તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પરદે કે પીછે:અફવાઓ-આરોપોનું બજાર અને અદાલત!

16 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

આદિત્ય ચોપરાની સાથે 40 ફિલ્મ નિર્માતાઓએ દિલ્હીની અદાલતમાં અપીલ કરી છે કે, ટીવી પર ફિલ્મવાળા વિરુદ્ધ અસત્ય અને અફવાઓ ફેલાવનારાની વેબસાઈટ પરથી પણ તેમણે મોકલેલો કચરો દૂર કરવામાં આવે. અત્યારે તંત્ર દુવિધામાં છે કે, તે આ અફવા ફેલાવનારાની સુરક્ષા કરે કે અદાલતના આદેશને મરજી ન હોવા છતાં સ્વીકારે. તંત્રનો આશ્રય આ લોકોને જ પ્રાપ્ત હતો ‘જેમણે ફિલ્મ નિર્માતાઓનો દુપટ્ટો છીનવી લીધો''. હકીકતમાં પ્રજા પણ આવી અફવાઓનો ભરપૂર આનંદ ઉઠાવે છે.

ઉલ્લેખનીય છે કે, હેડ્ડા હોપર નામના પત્રકારે હોલિવૂડમાં ગોસિપ લખવાની શરૂઆત કરી હતી. રાજેશ ખન્નાના સમયમાં દેવયાની ચોબલ ગોસિપ ક્વિન હતી અને રાજેશ ખન્નાના દરબારમાં તેને ઊંચુ સ્થાન અપાયું હતું. દેવયાનીનો જન્મ ગ્વાલિયરના કોઈ મોટા સામંતવાદી ઘરાણામાં થયો હતો. તે મુંબઈમાં એક ક્લબમાં રૂમ લઈને રહતી હતી. આ રીતે રેડિયો પર ક્રિકેટનો આંખે દેખ્યો અહેવાલ સંભળાવાની શરૂઆત કરનારા એ.એફ.એસ. તાલ્યરખાન પણ આજીવન ક્લબમાં જ રહ્યા છે. તેઓ એકલા જ પાંચ દિવસની કોમેન્ટ્રી રેડિયો પર આપતા હતા. તેમનો અંદાજે-બયાં પણ એવો રહેતો હતો કે, રેડિયો પર તેમનું વર્ણન સાંભળીને શ્રોતાની આંખની સામે મેદાન આવી જતું હતું. તેને એવું લાગતું કે, જાણે મેચ તેના ઘરના આંગણામાં જ રમાઈ રહી છે.

એક વખત દેવયાનીએ એક લેખ લખ્યો ‘ફિલ્મ સંસારમાં ખાનદાન અને પાનદાન'', તેના નિશાન પર કપૂર ખાનદાન હતું. તેને મોટી નિરાશા થઈ કે કપૂર પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહીં. બેચેન દેવયાનીએ રાજ કપૂર પાસે ઈન્ટરવ્યૂનો સમય માગ્યો. વાતચીતમાં તેમણે એ વિવાદાસ્પત કોલમનો સંકેત સુદ્ધાં આપ્યો નહીં. દેવયાનીને લાગ્યું, તે ખુદ પાનદાન બની ગઈ છે. પ્રથમ વખત તેની ટક્કર ખાનદાની લોકો સાથે થઈ હતી. પીળું પત્રકારત્વ બીમાર, છે, ગોસિપ જીજાજી-સાળીની છેડછાડ જેવી હોવી જોઈએ.

અત્યારે જે પત્રકારો પર આરોપ છે, એ તમામ વેતનભોગી કઠપુતલીઓ છે. ઝેર ઓકવું તેમનો વ્યવસાય છે. આદિત્ય ચોપરા શાંત સ્વભાવના વ્યક્તિ છે. પરંતુ આ વખતે તેમણે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. દરેક વ્યક્તિની મૂર્ખાઈની સહન કરવાની એક સીમા હોય છે. બુદ્ધિશક્તીની સકડ પર તંત્રએ ઠેર-ઠેર સ્પીડ બ્રેકર બનાવ્યા છે, પરંતુ મૂર્ખોને સળંગ જવા દેવા માટે સમાનાંતર સડક બનાવી છે, જે સીધી દિલ્હી પહોંચે છે. જેવી રીતે સાહિત્ય અને સિનેમામાં અશ્લીલતાનો આરોપ લગાવાય છે તો કેસ અદાલતમાં જાય છે.

જેમ્સ જોયસની ''યુલીસિસ'' પર કેસ દાખલ થયો હતો. સાહિત્યના ઈતિહાસમાં પણ ક્યારેય કોઈ રચના અશ્લીલતાના આરોપના કારણે પ્રતિબંધિત થઈ નથી. ‘લોલિતા'' અને ‘પોર્ટનાયસ કમ્પ્લેઈન્ટ'' પણ સાફ-સુથરી જાહેર કરાઈ હતી. - ફિલ્મ સમીક્ષક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો