અયાઝ મેમણની કલમે... / બાયો સિક્યોર પાછળ થતો ખર્ચ દરેક બોર્ડ ઉઠાવી શકે નહીં

The cost behind BioSecure cannot be borne by every board
X
The cost behind BioSecure cannot be borne by every board

અયાઝ મેમણ

Aug 02, 2020, 11:48 AM IST

ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ સીરિઝે ઈન્ટરનેશનલ ક્રિકેટને નવો ઉત્સાહ આપ્યો છે. જોફ્રા આર્ચરના પ્રોટોકોલનો નિયમ તોડવા સિવાય સીરિઝમાં બધું જ સારું રહ્યું. ત્રીજી ટેસ્ટમાં વિન્ડીઝના તૂટી જતાં પહેલાં સુધી સીરિઝ શાનદાર રહી. વિન્ડીઝે પ્રથમ ટેસ્ટ જીતી, જ્યાર બીજી ટેસ્ટમાં પણ નજીકનું અંતર રહ્યું. પ્રથમ મેચ હાર્યા પછી સીરિઝમાં પાછા આવવું સરળ હોતું નથી. બેન સ્ટોક્સ અને સ્ટૂઅર્ટ બ્રોડના પ્રદર્શને ઈંગ્લેન્ડના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વર્તમાનમાં આ બંને દુનિયાના બેસ્ટ ખેલાડીઓમાંના એક છે.

બ્રોડનું પ્રદર્શન સીરિઝ અને તેમની કારકિર્દી બંને માટે શાનદાર રહ્યું. બીજી તરફ ત્રીજી ટેસ્ટમાં તેના સ્પેલે મેચને બદલી નાખી. 500 વિકેટ તેમના શ્રેષ્ઠ પ્રદર્શનની સ્ટોરી બતાવે છે. બ્રોડ અને એન્ડરસન ભેગા થઈને લગભગ 1100 વિકેટ લઈ ચૂક્યા છે. રમતના ઈતિહાસમાં આ સૌથી મહાન ફાસ્ટ બોલરોની જોડી છે. 2019ની એશેઝ સીરિઝમાં પણ બ્રોડે સૌથી વધુ વિકેટ લીધી હતી. 34 વર્ષના બ્રોડને પહેલા ટેસ્ટમાંથી બહાર રખાયો હતો, પરંતુ તેણે પોતાનાં પ્રદર્શનથી સિલેક્ટર્સને ખોટા સાબિત કરી દીધા છે. ખેલાડીનાં 30 વર્ષના થયા પછી સિલેક્ટર્સ માટે તેમની કારકિર્દીનું અનુમાન કરવું મુશ્કેલ હોય છે. તેના પર ચર્ચા પણ થાય છે અને ખેલાડી પર પણ અસર થાય છે. તેનાથી બચવાની એકમાત્ર રીત, ખેલાડી પોતાના પ્રદર્શનથી ટીમને મેચ જીતાડે. બ્રોડે આમ કરી બતાવ્યું છે.
[email protected]

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી