેડૂતો પાસેથી ખરીદીની હૈદરાબાદ અને સિકંદરાબાદના દરેક ખૂણામાં સપ્લાય ચાલુ કરી દીધી. તેણે ઉપલબ્ધ લોજિસ્ટિક્સ શોધીને લોકડાઉનમાં સખત મહેનત કરી તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. માત્ર શાકભાજી પુરતા જ મર્યાદિત ન રહેવાને બદલે એક મોટી બેકરી સાથે કરાર કરીને ત્યાંની સારી ગુણવત્તાવાળી બ્રેડની સપ્યાલ પણ શરૂ કરી. પછી એક નિકાસકાર પાસેથી ઈંડા લઈને એપ પર વેચવાનું શરૂ કર્યું. કુલ મળીને કંપનીએ ગ્રાહકોએ માગેલી દરેક વસ્તુઓ સપ્લાય કરી, કોઈ પણ વસ્તુ માટે ‘ના’ પાડી નહીં.
બીજી સ્ટોરી: જગદીશ સુનાગડના પિતાની કર્ણાટકના બીજાપુર પાસે 15 એકર જમીન છે. જગદીશ એમબીએ છે અને તેનાથી એ સહન થતું ન હતું કે લાખોની કિંમતની ડુંગળી, તરબુચ, કેળા અને રિંગણ બરબાદ થઈ જાય અને ખેડૂતો હતાશ થઈને વચેટિયાઓને વેચી દે. આજે બસાવના બાગેવાડી હોર્ટિકલ્ચર ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સીઈઓ જગદીશ સમગ્ર દક્ષિણ વિસ્તારમાં માગ અને સપ્લાય પર નજર રાખે છે અને 22 ગામના 1000 ખેડૂતોના પાકનું મેનેજમેન્ટ કરે છે. તેઓ પોતે જ લોજિસ્ટિક્સ મેનેજર બીનેને ખેડૂતોને શક્ય તમામ ફાયદો અપાવી રહ્યા છે.
ત્રીજી સ્ટોરી: દુનિયાભરમાં બ્લોક પ્રિન્ટવાળા વિવિધ રંગો, ચિત્રો અને સંદેશાની ડિઝાઈનવાળે, સ્કિન-ફ્રેન્ડલી કાપડથી બનેલા ફેશનેબલ માસ્કની ડિમાન્ડ વધી છે. ગયા શનિવારે કેન્દ્રએ ભારતમાંથી નોન સર્જિકલ અને મેડિકલ માસ્કની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો, ત્યારે જયપુરની ટેક્સટાઈલ નિકાસકારો પાસે માત્ર બે દિવસમાં જ 5 લાખ માસ્કની માગ આવી ગઈ. અને વૈશ્વિક બજાર ખુલી ગયા છે, એટલે તેમને ટૂંકા ગાળામાં આ માસ્ક જોઈએ છે. બજારની માગ છે કે, માસ્ક શુદ્ધ કોટનમાંથી બનેલા હોય અને તેમાં થોડું ઓર્ગેનિટ ડાયિંગ અને પ્રિન્ટિંગ પણ કરેલું હોય. અનેક ધંધાર્થીઓ માટે ટેક્સટાઈલ બિઝનેસથી અલગ કામ હશે, પરંતુ માસ્કની માગે તેમને એ ‘ભૂગોળ’માં પહોંચાડી દીધા, જેની તેમણે ક્યારેય કલ્પના નહીં કરી હોય.
ચોથી સ્ટોરી: એક વર્ષ પહેલા શેફ અચિંત્ય આનંદે ખેતી કરવાનો નિર્ણય લીધો, કેમ કે તેને રેસ્ટોરન્ટ્સ, હોટલોને સારી ગુણવત્તાની શાકભાજી સપ્લાય કરવામાં મોટી તક દેખાઈ. માત્ર 11 મહિનામાંજ લોકડાઉને તેની આશાઓ પર પાણી ફેરવી દીધું. જોકે, લોકડાઉનના પ્રથમ સપ્તાહમાં જ તેણે એક વેબસાઈટ ‘orders.krishicress.com’ બનાવી અને ઘેર-ઘેર શાકભાજીની સપ્લાય શરૂ કરી દીધી. તેમણે પણ સપ્લાયમાં વાહનની મુશ્કેલી નડી પરંતુ તેમણે હોંશિયારીથી તેનો ઉકેલ શોધી કાઢ્યો. સાથે જ તેમને ફરિદાબાદ અને છતરપુરના ખેતરોની આજુબાજુમાં ગ્રાહક મળવા લાગ્યા, જે એવી ‘ભૂગોળ’ હતી, જ્યાં તેઓ ફાર્મિંગ બિઝનેસની શરૂઆતના દિવસોમાં જ સેવા આપવા માગતા હતા.
ફંડા એ છે કે, ટેક્નોલોજીને અપનાવો, લોજિસ્ટિક્સના મેનેજમેન્ટને સંભાળો અને ‘ભૂગોળ’(અંતર)ને ઈતિહાસ બનાવો.
મેનેજમેન્ટ ગુરુ

[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી