તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન-પથ:શક્તિનો સંકલ્પ નવા વર્ષમાં ઊર્જા આપશે

14 દિવસ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

બની શકે કે તમે કોઈને નવા વર્ષના અભિનંદન આપ્યા હોય અને તેણે જવાબમાં કહ્યું હોય આ અંગે નવું શું છે? સાચ્ચે જ વીતેલું વર્ષ આપણા પર એટલું પ્રભાવી થયું કે, નવા અંગે ઉત્સાહ જતો રહ્યો. જોકે, ધ્યાન રાખો સંઘર્ષ ગમે તેવો હોય, કરી શકાય છે. આપણા શાસ્ત્રોમાં એક કથા છે- સત્યવાન-સાવિત્રીની. સત્વાન ઝાડ પરથી પડી ગયા હતા. યમરાજ તેમને લઈને જતા રહ્યા હતા. પત્ની સાવિત્રીએ વિચાર્યું કે, હું જાણવા માગું છું કે મારા પતિનું મૃત્યુ કેવી રીતે અને શા માટે થયું? યમરાજની પાછળ-પાછળ ગઈ અને તેમને સવાલ પુછ્યો તો યમરાજે કહ્યું, આ દેહ પંચતત્વનો બનેલો છે. તેમાંથી અમારે માત્ર પાણ કાઢવાના હોય છે, શરીર પંચતત્વમાં વિલીન થઈ જાય છે. અમે આત્માને લઈને જતા રહીએ છીએ અને શુભ-અશુભના આધારે તેની ગતિનો નિર્ણય લેવાય છે. જો કોઈ સારી રીતે તપ કરે, સાચી ભક્તિ કરે તો તે જીવન અને મૃત્યુને જીતી શકે છે. સાવિત્રીએ એવું કર્યું તો યમરાજે પતિને પાછો આપી દીધો. કથાના તથ્યો પર ન જાઓ. તેના અંદર શક્તિનો જે સંકલ્પ છે, તે આ નવા વર્ષમાં અત્યંત કામનો છે. જીવન-મૃત્યુ સામે સંઘર્ષ હજુ સમાપ્ત થયો નથી. ચઢવાને બદલે ઉતરતા સમયે વધુ સાવચેતી રાખવી પડશે. humarehanuman@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser