તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેનેજમેન્ટ ફંડા:એ બાબતો જે દેશ અને પરિવારને મજબૂત બનાવે છે

14 દિવસ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

જો તમે એક મહિલા છો, જે ખુદના પરિચયમાં “હું તો માત્ર હાઉસવાઈફ છું’ કહે છે કે તમે કોઈ એવી વ્યક્તિને મળ્યા છો, જે ખરાબ સેવા કે કાર્યકુશળતાને સાચી ઠેરવવા માટે મજાક કરે છે કે, “ચાર આનાની ચામાં માખી નહીં તો શું હાથી મળશે’, તો તેના પર પોતાનો એક અભિપ્રાય બનાવતા પહેલા તમારે આ માહિતી જાણવી જરૂરી છે. દરેક મહિલા, જેને ક્યારેક આપણે ગૃહિણી કહીએ છીએ, દરરોજ લગભગ 299 મિનિટ પોતાનાં પરિવારના સભ્યોને પગાર વગરનું (જેનું ચુકવણું થતું નથી) ઘરેલુ સેવાઓ આપે છે. જ્યારે પુરુષ આવું કામ 97 મિનિટ કરે છે. આ જ રીતે, દરરોજ મહિલાઓ 234 મિનિટ પગાર વગરની સારસંભાળ સેવાઓ પાછળ ખર્ચ કરે છે, જ્યારે પુરુષ 76 મિનિટની સેવાઓ આપે છે. આ ગતિવિધિઓ પાછળ દરરોજ વપરાતા કુલ સમયમાં ભારતમાં આ તસવીર બને છે કે, મહિલાઓ દરરોજ ક્રમશ: 16.9% અને 2.6% સમય પગાર વગરની સેવાઓ અને પરિવારના સભ્યોની સારસંભાળ પાછળ ખર્ચ કરે છે. જ્યારે પુરુષો માટે આ આંકડો 2%થી પણ ઓછો છે.

આ આંકડા આંકડા કચેરી દ્વારા “ટાઈમ યુઝ ઈન ઈન્ડિયા-2019’ શીર્ષક અંતર્ગત જાહેર કરાયા છે. આ મંગળવારે સુપ્રીમ કોર્ટના જજ એન.વી. રમણ અને જજ સૂર્યકાંતે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઘરમાં મહિલાઓના કામની કિંમત તેમના ઓફિસે જતા પતિથી ઓછી નથી. સાથે જ કોર્ટે એ દંપતિના સગાસંબંધીઓનું વળતર વધારી આપ્યું, જે દિલ્હીમાં એપ્રિલ, 2014માં મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમના સ્કૂટરને એક કારે ટક્કર મારી હતી.

જસ્ટિસ રમણે કહ્યું કે, “એક વ્યક્તિ, જે સામાન્ય રીતે મહિલા જ હોય છે, ઘરેલુ કાર્યોમાં આટલો વધુ સમય અને મહેનત કરે છે, તેને જોઈને આશ્ચર્ય થતું નથી, કેમ કે હોમ મેકર (ઘરનું કામ કરનારી/કરનારા) પાસે અસંખ્ય કામ હોય છે, જેમ કે, પરિવાર માટે જમવાનું બનાવવું, કરિયાણું અને બીજી જરૂરી વસ્તુઓ ખરીદવી, ઘર સાફ અને વ્યવસ્થિત રાખવું, સજાવટ કરવી, સુધારો અને મેઈન્ટેનન્સ કામ, બાળકોની જરૂરિયાતો પૂરી કરવી અને બીજા અનેક કામ હોય છે. તેમણે કહ્યું કે, ગ્રામીણ પરિવારોમાં તો હંમેશા લણણી, વાવણી અને પશુઓની સારસંભાળ વગેરે પણ કરે છે. કોર્ટે કહ્યું કે, એટલા માટે જ હાઉસવાઈફ માટે અંદાજિત આવક નક્કી કરવાનો એક જરૂરી કારક છે, અને તે એ અસંખ્ય મહિલાઓને ઓલખ આપે છે, જે પોતાની મરજીથી કે સામાજિક/ સાંસ્કૃતિક નિયમોના કારણે આ ગતિવિધિમાં જોડાયેલી છે. આ જ દિવસે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દુનિયા સસ્તા અને ટકાઉ ઉત્પાદનોની શોધમાં છે. તેમણે કહ્યું કે, “આત્મનિર્ભર ભારત’ અભિયાન, પ્રમાણ અને સ્તરના બે સિદ્ધાંતો પર ટકેલું છે. તેમણે કહ્યું કે, “આપણે વધુ બનાવવા માગીએ છીએ, સાથે જ ગુણવત્તાપૂર્ણ ઉત્પાદન બનાવવાના છે. ભારત લોકોનાં દિલમાં સ્થાન મેળવે તેવાં ઉત્પાદનો બનાવવા માગે છે. દુનિયા એક દેશ તરીકે ભારત પર ભરોસો રાખે છે. મારી તમને વિનંતી છે કે, તમે જે કોઈ ઉત્પાદન કે સેવા આપો, તેમાં ઝીરો ડિફેક્ટ (શૂન્ય ખામી) અંગે વિચારો’.

સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય અને વડાપ્રધાનનું નિવેદન આપણા સમાજને સ્પષ્ટ સંકેત આપે છે કે, આ દેશના કાયદા અને અદાલતો માને છે કે, હોમ મેકર્સના બલિદાન અને ઉત્પાદનો કે સેવાઓમાં “ઝીરો ડિફેક્ટ’થી જ દુનિયા આપણને સ્વીકારશે. આ સિદ્ધાંત પરિવાર અને આગળ જતાં દેશને મજબૂત બનાવશે. ફંડા એ છે કે, આ દેશના દરેક વ્યક્તિએ આ બંને અભિપ્રાયને ગંભીરતાથી લેવા જોઈએ, કેમ કે એક આપણા પરિવારને મજબુત કરીને ખુશી આપે છે અને બીજો આપણા દેશને આર્થિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત બનાવે છે. યાદ રાખો, અનેક ખુશ પરિવાર જ ભેગામળીને દેશને ખુશહાલ બનાવે છે. મેનેજમેન્ટ ગુરુ, raghu@dbcorp.in

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser