જીવન-પથ:જીવનના યજ્ઞકુંડમાં પ્રસન્નતાની આહુતિ

2 વર્ષ પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

સ્મિતને શાસ્ત્રોમાં કેટલીક જગ્યાએ હવન જણાવાયું છે. હવનમાં શુભ સામગ્રીની આહુતિ અપાય છે અને તેમાંથી જે ધૂણી નિકળે છે, તેની પવિત્રતાથી સમગ્ર વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. હાસ્યને, સ્મિતને હવન એટલા માટે કહેવાયું છે કે, જીવનના યજ્ઞકુંડમાં પોતાની પ્રસન્નતાની આહુતિ આપો અને આજુબાજુના વાતાવરણને પોઝિટિવ કરો, કેમ કે સંઘર્ષ દરમિયાન તણાવ, ઉદાસી અને ચીડિયાપણુ નુકસાન પહોંચાડશે. શ્રીરામ-રાવણ યુદ્ધમાં હનુમાનજીના નેતૃત્વમાં વાનર રાવણના યજ્ઞને ધ્વસ્થ કરી ચુક્યા હતા. રાવણ ફરીથી યુદ્ધ મેદાનમાં પહોંચી ગયો હતો. એ સમયે દેવતાઓએ રામજીને કહ્યું, આ દુષ્ટને હવે વધુ ન રમાડતા મારી નાખો. આ દૃશ્ય પર તુલસીદાસજીએ લખ્યું છે, ‘દેવ બચન સુનિ પ્રભુ મુસુકાના. ઉઠિ રઘુબીર સુધારે બાના’. દેવતાઓની વાત સાંભળીને શ્રીરામે સ્મિત આપ્યું અને પછી પોતાનાં બાણ તૈયાર કર્યા. એક તરફ યુદ્ધ છે, હિંસા ચાલી રહી છે, બીજી તરફ રામજી સ્મિત રેલાવી રહ્યા છે. રામ સંદેશો આપવા માગે છે કે, રાવણ સાથે યુદ્ધ કરતા સમયે હું કોઈ પણ પ્રકારના તણાવ અને દબાણમાં નથી. મોટું કામ, આંતરિક પ્રસન્નતાની સાથે કરવા જોઈએ અને સ્મિત તેમાં ઉમેરવી જોઈએ. રાવણ નવા-નવા ચહેરોમાં આજકાલ આપણી આજુબાજુ છે. તમે ગમે તેટલા ચિંતિત હોવ, પ્રસન્નતા ન છોડો.
humarehanuman@gmail.com
જીવન પથ કોલમ પં. વિજયશંકર મેહતાજીના અવાજમાં મોબાઈલ પર સાંભળવા માટે 9190000072 પર મિસ્ડ કોલ કરો.

અન્ય સમાચારો પણ છે...