પરદે કે પીછે:ફિલ્મસ્ટારોનાં સચિવ અને તેમનું વધતું મહત્ત્વ

2 વર્ષ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

આજે લોકપ્રિય સુપરસ્ટાર સિંગલ વ્યક્તિના ઉદ્યોગ જેવો થઈ ગયો છે. કેટલાક કલાકારો અભિનયની સાથે જ જાહેરાતની ફિલ્મોમાં કામ કરવા કે કોઈ દુકાનના ઉદ્ઘાટન, લગ્નોમાં ભાગ લેવા માટે પણ પૈસા મેળવે છે. એટલું સારું છે કે, હજુ સુધી શભ-યાત્રામાં સામેલ થવા માટે પૈસા મગાયા નથી. કેટલાક ક્ષેત્રમાં ધનવાનના મૃત્યુ પર વ્યવસાયિક શોક વ્યક્ત કરનારાને બોલાવાય છે. ''રુદાલી'' નામની ફિલ્મ પણ બની છે. એક સમયે કસબામાં પત્ર લખનારો પૈસા લઈને પત્ર લખી આપતો અને પોસ્ટ દ્વારા આવેલા પત્રોને મફતમાં વાચી આપતો હતો, પરંતુ આ મફત સેવા તે પોતાના નિયમિત ગ્રાહકોને જ આપતો હતો. આ વિષય પર ફિલ્મ ''સજ્જનપુર'' બની છે.

આજકાલ ફિલ્મસ્ટારો અનેક સચિવની નિમણૂક કરે છે. નાણા સચિવ ફિલ્મસ્ટારની મૂડીનું રોકાણ કરે છે અને આવકવેરા સાથે જોડાયેલા કામ સંભળા છે. કેટલાક વિશેષજ્ઞો આવકવેરાથી બચવા માટે પાતળી ગલીઓ શોધી કાઢે છે. દરેક નિયમમાં છિદ્ર શોધી લેવું ભારતીય સ્વભાવ છે. એક સચિવ જન સંપર્કનું કામ કરે છે અને તે ફિલ્મસ્ટારની છબીને આભા મંડિત બનાવી રાખે છે. રાજકુમાર રાવનું કામ પણ તેમની મિત્ર પત્રલેખા જૂએ છે. બંનેના ગાઢ સંબંધો છે. નિર્માતા પત્રલેખાને વિનંતી કરે છે કે, એ તેમની પટકથા વાંચી લે. પત્રલેખા તેમને કહે છે કે, તેમનો બ્રેકઅપ થઈ ગયો છે. આવું તેમને ટાળવા માટે કરાય છે.

ફિલ્મસ્ટારની આ પદ્ધતિ કેટલીક હદે મંત્રીઓના કામ જેવી છે. ફિલ્મસ્ટારનો નાણા સચિવ, પ્રચાર સચિવ હોય છે, પ્રશંસકોનાં પત્રો વાંચવા અને જવાબ આપવા માટે પણ સચિવ રાખવામાં આવે છે, જે હંમેશાં પત્ર વાંચતો નથી અને પ્રશંસકને ફિલ્મસ્ટારનો હસ્તાક્ષર કરેલો ફોટોગ્રાફ મોકલી આપે છે. આ પ્રેન્ટેડ ફોટોગ્રાફ્સ છે. કોર્પોરેટ કંપનીના સચિવ બનવા માટે વિશેષ અભ્યાસ કરવો પડે છે. તેનાં તાલીમ કેન્દ્રો હોય છે. કંપનીનું સચિવ પદ પણ જવાબદારીનું કામ છે અને આ વિભાગમાં આંકડા એકઠા કરવામાં આવે છે અને તેમાં હેરાફેરી પણ થાય છે. કોવિડ દર્દીઓની સાચી સંખ્યા જાણવી અઘરું બની ગયું છે. ઈલાજથી સાજા થનારાની સંખ્યાનો જોટલો પ્રચાર કરાય છે, એટલી જ ગુપ્ત છે દર્દીઓની સાચી સંખ્યા. કેટલાક લોકોને કોવિડ નેગેટિવ જાહેર કરાય છે. તંત્ર ફરિયાદનો એક જ જવાબ આપે છે કે, સંબંધિત વિભાગને જાણ કરી દેવાઈ છે. ફરીથી અરજીની સલાહ અપાય છે. આરોગ્ય સંબંધિત વીમો ઉતરાવવા માટે પ્રચાર કરાય છે, પરંતુ કેટલાક ટકા લોકોને વળતર મળ્યું છે તે રહસ્ય છે.

ક્યારેક ફિલ્મસ્ટારનો સચિવ શક્તિનું કેન્દ્ર બની જાય છે. માધુરીના સચિવ રાકેશ નાથની આજુબાજુ ભીડ લાગેલી રહેતી હતી. વર્તમાનમાં બિમલ પારેખની કંપની ફિલ્મસ્ટારોના મૂડી રોકાણ માટે અત્યંત પ્રસિદ્ધ છે. અમિત ખન્ના દેવ આનંદનું કામ જોતા હતા. તેમણે બર્નાર્ડ શોના નાટકથી પ્રેરિત ફિલ્મ પણ બનાવી છે, જેનાં લોકપ્રિય ગીતો પણ તેમણે લખ્યા હતા. સમય પસાર થતાં ટીના મુનીમની ભલામણ પણ તેમણે રિલાયન્સ ફિલ્મ કંપનીનું પણ સંચાલન કર્યું હતું. ઋષિ કપૂરનું કામ તેમનો બાળપણનો મિત્ર ઘનશ્યામ જોતો હતો. ઘનશ્યામ અભિનયમાં આવ્યો તો શાંતિ તેમનું કામ જોવા લાગ્યો. સચિવ એટલા મહત્ત્વનાં થઈ ગયા કે ફિલ્મસ્ટારનાં મહેનતાણાનાં 20% રકમ લેવા લાગ્યા. ડેવિડ ધવને પોતાના પુત્ર વરુણ ધવનને તેમાંથી મુક્ત રાખ્યો છે. સચિવ પદ કેટલીગ હદ સુધી પૂજા સ્થાનના પૂજારી જેવું બનાવી દેવાયું છે.
ફિલ્મ સમીક્ષક

અન્ય સમાચારો પણ છે...