તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદે કે પીછે:કલાકાર નાયડુની લીલામાં રિનાયર

14 દિવસ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

કલાકાર લીલા નાયડુની આત્મકથા પ્રકાશિત થઈ છે. ઉલ્લેખનીય છે કે, લીલા નાયડુને આંતરરાષ્ટ્રીય ફેશન મેગેઝિને દુનિયાની 5 સુંદર મહિલાઓમાંના એક સ્વીકાર્યા હતાં. તમામ યાદીમાં જયપુરનાં મહારાણી હંમેશાં પ્રથમ સ્થાને રહ્યાં છે. લીલા નાયડુએ કેટલીક ફિલ્મોમાં જેમ કે ઋષિકેશ મુખરજીની ‘અનુરાધા’ અને આર.કે. નય્યરની નાણાવટી પ્રકરણથી પ્રેરિત ફિલ્મ ‘યે રાસ્તે હૈં પ્યાર કે’માં અભિનય કર્યો છે.ઉલ્લેખનીય છે કે, યુરોપના નિર્દેશક રિનાયરે પોતાની ‘રિવર’ નામની ફિલ્મનું શૂટિંગ કોલકાતામાં કર્યું હતું. ગંગોત્રીમાંથી નીકળેલી ગંગા કોલકાતામાં ગંગા સાગરમાં વિલીન થાય છે.

લીલા નાયડુની આત્મકથામાં વર્ણન છે કે, રિનાયર એવું કહેતા હતા કે, મનુષ્યએ કંટાળાથી બચવું જોઈએ. તમે જ્યારે નાની-નાની બાબતોમાં રસ લેવાનું બંધ કરી દો છો ત્યારે કંટાળો ધીમા પગલે તમારી વિચાર શૈલીમાં પ્રવેશી જાય છે.ફિલ્મની શૂટિંગ પ્રક્રિયામાં બાકી રહી ગયેલા કામને ‘પેચ વર્ક’ કહેવાય છે. ભૂલો સુધારવા માટે પેચ વર્ક કરાય છે. લીલા નાયડુના પુસ્તકનું નામ ‘પેચ વર્ક’ છે. સ્પષ્ટ છે, અભિનય દ્વારા લીલા નાયડુ જે અભિવ્યક્ત કરી શક્યાં નથીતે તેમણે આ પુસ્તકમાં લખ્યું છે. કંટાળાથી બચવા માટે કોઈ શોખ હોવો જોઈએ. પત્તાની એક રમત છે, જેને ‘પેશન્સ’ કહેવાય છે, જેને વ્યક્તિ એકલો જ રમે છે. તેમાં કોઈ સાથીદારની જરૂર હોતી નથી. સર્જનધર્મી લોકો કંટાળાથી બચવ માટે કંઈક બીજું લખવા લાગે છે.શરદ જોશીનું એક પુસ્તક જે કદાચ તેમણે કંટાળી જવાના સમય લખ્યું હશે, તેનું નામ જ ‘બૈઠે ઠાલે’ છે.

આ જ રીતે ગદ્ય લેકક કાગળના હાંસિયામાં કવિતા લખવા લાગે છે. વયોવૃદ્ધ લોકો પોતાની યાદશક્તિ મજબૂત કરવા માટે અખબારમાં આવતા ક્રોસવર્ડ ભરતા હોય છે. વૈચારિક સંકુચિતતા આકાશની જેમ ફેલાતી જઈ રહી છે.અંગ્રેજીમાં કટાળો લાવનારા વ્યક્તિને બોર કહે છે. શક્ય છે, જોક્સનો ઉદય કંટાળાના કારણે જ થયો હશે. કોઈની સભામાં લાંબુ ભાષણ સાંભળતા સમયે વ્યક્તિ કાગળ પર કેટલીક વિચિત્ર આકૃતિઓ દોરે છે, જેને ડૂડલિંગ કહે છે. કિશોર કુમારની ગાયકીના યુડલિંગથી આ અલગ છે.લીલા નાયડુની માતૃભાષા ફ્રેન્ચ હતી, એટલે તેમને હિન્દી બોલવામાં મુશ્કેલી પડતી હતી. લીલાના પિતા વિજ્ઞાની હતી. નોબલ પ્રાઈઝ જીતનારાના મુખ્ય મદદનીશ રહ્યા છે. લીલા નાયડુની આત્મકથા ‘પેચ વર્ક’ કિંડલ પર ઉપલબ્ધ છે. આ માહિતી મને કુમાર અંબુજે આપી છે.

આપણે લાંબો સમય અંગ્રેજોનું શાસન ભોગવ્યું છે, એટલે આપણે ત્યાંથી કેટલાક લોકો ભણવા માટે ઈંગ્લેન્ડ ગયા હતા. બાબા આંબેડકર, પંડિત જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી વગેરે લંડનમાં ભણ્યા છે. ફ્રાન્સની યુનિવર્સિટીઓ ઈંગ્લેન્ડ કરતાં વધુ સમૃદ્ધ છે. ભારતીય સંસ્કૃતિ અને ફ્રેન્ચ સંસ્કૃતિમાં કેટલીક સમાનતાઓ છે.ઋષિકેશ મુખરજીની ફિલ્મ ‘અનુરાધા’નું સંગીત પંડિત રવિશંકરે આપ્યું હતું અને શૈલેન્દ્રએ ગીત લખ્યા હતા. એક ગીત હતું, ‘હાય રે વો દિન ક્યોં ન આએ, સુની મેરી બીના, સંગીત બિના સપનોં કી માલા મુરઝાએ...’. લીલા નાયડુએ પોતાની આત્મકથા બોલી છે અને બીજા લેખકે લેખનકાર્ય સંપન્ન કર્યું છે.ઋષિ કપૂરની આત્મકથા ‘ખુલ્લમ-ખુલ્લા’ પણ તેઓ બોલ્યા હતા અને પત્રકાર મીના અય્યરે તેને લખી છે. માત્ર મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલા નેહરુએ પોતાની આત્મકથાઓ જાતે જ લખી છે. બોલેલી રચનાઓમાં લખનારી વ્યક્તિ પોતાનો દૃષ્ટિકોણ સામેલ કરી દેતો હોય છે.દરેક ભાષાનું પોતાનું વ્યાકરણ અને કહેવતો હોય છે. કુટેવ શબ્દનો સમાનાર્થી શબ્દ અંગ્રેજી ભાષામાં નથી.શબ્દોના ઉચ્ચારણની રીત જ અસલિયત અભિવ્યક્ત કરે છે. જેનું ઉદાહરણ રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘પીકે’માં રજુ કરાયું છે. જ્યારે એક બીજા ગ્રહથી આવેલો વ્યક્તિ અનુષ્કા શર્માના પત્રકાર પાત્ર સાથે જેલમાં વાત કરે છે.કોઈ ઘટના સાંભળીને વ્યક્તિ ‘સારું’ ત્રણ રીતે બોલી શકે છે. એક રીતમાં ખેદ અભિવ્યક્ત થાય છે, બીજામાં આશ્ચર્ય અને ત્રીજામાં અવિશ્વાસ. બીજા ગ્રહમાંથી આવેલો પાત્ર કહે છે કે, તેમના ‘ગોલા’માં ભાષા નથી.એક વ્યક્તિ કંઈ વિચારે છે અને વાત બીજા સુધી પહોંચી જાય છે. નિદા ફાઝલીનો શેર છે, ‘મૈં રોયા પરદેસ મેં ભીગા માં કા પ્યાર, દિલ ને દિલ સે બાત કી, બિન ચિઠ્ઠી બિન તાર’.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser