મેનેજમેન્ટ ફંડા / સુરક્ષા-ખુશીનું ચુંબક પરપ્રાંતિયોને પાછા લાવશે

The magnet of security-happiness will bring the foreigners back
X
The magnet of security-happiness will bring the foreigners back

એન રઘુરામન

May 22, 2020, 01:14 PM IST

આ બુધવારે સાંજ સુધી આસામના લગભગ 50 હજાર પરપ્રાંતિયો વિષમ પરિસ્થિતિ સામે લડતા દેશના વિવિધ ભાગોમાંથી પોતાનાં રાજ્ય પહોંચી ચુક્યા હતા, પરંતુ કેરળમાં કેટલાકને બાદ કરતાં કોઈ ગયું નથી. આ સ્થિતિ ત્યારે છે, જ્યારે ‘ઈશ્વરના પોતાના દેશ’ કેરળે 40થી 50 હજાર અસમી કામદારોને રોજગાર આપ્યો છે. તેનાથી મને આશ્ચર્ય થયું અને મેં વધુ વિશ્લેષણ કર્યું.
કેરળમાં દરેક ઘરમાંથી નહીં પરંતુ દર બીજા ઘરમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ દુનિયાના જુદા-જુદા ભાગમાં કામ કરી રહ્યો છે. તેઓ 1960ના દાયકામાં ગલ્ફ ક્ષેત્રમાં સૌથી પહેલા ગયા હતા, જ્યારે તેમને ક્રૂડ ઓઈલથી સમૃદ્ધ દેશોના અત્યંત ગરમ વાતાવરણમાં નાના-મોટા કામની તક મળી હતી. આથી તેઓ એ તકલીફ સમજી શકે છે, જે આજીવિકા કમામ માટે ગયેલો એક પરપ્રાંતિય પોતાના પરિવાર, પોતાના શહેરથી દૂર હોવાનું અનુભવે છે. કદાચ આ જ કારણ છે કે, કેરળના મોટાભાગના નિયોક્તા પ્રવાસીઓને નોકરી આપે છે અને ગલ્ફની જેમ જ તેમને રહેવાનું મફત સ્થાન આપે છે, જેમાં આ આસામીનો પણ સમાવેશ થાય છે, જે 1996ના ભયાનક પૂર પછી કેરળ આવ્યા હતા.
વર્તમાન પરિસ્થિતિમાં, કેરળ પ્રથમ રાજ્ય હતું જેણે ‘મહેમાન કામદારો’ની સમસ્યાને સમજી અનેતેમની સાથે મહેમાન જેવો વ્યવહાર કર્યો. પંચાયતના સભ્યો લૉકડાઉન થયા પછી આ મહેમાનો કામદારોની સામાન્ય જરૂરિયાતોને સમજવા માટે સતત સંપર્કમાં રહ્યા, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધી ગયો. કેરળના ડીજીપીએ એવા કામદારોને પોતાનો અંગત નંબર આપ્યો, જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનો અને પોલીસવાળા પર પોતાનો નંબર આપવા અને કામદારોની જરૂરિયાતો પૂરી કરવા પરોક્ષ રીતે દબાણ બની ગયું. કામદારોને 50 ટકા વેતન અને સરકાર તરફથી મફત ભોજન મળી રહ્યું છે, સાથે જ તેમને ભાડું પણ નથી ચુકવવું પડી રહ્યું. તેનાથી તેમણે ખુદને આર્થિક રીતે સુરક્ષિત અનુભવ્યા. આ સામુહિક પ્રયાસ જ કદાચ કામદારોના પલાયનને રોકવાનું એક મોટું કારણ હોઈ શકે છે.
રોચક વાત એ છે કે, સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (એસડીઆઈ) જે માત્ર દેશોનું જ વિશ્લેષણ કરે છે, તેણે પોતાની સામાન્ય પ્રક્રિયામાંથી બહાર નીકળીને બુધવારે બહાર પાડેલા ઈન્ડેક્સમાં કેરળનો એક રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે અને પ્રશંસા કરી છે. ઈન્ડેક્સને માનવ વિજ્ઞાની જેસલ હિકલે તૈયાર કર્યો હતો, જે જીવન પ્રત્યાશા સ્કૂલના વર્ષિક સરેરાશ રાષ્ટ્રીય આવક, સીઓટૂ ઉત્સર્જન અને માથાદીઠ મટેરિયલ ફૂટપ્રિન્ટ જેવા માપદંડોના આધારે મૂલ્યાંકન કરે છે. મને જણાવાયું કે, કેરળનો એસડીઆઈમાં વિશેષ ઉલ્લેક મુખ્યત્વે કોવિડ-19 સામે લડવામાં શાનદાર કામ માટે કરાયો છે. એવું નથી કે બીજા રાજ્યોમાં નેક કામ નથી થઈ રહ્યા, પરંતુ તે વ્યક્તિગત સ્તરે થઈ રહ્યા છે. પુનાના બે પોલીસવાળાનું ઉદાહરણ જૂઓ. તેમણે એક પરપ્રાંતિય દંપતિની મદદ કરી, જેમની બેગ મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે ઉત્તર પ્રદેશ જતી શ્રમિક સ્પેશિયલ ટ્રેન પકડવાની ઉતાવળમાં મ્યુનિસિપલ બસમાં છુટી ગઈ હતી. બેગમાં તેમના ઘરેણા અને પૈસા હતા. સીનિયર ઈન્સ્પેક્ટર મિલિંદ ગાયકવાડ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર ઢાપસે અને કિરણ બરાડેએ એક દંપતિને રડતા જોઈને તેનું કારણ પુછ્યું. તેમને ખબર પડી કે, તેઓ પોતાની બેગ ભૂલી ગયા છે. કોન્સ્ટેબલ બરાડે પરિવાર સાથે રોકાઈ, જ્યારે ઢાપસે બસ ડેપો સુધી ગયા અને ત્રણ મિનિટમાં બેગ શોધી કાઢી. પુનામાંથી ટ્રેન છુટતાં પહેલાં જ તેઓ બેગ પાછી લઈને આવી ગયા.
ફંડા એ છે કે, હવે લૉકડાઉન ધીમે-ધીમે ખુલી રહ્યું છે, આથી જો આપણે ઈચ્છીએ કે આ પરપ્રાંતિય આપણાં શહેરોમાં પાછા આવીને આપણાં વ્યવસાયને ફરીથી શરૂ કરવામાં મદદ કરે તો સૌથી પહેલા તેમના સદગુણોમાં રોકાણ કરવું પડશે, જેથી પરપ્રાંતિયો સુરક્ષિત અને ખુશી અનુભવી શકે.
મેનેજમેન્ટ ગુરુ

[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી