મેનેજમેન્ટ ફંડા / કોરોનાના કાળા વાદળો વચ્ચે સાચી પસંદગીથી ચમકો

Shine with the right choice among the black clouds of the corona
X
Shine with the right choice among the black clouds of the corona

એન રઘુરામન

Jun 29, 2020, 12:42 PM IST

દરેકને પોતાની મરજી પ્રમાણે પસંદગીનો અધિકાર છે. છત્તીસગઢના રાયપુરથી 440 કિમી દૂર ઝારગાંવમાં રહેતી નિર્મલાનો પરિવાર જંગલમાંથી સાલનાં પાંદડા અને અન્ય વન ઉત્પાદનો એક્ઠા કરીને ગુજરાન ચલાવે છે. 1100ની વસતીવાળા ગામના વૃદ્ધોએ બિરહોર પરંપરા જાળવી રાખવા તેના પર સ્કૂલ છોડીને લગ્ન કરવાનું દબાણ કર્યું ત્યારે તેનો પરિવાર તેમના વિરુદ્ધ ઊભો રહી ગયો.

આ શનિવારે હું એક સોશિયલ પ્લેટફોર્મ પર લાઈવ શો કરી રહ્યો હતો, જે ખાસકરીને છત્તીસગઢનાં કોલેજનાં વિદ્યાર્થીઓ માટે હતો. એ જ સમયે પરિવારની જિદ્દ પસંદ કરવા સાથે જોડાયેલો સવાલ આવ્યો, કેમ કે નિર્મલાએ 12મા ધોરણમાં 58% મેળવ્યા છે અને હવે તે કોલેજમાં જવા માગે છે. કદાચ કોલેજમાં જનારી પોતાની જનજાતિની તે પ્રથમ છોકરી હશે. તેનાથી મને ભગવદ્ ગીતા સાથે જોડાયેલી એક વાર્તા યાદ આવી. એક સંત અનેક સ્થાનોની યાત્રાએ કરી હતી અને તેઓ ઠેર-ઠેર દુ:ખી લોકો સુધી ગીતાનો સંદેશો પહોંચાડતો હતો. સંતના કેટલાક શિષ્યો પણ હતા, જે દરેક જગ્યાએ તેમની સાથે જતા હતા. એક ગામમાં શિષ્યોને લાગ્યું કે, ગામના એક પણ વ્યક્તિને સંતના સંદેશામાં રસ નથી. આથી તેમણે ગુરૂને આ અંગે જણાવ્યું.

તેમણે ગુરૂને કહ્યું કે, તેમણે જાણીજોઈને ભગવદ ગીતામાં રૂ.500ની નોટ મુકી દીધી હતી અને પુસ્તકોની ટેબલ પર કેટલીક નકલ મુકી દીધી હતી. એક સપ્તાહ પછી પણ પુસ્તકો એવા જ પૈસા સાથે પડેલા હતા. આથી, શિષ્યોએ નિષ્કર્ષ કાઢ્યો કે, ગામનો એક પણ વ્યક્તિ આધ્યાત્મિક નથી. આ સાંભળીને સંતે શિષ્યોને ધમકાવ્યા, ''મૂર્ખો, ભગવદ્ ગીતા એટલું મહાન પુસ્તક છે કે તે લોકોનાં હૃદય પવિત્ર કરી દે છે, જે તેને જૂએ કે સ્પર્શે છે. તેને વાંચ્યા પછી લોકોએ અંદર મુકેલા પૈસા ચોર્યા નહીં હોય. કેમ કે તેમના માટે એ નોટ કોઈ સામાન્ય કાગળ જેવી જ બની જશે. તેનાથી વિરુદ્ધ તમારા જેવા લોકો છે, જે હોંશિયાર બનવાનો પ્રયાસ કરે છે અને બીજા પર શંકા કરે છે, જેમણે જીભ પર લગામ રાખવાની જરૂર છે. ખુદને ફાલતુ વાતોથી બચાવો અને ભગવદ્ ગીતાનાં પાનામાં ડૂબી જાઓ''. આ વાર્તા આપણને દર્શાવે છે કે, દરેકની પાસે પસંદગીની એક શક્તિ છે, કેમ કે પસંદગી જીવનની દિશા નક્કી કરે છે.

રાજસ્થાનમાં જોધપુરની નજીક ઓસિયાં તાલુકાના નાના કસબા તિવારીના પત્રકારત્વના વિદ્યાર્થી સત્યેન્દ્ર સિંહ રાજપુરોહિતનું ઉદાહરણ જુઓ. તે છેલ્લા પાંચ દિવસથી મનરેગાનું કામ ચાલતું હોય એ સ્થળે જઈને 1200 નિરક્ષર મહિલાઓને સંપર્ક કરી ચૂક્યો છે અને તેમને તપાસીને તેમને કોવિડ-19 અંગે માહિતી આપી રહ્યો છે. આ પ્રશંસનિય કાર્ય છે, પેમ્ફ્લેટ અને થર્મલ સ્કેનર સાથે સત્યેન્દ્ર મહિલાઓને કામ દરમિયાન માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સાવચેતી રાખવાનું શીખવાડે છે. પેમ્ફ્લેટ પણ ઘરની દિવાલો પર લગાવવાનું કહે છે, જેથી લોકો સાવચેત રહે.
ફંડા એ છે કે, તમે જ્યારે સાચી પસંદગી કરો છો તે તમને કોઈ હુનર તો શીખવાડે જ છે, પરંતુ સારા માનવી બનવા માટે પણ સશક્ત કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી