તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપણે સૌ પોતાનાં સ્વજનો અને ગ્રાહકોને તહેવારો દરમિયાન ગિફ્ટ હેમ્પર આપીએ છીએ. મારા જેવા દક્ષિણ ભારતીય માટે ઉપહાર આપવાની પ્રક્રિયા મધ્ય જાન્યુઆરીથી જ શરૂ થઈ જાય છે, જ્યારે અમે ‘પોંગલ’ ઉજવીએ છીએ, જે દક્ષિણમાં પાકની લણણીનો મોટો તહેવાર છે. ધનિક અને મધ્યમ વર્ગ સાથે જોડાયેલા મારા અનેક મિત્ર મને ગિફ્ટ હેમ્પરના આઈડિયા પુછે છે અને પોતાનું બજેટ જણાવે છે. દર વર્ષે મને કોઈને કોઈ શાનદાર અને અલગ વિચાર મને પછાડીને ચકિત કરી દે છે. અને 2021 પણ આવું જ રહ્યું. બે લોકોએ પોતાના કામ કે પછી તેઓ આ વર્ષે શું કરવાના છે, તેની જાહેરાત કરીને વર્ષના પ્રથમ દિવસે જ મને હરાવી દીધો.
પ્રથમ વ્યક્તિ : તેમની ઉંમર 80 વર્ષ છે અને નિચલા મધ્યમવર્ગ પરિવારના છે. સેનામાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા, ત્યાં જ તેમનાં પત્ની શિક્ષિકા હતાં. ભયાનક ગરીબી સાથે જોડાયેલી જીવનની કઠોર વાસ્તવિકતાઓને લીધે તેમને બાળપણમાં જ સ્કૂલ છોડવી પડી હતી. વર્ષો સુધી ગરીબીવાળું બાળપણ જોયા પછી પોતાની સ્થિતિ સુધરતાં તેઓ ગરીબોની સેવા માટે પ્રેરિત થયા હતા. કરકસરવાળું જીવન પસાર કરતા દંપતીએ થોડી બચત કરી અને 1981માં લગભગ 11 હજાર ચોરસફૂટ જમીન ખરીદી. પછી તેમણે 600 ચોરસફૂટમાં પાંચ ઘર બનાવ્યા, જેમાંથી દરેકની કિંમત એ જમીન પર લગભગ રૂ.7 લાખ છે. આ વર્ષે 31 ડિસેમ્બર, 2020ના રોજ તેમણે એ ઘર નવા વર્ષની ભેટ તરીકે પાંચ નિરાધાર પરિવારોને આપી દીધા. મળો કેરળના થ્રિસુર રહેવાસી કોરટ્ટી વર્ગીસ અને તેમનાં પત્ની ફિલોમેનાને. નિવૃત્તિ પછી વર્ગીસ એ જમીન પર ખેતી કરવા લાગ્યા, જે તેમને વારસામાં મળી હતી, જ્યારે ફિલોમેનાને નજીકની સ્કૂલમાં ક્રાફ્ટ ટીચરની નોકરી મળી. રસપ્રદ વાત એ છે કે, તેઓ બંને ભાડાના મકાનમાં રહે છે.
બીજો વ્યક્તિ : તે 18 વર્ષની ઉંમરમાં ક્વાડ્રીપ્લેજિઆનો ભોગ બની ગઈ. જેમાં શરીરના ખભાથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ જાય છે, જે કરોડરજ્જુને નુકસાન થવાથી થાય છે. દુર્ઘટના પછી છેલ્લા 22 વર્ષથી પ્રીતિ શ્રીનિવાસને અનેક તકલીફો સહન કરી છે. તેને જાણવા મળ્યું કે, દેશમાં એક પણ એકીકૃત સ્પાઈનલ રીહેબિલિટેશન સેન્ટર નથી. આથી તે ભગવાન ગણેશના ભાઈ ભગવાન કાર્તિકના મંદિરના શહેર તિરુવન્નમલાઈમાં 1 ફેબ્રુઆરી, 2021થી આવું કેન્દ્ર સ્થાપવા જઈ રહી છે. આ કેન્દ્રમાં ક્વાડ્રીપ્લેજિઆના ઈલાજમાં સંપર્ણ ચિકિસ્તાનો ઉપયોગ કરાશે, જેમાં એલોપથીની સાથે આયુર્વેદ, જળ ઉપચાર, યોગ, ચિત્રકામ, સંગીત અને સલાહને સામેલ કરાશે. દર્દી પોતાની માતા સાથે રોકાઈ શકશે. અહીં 60 લોકો રોકાઈ શકશે. અત્યારે 10-15 દર્દી સાથે શરૂઆત કરાશે. તમિલનાડુ સરકારે લીઝ પર જમીન આપી છે, જેના પર 16 હજાર ચોરસફૂટની ઈમારત હતી, જેનું રીપેરિંગ કરાયું છે. કદાચ આ દેશનું પ્રથમ એકીકૃત સ્પાઈનલ રિહેબિલીટેશન કેન્દ્ર બનશે. એવો વિચાર, જેમાં વ્યક્તિ વિચારે કે, ‘જે તકલીફ મને પડી, તે બીજાને ન પડે’, તે એક નેક વિચાર છે. ફંડા એ છે કે, તમે જે કંઈ પણ આપો, ગિફ્ટ હેમ્પર કે કંઈ બીજું, તેમાં જો તેમની સમસ્યાનું સમાધાન છે તો ઉપહારની કિંમત લાખો ગણી વધી જાય છે. raghu@dbcorp.in
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.